Home /News /business /Tamiland Mercantile Bankના શેરનું ફ્લેટ લિસ્ટિંગ, ગાજ્યો તેવો વરસ્યો નહીં; હવે તમારે શું કરવું?

Tamiland Mercantile Bankના શેરનું ફ્લેટ લિસ્ટિંગ, ગાજ્યો તેવો વરસ્યો નહીં; હવે તમારે શું કરવું?

ગાજ્યો તેવો વરસ્યો નહીં, દેશની 100 વર્ષ જૂની બેંકના શેરનું ફ્લેટ લિસ્ટિંગ.

tamilnad mercantile bank share: દેશની 100 વર્ષ જૂની પ્રાઈવેટ સેક્ટર બેંકના આઈપીઓનું આજે લિસ્ટિંગ થયું. જોકે આ લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે. આ આઈપીઓ અઢ ગણો વધારે સબ્સ્ક્રાઈબ થયો હતો પરંતુ જેટલો ગાજ્યો તેટલો વધુ વરસ્યો નહીં. 500-525 પ્રાઈસ બેન્ડ ધરાવતો આઈપીઓના શેરને લિસ્ટિંગના દિવસે માર્કેટમાં નીરસ રિસ્પોન્સ મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી પર ફ્લેટ ઓપન થયો હતો.

વધુ જુઓ ...
જો તમે તમિલનાડ મર્કન્ટાઇલ બેંકના આઇપીઓ (Tamiland Mercantile Bank IPO)માં રોકાણ કર્યુ હતું તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમિલનાડ મર્કન્ટાઇલ બેંકના શેર્સનું લિસ્ટિંગ (Share Listing) 15 સપ્ટેમ્બરે એટલે કે આજે થયું છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, Tamiland Mercantile Bankના શેરોનું લિસ્ટિંગ સામાન્ય પ્રીમિયમ પર થવાની શક્યતા હતી. જોકે હાલ શેરે ફ્લેટ ડેબ્યું કર્યું છે. બીએસઈ સેન્સેક્સ પર શેર 510 અને એનએસઈ પર 495 રુપિયામાં ટ્રેડ થઈ રહ્યો છે. તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકના ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ (Issue Price) 500-525 રૂપિયા હતો.

આ પણ વાંચોઃ માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

શેમાં થશે ફંડનો ઉપયોગ


Tamiland Mercantile Bankના 831.6 કરોડ રૂપિયાનો ઇશ્યૂ જાહેર કર્યો હતો. આપને જણાવી દઇએ કે આ ઇશ્યૂ સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ હતો. આ ફંડનો ઉપયોગ ભવિષ્યની વ્યાવહારિક મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ટીયર-1 કેપિટલ બેઝ વધારવા માટે કરવામાં આવશે.

2.86 ગણો સબ્સક્રાઇબ થયો હતો બેંકનો ઇશ્યૂ


Tamiland Mercantile Bankનો ઇશ્યૂ 5 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 7 સપ્ટેમ્બરે બંધ થયો હતો. બેંકનો ઇશ્યૂ 2.86 ગણો સબ્સક્રાઇબ થયો હતો. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રીઝર્વ ભાગમાં 6.48 ગણુ સબ્સક્રિપ્શન થયું હતું. નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો ભાગ 2.94 ગણો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો ભાગ 1.62 ગણો ભરાયો હતો.

આ પણ વાંચોઃ આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

શું હતી એક્સપર્ટ્સને આશા?


આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના ઇક્વિટી રીસર્સ હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે શેરોનું લિસ્ટિંગ માર્જીનલ પ્રીમિયમ પર થશે, કારણ કે આ ઇશ્યૂને રોકાણકારો તરફથી નબળી પ્રતિક્રિયા મળી હતી.”

હેમ સિક્યોરિટીઝના સીનિયર રીસર્ચ એનાલિસ્ટ આસ્થા જૈન અને સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના સીનિયર રીસર્ચ એનાલિસ્ટા આયુષ અગ્રવાલે પણ Tamiland Mercantile Bankની ફ્લેટ લિસ્ટિંગની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માના રોકાણવાળી કંપનીનો IPO 15 સપ્ટેમ્બરે ખુલશે, શું તમારે રોકાણ કરવું જોઈએ?

એક્સપર્ટ્સનું કહેવું છે કે, ગ્રે મોર્કેટમાં પ્રીમિયમ ઓછું થવાથી પણ લિસ્ટિંગ પર્ફોમન્સ નબળું રહી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં Tamiland Mercantile Bankના અનલિસ્ટેડ શેર 2.5-3 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, IPO News, Stock market

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन