Home /News /business /ટાટાની બનશે બિસલેરીઃ 7000 કરોડ રુપિયામાં ખરીદશે, ડીલની 5 મોટી વાત

ટાટાની બનશે બિસલેરીઃ 7000 કરોડ રુપિયામાં ખરીદશે, ડીલની 5 મોટી વાત

Tata To Acquire Bisleri: દેશમાં મિનરલ વોટરનો પર્યાય બની ગયેલી બિસલેરી કંપનીને ટાટા કન્ઝ્યુમર ખરીદવા જઈ રહ્યું છે. આ માટે સિલાયન્સ અને નેસ્લે જેવી કંપનીઓ પણ મેદાનમાં હતી જોકે ટાટા સાથે 2000 કરોડ રુપિયામાં ડીલ ફાઈનલ થઈ છે.

Tata To Acquire Bisleri: દેશમાં મિનરલ વોટરનો પર્યાય બની ગયેલી બિસલેરી કંપનીને ટાટા કન્ઝ્યુમર ખરીદવા જઈ રહ્યું છે. આ માટે સિલાયન્સ અને નેસ્લે જેવી કંપનીઓ પણ મેદાનમાં હતી જોકે ટાટા સાથે 2000 કરોડ રુપિયામાં ડીલ ફાઈનલ થઈ છે.

    નવી દિલ્હીઃ મિનરલ વોટરની બોટલ ખરીદવા જતાં લોકો સામાન્ય રીતે બિસલેરી આપો તેવું કહેતા હોય છે. જે દર્શાવે છે કે આ બજારમાં બિસલેરીનું નામ કેટલું મોટું છે. જોકે હવે એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ બિસલેરીને ખરીદી શકે છે. આ માટે 6000-7000 કરોડમાં સોદો નક્કી થઈ શકે છે. આ કંપનીને ખરીદવાની રેસમાં રિલાયન્સ રિટેલ, નેસ્લે અએ Danone પણ હતી.

    1) Hindi CNBCTV18 ના અહેવાલ અનુસાર આ સોદાને લઈને ટાટા કન્ઝ્યુમર અને બિસલેરી વચ્ચે 2 વર્ષથી વાતચીત ચાલી રહી છે. આ ડીલને ળઈને બિસલેરીના પ્રમોટર સમેશ ચૌહાણની મુલાકાત ટાટા ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે થઈ ચૂકી છે.

    આ પણ વાંચોઃ અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

    2) આ ડીલને ળઈને બજાર ખૂબ જ ઉત્સાહબિત છે કેમ કે બિસલેરી નફો રળનારી કંપની છે. સમાચારો અનુસાર ડીલ થવા છતાં હાલનું જ મેનેજમેન્ટ આગામી 2 વર્ષ સુધી બિસલેરીની કમાન સંભાળશે.

    3) હવે વાત બિસલેરીના કારોબારની કરીએ તો આ નાણાકીય વર્ષમાં બિસલેરીની આવક 2500 કરોડ અને નફો 220 કરોડ રહેવાની શક્યતા છે. કંપની 122 પ્લાન્ટમાં બિસલેરીનું ઉત્પાદન કરે છે. જેમાંથી 13 તેના ખુદના પ્લાન્ટ છે. એટલું જ નહીં કંપની પાસે 4500 ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક છે અને 5000થી વધુ ટ્રક સામાનને અહીંથી ત્યાં લઈ જવા માટે છે. પેકેજ્ડ વોટર માર્કેટમાં બિસેલેરીની ભાગીદારી 32 ટકા જેટલી છે.

    આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

    4) એક્વિઝિશન પછી ટાટા કન્ઝ્યુમર પેકેજ્ડ વોટર માર્કેટમાં સૌથી મોટી કંપની બની જશે. ટાટા કન્ઝ્યુમર પાસે હાલમાં હિમાલિયમ, ટાટા કોપર પ્લસ, ટાટા ગ્લુકો પ્લસ જેવી બ્રાન્ડ છે.



    5) તમને જણાવી દઈએ કે દેશમાં પેકેજ્ડ વોટર માર્કેટ 20,000 કરોડ રુપિયાનું છે. પેકેજ્ડ વોટર માર્કેટનો લગભગ 60% ભાગ અસંગઠિત ક્ષેત્ર પાસે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Share market, Stock market Tips, Tata group

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन