સામાન્ય માણસને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી, ટૅક્સ સ્લેબમાં થઈ શકે છે ફેરફાર

સામાન્ય માણસને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી, ટૅક્સ સ્લેબમાં થઈ શકે છે ફેરફાર
સામાન્ય માણસને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી

CNBC-TV18ના સૂત્રોએ જણાવ્યું છે કે, ડાયરેક્ટ ટૅક્સ પર બનાવવામાં આવેલા ટાસ્ક ફૉર્સે હાલના ઈન્કમ ટૅક્સ સ્લૅબમાં મોટી કટોતી કરવાની ભલામણ કરી છે

 • Share this:
  આર્થિક સ્લૉડાઉનને પહોંચીવળવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ સળંગ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા મોટી મોટી જાહેરાત કરી રહ્યા છે. CNBC-TV18ના સૂત્રોએ જણાવ્યું છે કે, ડાયરેક્ટ ટૅક્સ પર બનાવવામાં આવેલા ટાસ્ક ફૉર્સે હાલના ઈન્કમ ટૅક્સ સ્લૅબમાં મોટી કટોતી કરવાની ભલામણ કરી છે. આ ટાસ્ક ફૉર્સે ગત 19 ઑગસ્ટે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટ અનુસાર, બજારમાં માંગ વધારવા માટે ઈન્કમ ટેક્સ સ્લેબમાં મોટી કટોતી કરવાની સલાહ આપી છે.

  શું છે ઈનકમ ટૅક્સમાં ફેરફાર કરવાની ભલામણ


  સૂત્રો અનુસાર, આ રિપોર્ટમાં 5 લાખ રૂપિયાથી લઈ 10 લાખ રૂપિયા સુધીની ટૅક્સેબલ ઈનકમ પર 10 ટકા ટેક્સ લગાવવાની ભલામણ છે. હાલના સમયમાં આ સ્લેબ પર 20 ટકા ટેક્સ છે. આ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે, વાર્ષિક 20 લાખ રૂપિયાથી વધારે ટેક્સેબલ ઈનકમ પર 30 ટકા ટેક્સ લાગવો જોઈએ. હાલના સમયમાં 10 લાખ રૂપિયાથી વધારે ટેક્સેબલ ઈનકમ પર 30 ટકાનો ઈન્કમ ટેક્સ લગાવવામાં આવે છે.

  CNBC-TV18ના સૂત્રોએ શું જાણકારી આપી

  - ડાયરેક્ટ ટેક્સમાં મોટો ફેરફાર કરી શકે છે સરકાર

  - 5 લાખથી 20 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ માટે 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ - વર્તમાં જે 20 ટકા છે.

  - 10 લાખથી 20 લાખ રૂપિયાના ઈનકમ ટેક્સ સ્લેબ માટે 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ - વર્તમાનમાં આ 30 ટકા છે.

  - 20 લાખ રૂપિયાથી વદારે ટેક્સેબલ ઈનકમ પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ

  - 2 કરોડથી વધારે ટેક્સેબલ ઈનકમ પર 35 ટકાનો ટેક્સ લગાવવામાં આવે

  - અઢી લાખ રૂપિયાથી વધારે ટેક્સેબલ ઈનકમ પર લાગતા ટેક્સમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ નથી

  - ટેક્સ પર લાગતો સરચાર્જ અને સેસ હટાવવાની ભલામણ

  - ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સી હેઠળ મળતી છૂટને ચાલુ રાખવામાં આવશે, પરંતુ આને રિયાયત માનવામાં આવે.

  - હોમ લોનની મૂળ રાશી પર ટેક્સ રિબેટને હટાવવાનો પ્રસ્તાવ

  35 ટકાનો નવો ઈન્કમ ટેક્સ રેટ લાવવાની ભલામણ
  નાણામંત્રી નિર્મલા સિતારમણે CNBC-TV18 સાથેની વાતચીતમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે પર્સનલ ઈનકમ ટેક્સમાં ફેરફાર વિશે નથી વિચાર્યું. ટાસ્ક ફોર્સે એ પણ ભલામણ કરી છે કે 35 ટકા ટેક્સનો એક નવો ટેક્સ રેટ જોડવામાં આવે. જે લોકોની ટેક્સેબલ ઈનકમ 2 કરોડ રૂપિયાથી વધારે હોય, તેમના પર 35 ટકાનો ટેક્સ રેટ લેવો જોઈએ.

  હટી શકે છે ઈનકમ પર સરચાર્જ અને સેસ
  આ રિપોર્ટ અનુસાર, ઈનકમ ટેક્સ પર સરચાર્જ અને સેસ પણ હટાવવાની ભલામણ છે. ટાસ્ક ફોર્સે કહ્યું કે, ઈનકમ ટેક્સમાં મોટા પાયે ફેરફાર કરવાની જરૂરત છે. તેનાથી મિડલ ક્લાસ ખપત પર વધારે ખર્ચ કરશે.
  First published:September 23, 2019, 22:24 pm

  ટૉપ ન્યૂઝ