રતન ટાટા હવે ફિટનેસના ધંધામાં કરશે પ્રવેશ, આ કંપની સાથે કરોડો રૂપિયાનું રોકાણ

રતન ટાટા હવે ફિટનેસના ધંધામાં કરશે પ્રવેશ, આ કંપની સાથે કરોડો રૂપિયાનું રોકાણ

 • Share this:
  નવી દિલ્લી: કોરોના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિ માટે સારી તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લોકોમાં ફિટનેસની માંગ વધી રહી છે. આ તકનો લાભ લેવા માટે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પણ ફિટનેસના બિઝનેસમાં આવી રહ્યા છે.

  બિગબેસ્કેટ(BigBasket)ને પોતાનું બનાવ્યા પછી, ટાટા જૂથ (Tata Group)ની એક શાખા ટાટા ડિજિટલ(Tata Digital) ફિટનેસ અને વેલબિંગ સ્ટાર્ટઅપ ક્યુરિફિટ હેલ્થકેર ખરીદી રહી છે. ટાટા ડિજિટલ જણાવ્યું છે કે, તે ક્યુરફિટમાં 75 મિલિયન યુએસ ડોલર (લગભગ 550 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. જોકે કંપનીએ આ રોકાણમાંથી કેટલી હિસ્સો મેળવશે તેનો ખુલાસો કર્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, મેના અંતમાં, ટાટા ડિજિટલએ બિગ બાસ્કેટનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. બિગબેસ્કેટમાં કંપનીએ 64 ટકા હિસ્સો ખરીદ્યો છે. તાતા સન્સે ટાટા ડિજિટલને 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેથી ટાટા ડિજિટલ એક્વિઝિશન અને રોકાણ કરી શકે.  2016માં મુકેશ બંસલે અંકિત નાગોરી સાથે મળીને Cult.fit શરૂ કરી હતી. હાલમાં, બંસલ Cult.fitના સીઈઓ છે. તે તેના સહ-સ્થાપક પણ છે. તેણે આશુતોષ લવાનિયા અને વિનીત સક્સેના સાથે મળીને 2007માં ફેશન ઈ-કોમર્સ કંપની મિન્ત્રા શરૂ કરી હતી. આ પછી, વર્ષ 2014માં મિન્ત્રાને ફ્લિપકાર્ટ દ્વારા 33 કરોડ ડોલરમાં ખરીદવામાં આવી હતી. બંસલએ કોમર્સ અને એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મનું સંચાલન કરીને 2016 સુધી મિન્ત્રા બોર્ડ અધ્યક્ષ રહ્યા હતા.

  ભારતીય ફિટનેસ અને વેલનેસ બજાર વાર્ષિક 20 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે અને 2025 સુધીમાં તે 12 અબજ ડોલરની પહોંચવાની ધારણા છે. ટાટા ડિજિટલના જણાવ્યા અનુસાર ક્યુરફિટ ટાટા ડિજિટલને સક્રિય આરોગ્ય વ્યવસ્થાપન જગ્યામાં વિસ્તૃત કરવામાં મદદ કરશે. ટાટા ડિજિટલ લિમિટેડ, ટાટા સન્સની 100% સહાયક કંપની, ક્યુરફિટ હેલ્થકેરમાં 75 મિલિયન ડોલરના રોકાણ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, એમ કંપનીના નિવેદનમાં જણાવાયું છે. જો કે, આ માટે જરૂરી મંજૂરીઓ લેવી પડશે.
  Published by:kuldipsinh barot
  First published:June 08, 2021, 20:08 pm

  ટૉપ ન્યૂઝ