ટાટા-મિસ્ત્રી વિવાદ આખરે છે શું? જાણો, આ સરળ પાંચ મુદ્દામાં

ટાટા-મિસ્ત્રી વિવાદ આખરે છે શું? જાણો, આ સરળ પાંચ મુદ્દામાં
સર્વોચ્ચ અદાલત દ્વારા ટાટા ગ્રુપની ટાટા સન્સ લી. અને શાપુરજી પ્લોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલે આજે ચુકાદો આપ્યો

સર્વોચ્ચ અદાલત દ્વારા ટાટા ગ્રુપની ટાટા સન્સ લી. અને શાપુરજી પ્લોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલે આજે ચુકાદો આપ્યો

  • Share this:
નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલત દ્વારા ટાટા ગ્રુપની ટાટા સન્સ લી. અને શાપુરજી પ્લોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલે આજે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ચેરમેન નિયુક્ત કરવાના ચુકાદાને ફેરવી નાખ્યો છે. સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના અધ્યક્ષ પદ પરથી હટાવવું યોગ્ય હોવાનું વડી અદાલતે કહ્યું હતું. આ ચુકાદો મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું ટાટા અને મિસ્ત્રી જૂથે બંને શેર સાથે જોડાયેલા મામલાને હલ કરવા જોઈએ.

1. ગત 17 ડિસેમ્બરે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ વર્ષ 2019માં 17 ડિસેમ્બરના રોજ ચુકાદો આપ્યો હતો કે, મિસ્ત્રીને ટાટા સન્સના અધ્યક્ષ પદ પર ફરીથી મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે આ નિર્ણયને રદ કર્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરી 2020ના રોજ એનસીએલએટી દ્વારા લેવાયેલા નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.2. એનસીએલએટી દ્વારા આપયેલા ટાટા સન્સ લિમિટેડના અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીની પુન: સ્થાપનાના આદેશને ટાટા સન્સ અને મિસ્ત્રી એમ બંનેએ 18 ડિસેમ્બર 2019ના આદેશને પડકાર્યો હતો. જેના ઉપર સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરી 2020ના રોજ પ્રતિબંધ મૂક્યો હતો. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા અધ્યક્ષ હતા. મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં તે બીજા નંબરનો મોટા શેરહોલ્ડર છે.

આ પણ વાંચો- Explained: ભારતમાં કેટલા કોવિડ સ્ટ્રેન જોવા મળ્યા, શું વધતા કેસ પાછળ નવા સ્ટ્રેન જવાબદાર?

3. મિસ્ત્રીને ડાયરેક્ટર અને ચેરમેન પદેથી હટાવવાના નિર્ણયને ગત 24 ઓક્ટોબર 2016ના રોજ એનસીએલએટી દ્વારા ગેરકાયદે ગણાવાયો હતો. ટ્રિબ્યુનલનું કહેવું હતું કે, આ નિર્ણય ખોટી રીતે લેવામાં આવ્યો છે, તેથી હવે મિસ્ત્રીને ફરીથી બેસાડવામાં આવે. ટાટા સન્સના નવા અધ્યક્ષ તરીકે એન ચંદ્રશેરનની નિમણૂક ગેરકાયદે છે. આ નિર્ણયના અમલ માટે 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેથી ટાટા જૂથ અપીલ કરી શકે.

4. ચુકાદાના બીજા ભાગમાં કોર્ટે કહ્યું હતું કે, ત્રણેય કંપનીઓને તાત્કાલિક અસરથી મિસ્ત્રીને બેસાડે. જ્યાંથી મિસ્ત્રીને દૂર કરવામાં આવ્યા છે તે ત્રણ કંપની મામલે જ આ નિર્ણય લાગુ થશે.

5. કંપનીઓમાં થયેલા કોઈપણ ફેરફારની જાણકારી સ્ટોક માર્કેટને આપવી પડશે તેવું સેબીનો નિયમ કહે છે. કંપનીમાં થયેલા ફેરફારથી શેરના ભાવ ઉપર અસર થઈ શકે. જો કે, ટાટા જૂથે હજી સુધી સત્તાવાર રીતે મિસ્ત્રીની શેરબજારમાં પુનઃસ્થાપિત કરવાની જાણકારી આપી નથી.
Published by:News18 Gujarati
First published:March 26, 2021, 17:29 pm

ટૉપ ન્યૂઝ