Tarsons Products IPO: 15 નવેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, પ્રાઇસ બેન્ડ 635-662 રૂપિયા, જાણો અન્ય વિગત

ટાર્સન પ્રોડક્ટ્સ આઈપીઓ

Tarsons Products IPO: આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QII) માટે અનામત રખાયો છે. 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે

  • Share this:
    મુંબઈ: દેશની પ્રમુખ લાઇફ સાયન્સિસ કંપની ટાર્સન પ્રોડક્ટ્સ (Tarsons Products) તરફથી બુધવારે જણાવવામાં આવ્યું કે, કંપનીએ 1,024 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂ (IPO) માટે 635-662 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ (Tarsons Products IPO price band) નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ આવતા અઠવાડિયે 15 નવેમ્બરના રોજ ખુલશે. Tarsons Products IPO માટે ત્રણ દિવસ સુધી બીડ કરી શકાશે. આઈપીઓ 17મી નવેમ્બરના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આઈપીઓ 12મી નવેમ્બરના રોજ ખુલશે.

    કોણ કેટલા શેર વેચશે?

    ટાર્સન પ્રોડક્ટ્સ આઈપીઓ (Tarsons Products IPO) મારફતે 150 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના પ્રમોટરો અને રોકાણકારો આશરે 1.32 કરોડ શેર ઑફર ફૉર સેલમાં વેચશે. Offer for sales અંતર્ગત કંપનીના પ્રમોટર સંજીવ સહગલ 3.9 લાખ ઇક્વિટી શેર અને રોહન સહગલ 3.1 લાખ ઇક્વિટી શેર વેચશે. જ્યારે કંપનીની રોકાણકાર ક્લીયર વિજન ઇન્વેસ્ટમેન્ટ હૉલ્ડિંગ્સ પોતાના 1.25 કરોડ શેર વેચશે.

    1024 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના

    પ્રાઇસ બેન્ડની ઉપરની મર્યાદા પ્રમાણે ટાર્સન પ્રોડક્ટ્સ આ આઈપીઓ મારફતે 1,024 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી રહી છે. આ આઈપીઓમાં 60,000 ઇક્વિટી શેર કંપનીઓના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. ICICI સિક્યોરિટીઝ, એડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને SBI કેપિટલ માર્કેટ્સ આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. આ આઈપીઓ બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે.

    આ પણ વાંચો: બ્રોકિંગ હાઉસ Geojitની પસંદગીના લાર્જકેપ શેર્સ, જેમાં મળી શકે છે 38% સુધી વળતર

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QII) માટે અનામત રખાયો છે. 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35 ટકા હિસ્સો અનામત રખાયો છે. આઈપીઓ માટે ઓછામાં ઓછા 22 શેરના લૉટ માટે બીડ કરવાની રહેશે. જે પ્રમાણે 14,564 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    આ પણ વાંચો: ફાલ્ગુની નાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી Nykaa, આજે ભારતની સૌથી અમીર સેલ્ડ-મેડ મહિલા અબજોપતિ

    કંપનીએ જણાવ્યું છે કે આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે, પશ્ચિમ બંગાળના પંચલામાં નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે અને કોર્પોરેટ ઉદેશ્યો માટે કરશે. Tarsons Products લેબવેર (labware) પ્રોડક્ટ્સ બનાવે છે. જેનો ઉપયોગ વૈજ્ઞાનિક શોધને આગળ વધારવા માટે અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવા માટે થાય છે. માર્ચ 2021 સુધી કંપની પાસે આશરે 300 ઉત્પાદનોનો ડાયવર્સિફાઈ પ્રોડક્ટનો પોર્ટફોલિયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: