તામિલનાડુની એક કિલો ચાની કિંમત રૂ. 16,400! જાણો આ 'સિલ્વર નીડલ' ચામાં શું છે ખાસ

સિલ્વર નીડલ વ્હાઈટ ચાની ફાઈલ તસવીર

Silver Needle White Tea: એક પ્રાઇવેટ ફેક્ટરીએ આંતરરાષ્ટ્રીય ચા હરાજીમાં એક કિલો સિલ્વર નીડલ વ્હાઇટ ટી પાઉડર માટે 16,400 રૂપિયાની બોલી લાગી છે. ઉલ્લેખનીય છે કે કૂનૂર ટી ટ્રેડ એસોસિએશને તાજેતરમાં જ એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય ચા હરાજી કાર્યક્રમ રાખ્યો હતો.

  • Share this:
તામિલનાડુનો (Tamilnadu) નીલગીરી જિલ્લો (Nilgiri) ચાના ઉત્પાદન માટે જાણીતો છે. અહીં થતી સિલ્વર નીડલ વ્હાઇટ ટી પાઉડરની (Silver Needle White Tea Powder) કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. નીલગીરી સ્થિત કૂનૂર જિલ્લાની એક પ્રાઇવેટ ફેક્ટરીએ આંતરરાષ્ટ્રીય ચા હરાજીમાં એક કિલો સિલ્વર નીડલ વ્હાઇટ ટી પાઉડર માટે 16,400 રૂપિયાની બોલી લાગી છે. ઉલ્લેખનીય છે કે કૂનૂર ટી ટ્રેડ એસોસિએશને (Coonoor Tea Trade Association) તાજેતરમાં જ એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય ચા હરાજી (Online international tea auction) કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ચા ઉત્પાદન કરતી ઘણી ફેક્ટરીઓએ ભાગ લીધો હતો.

ચા બોર્ડે આ કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઉપલક્ષમાં ઉત્સવ તરીકે કરાયું હતું. આ પ્રોગ્રામમાં સફેદ ચાની બોલી લગાવવામાં આવી હતી. આ ચાને કુનૂર બિલ્લીમલાઈ ટી એસ્ટેટની સિલ્વર નીડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરાજીમાં આ ચાની કિંમત 16,400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ હતી, જે દક્ષિણ ભારતમાં યોજાયેલી ચાની હરાજીનો રેકોર્ડ સ્તરનો ભાવ છે.

મહત્વનું છે કે, સફેદ ચા માટે ચાના પાંદડાને સૂર્ય ઉગે તે પહેલાં તોડવામાં આવે છે. 10 એકરના ખેતરમાંથી માત્ર 5 કિલો સફેદ ચાના પાંદડા ઉપલબ્ધ થાય છે. આ પાંદડા સતત એક જ તાપમાન પર પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ 1 કિલો સોલ્વર નીડલ અથવા સફેદ ચા મળે છે.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

જેથી આ ચા ખાસ છે અને તેને બજારમાં વધુ ભાવ મળે છે. હરાજીમાં ફક્ત 4 કિલો વ્હાઇટ ટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે નિકાસ માટે અનામત રાખવામાં આવી હતી. તમિલનાડુનો નીલગીરી જિલ્લો ચાના ઉત્પાદનમાં અવ્વલ છે અને અહીં ચા પાઉડરના વિવિધ પ્રકાર ઉગાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

જેમ કે ગ્રીન લીવ્સ, ઓર્થોડોક્સ ટી, ગ્રીન ટી, સિલ્વર નીડલ ટી. આ જિલ્લામાં માત્ર ચાના ઉત્પાદન માટે સરકારી કારખાનાઓ જ નહીં, પરંતુ સેંકડો ખાનગી કંપનીઓ પણ તેમનો ધંધો કરી રહી છે.નીલગીરી જિલ્લામાં ચણા ઉત્પાદન સાથે 60 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો ચાનું ઉત્પાદન કરીને હરાજી માટે કૂનૂર સ્થિત ટી ઓક્શન સેન્ટર લઇ જાય છે.
First published: