TCS fresh hiring: નાણાકીય વર્ષ 2022માં ઓનબોર્ડ 78,000 ફેશર્સને નોકરીએ રાખ્યા હતા. ગત વર્ષે આ સંખ્યા 40 હજાર હતી. જોકે, નોકરી છોડી જવાનું પ્રમાણ કંપની માટે ગત નાણાકીય વર્ષે પણ ચિંતાનો વિષય રહ્યો હતો.
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ (Tata Consultancy Service- TCS) તરફથી નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન એક લાખ ફ્રેશર્સની ભરતી કરવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષે એટલે કે 2022-23 દરમિયાન કંપનીનો ટાર્ગેટ વધુ 40,000 કર્મચારીઓની ભરતી કરવાનો છે. કંપનીનું કહેવું છે કે માર્ચ 2022 સુધી કંપનીએ રેકોર્ડ 1,03,546 ફ્રેશર્સની ભરતી કરી છે. બીજી તરફ કંપનીએ આ પહેલાના વર્ષમાં એટલે કે FY21ના વર્ષમાં 40,000 લોકોની ભરતી કરી હતી. માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીએ આશરે 35,209 નવા કર્મચારીઓને જોડ્યા છે.
કંપનીમાં ભરતી
ટીસીએસ કંપનીએ નાણાકીય વર્ષ 2022માં ઓનબોર્ડ 78,000 ફેશર્સને નોકરીએ રાખ્યા હતા. ગત વર્ષે આ સંખ્યા 40 હજાર હતી. જોકે, નોકરી છોડી જવાનું પ્રમાણ કંપની માટે ગત નાણાકીય વર્ષે પણ ચિંતાનો વિષય રહ્યો હતો. માર્ચ ક્વાર્ટમાં નોકરી છોડી જવાનું પ્રમાણ 17.4 ટકા હતું. વર્ષની શરૂઆતમાં આ પ્રમાણ 8.6 ટકા હતું, જ્યારે ડિસેમ્બર, 2021 ક્વાર્ટરમાં આ પ્રમાણે 11.9 ટકા હતું.
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, ફેશર્સની રેકોર્ડ ભરતી છતાં પ્રવીણ કર્મચારીઓની અછત ચાલુ જ રહેશે. "અમને આશા છે કે 2023ના વર્ષમાં છ મહિના પછી નોકરી છોડી જવાના પ્રમાણમાં ઘટાડો આવી શકે છે. કારણ કે કંપનીએ હાયરિંગ માટે સ્ટ્રોંગ પ્લાન ઘડ્યો છે." નાણાકીય વર્ષના અંતમાં કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 592,195 થઈ છે.
11મી એપ્રિલના રોજ ટીસીએસ તરફથી નાણાકીય પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. આઈટી કંપની ટીસીએસ (Tata Consultancy services)ના રિઝલ્ટ સાથે જ ચોથા ત્રિમાસિકના પરિણામોની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ચોથા ત્રિમાસિકમાં ટીસીએસ (TCS)નો નફો ગત વર્ષની ત્રિમાસિકની સરખામણીમાં 15.8 ટકા વધીને 50,591 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં ટીસીએસનો નફો (TCS profit) 43,705 કરોડ રૂપિયા હતો.
આ દરમિયાન કંપનીનો કન્સૉલિડેટેડ નેટ પ્રૉફિટ 9,926 કરોડ રૂપિયા રહ્યો છે. આ નફો નિષ્ણાતોની ધારણા પ્રમાણે જ છે. બજાર નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા હતા કે ટીસીએસનો પ્રૉફિટ 10,000 કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. ગત વર્ષે સમાના ત્રિમાસિકમાં કંપનીનો કન્સૉલિડેટેડ નફો 9,246 કરોડ રૂપિયા રહ્યો હતો.
બ્લૂમબર્ગના સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ટીસીએસની આવક માર્ચ ત્રિમાસિકમાં 50,249 કરોડ રૂપિયા રહી શકે છે. જ્યારે નફો 10,077 કરોડ રૂપિયા રહેવાની આશા છે. કરન્સીની દ્રષ્ટીએ જોઈએ તો માર્ચ ત્રિમાસિકમાં કંપનીની આવક 14 ટકા વધી છે. જ્યારે ડૉલરમાં કંપનીની કમાણી વર્ષથી વર્ષના આધારે (YoY) 12 ટકા વધીને 669.6 કરોડ ડૉલર રહી છે. આ સાથે જ ટીસીએસના બોર્ડે 22 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
શેરની કિંમત
બુધવારે ટીસીએસનો શેર NSE પર 0.71 ટકા એટલે કે 26.15 રૂપિયા તૂટીને 3,664.95 રૂપિયા પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીસીએસ તરફથી તાજેતરમાં જ શેર બાયબેક ઑફર લોંચ કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર