Tarsons Products IPO: 1,024 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે ખુલ્યો, પ્રાઇસ બેન્ડ 635-662 રૂપિયા

વધુ એક આઈપીઓ.

Tarsons Products IPO: ટારસન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ સબ્સક્રાઇબ માટે આજે ખુલ્યો છે. આ ઈશ્યૂ 17મી નવેમ્બર સુભી ખુલો રહેશે. આઈપીઓ મારફતે કંપનીની યોજના 1,024 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

  • Share this:
    મુંબઈ: Tarsons Products IPO: આ મહિને ભારતીય શેર બજારમાં આઈપીઓની હોડ લાગી છે. આજે એટલે કે 15મી નવેમ્બરના રોજ વધુ એક આઈપીઓ ખુલ્યો છે. ટારસન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ (Tarsons Products IPO open today) 15મીથી 17મી નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપની આઈપીઓ મારફતે 1024 કરોડ રૂપિયા (Tarsons Products IPO size) એકઠા કરશે. આ આઈપીઓમાં કંપની ફ્રેશ ઈશ્યૂ (Fresh issue) શેર જાહેર કરવાની સાથે સાથે ઑફર ફૉર સેલ હેઠળ કંપનીના વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાના શેર વેચશે. કંપનીએ ઇશ્યૂ માટે 635-662 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Tarsons Products IPO price band) નક્કી કરી છે. કંપનીએ આઈપીઓ ખુલ્યા પહેલા જ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 306 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.

    આઈપીઓ વિશે

    1,204 કરોડ રૂપિયાના ઈશ્યૂમાં કંપની 150 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. જ્યારે બાકીની કિંમતના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચવામાં આવશે. ઑફર ફૉર સેલ હેઠળ કુલ 1.32 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે. જે અંતર્ગત કંપનીના પ્રમોટર સંજીવ સેહગલ (Sanjive Sehgal) 3.9 લાખ ઇક્વિટી શેર, રોહન સેહગલ 3.1 લાખ ઇક્વિટી શેર વેચશે. કંપનીમાં રોકાણ કરનાર ક્લીયર વિઝન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ 1.25 કરોડ ઇક્વિટી શેર વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Lot size)

    ટારસન પ્રોડક્ટ્સના આઈપીઓમાં કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,564 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 635 રૂપિયાથી 662 રૂપિયા રાખી છે. રોકાણકાર ઓછામાં ઓછા 22 શેર માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે ઓછામાં ઓછું રોકાણ (22*662) 14,564 રૂપિયા થાય છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    કંપનીએ 1024 કરોડ રૂપિયામાંથી અડધો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટ્રસ (QII) માટે અનામત રાખ્યો છે. જ્યારે 15 ટકા હિસ્સો નૉન-ઇઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત રાખ્યો છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત છે. આઈપીઓથી મળનારા ફંડનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે, નવો પ્લાન્ટ સ્તાપવા માટે અને બીજા કોર્પોરેટ ઉદેશ્યોને પાર પાડવા માટે કરશે.

    આ પણ વાંચો: ₹0.35થી ₹143: આ મલ્ટીબેગર શેરમાં બે વર્ષમાં રૂ. 1 લાખનું રોકાણ બની ગયું 4 કરોડ રૂપિયા

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Tarsons Products IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે ટારસન્સ પ્રોડક્ટ્સનો શેર આજે ગ્રે માર્કેટમાં 200 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતો. આજે અનલિસ્ટેડ માર્કેટમાં એક શેર (662+200) 862 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર 26મી નવેમ્બરના રોજ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થાય તેવી સંભાવના છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    આનંદ રાઠીના જણાવ્યા પ્રમાણે કંપનીનો પ્રોફિટ માર્જિન ખૂબ સારો છે. જોકે, કંપનીની વેલ્યૂએશન વધારે લાગી રહી છે. રોકાણકારો લાંબાગાળાને ધ્યાનમાં રાખીને આઈપીઓમાં રોકાણ કરી શકે છે.

    ચોઈસ બ્રોકિંગનું કહેવું છે કે, "કોરોના મહામારી કાળમાં કંપનીની આવક અને નફો વધ્યો છે. જોકે, અમે એવું માનીએ છીએ કે વર્તમાન બિઝનેસ અને નફો ભવિષ્યમાં જેમનો તેમ રહે તેવી શક્યતા ઓછી છે. અમે આ આઈપીઓને સાવધાનીપૂર્વક ભરવાની સલાહ આપી રહ્યા છીએ."

    આ પણ વાંચો: શેર વેચવા પર એ જ દિવસે પૈસા કેમ નથી મળતા? Zerodha સ્થાપક નીતિન કામતે જણાવ્યું કારણ

    કંપનીનો બિઝનેસ

    ટારસન્સ પ્રોડક્ટ્સ લેબવેર પ્રોડક્ટ્સનું ડિઝાઈનિંગ, ઉત્પાદન કરે છે. જેની માંગ લેબોરેટરીઝ, રિસર્ચ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ફાર્માસ્યુટિકલ પેઢીએ અને હોસ્પિટલોમાં હોય છે. કંપની લેબવેરની અઢળક અને સારી ગુણવત્તાની વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: