Home /News /business /Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનો IPO સોમવારે ખુલશે, શું તમારે ભરવો જોઈએ?

Tamilnad Mercantile Bank IPO: દેશની સૌથી જૂની પ્રાઈવેટ બેંક પૈકી એક તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક (TMB)ની ઈનીશિયલ પબ્લિક ઓફર (IPO) સોમવાર 5 સપ્ટેમ્બરે ખૂલી રહી છે. તેમજ આ આઈપીઓ 7 સપ્ટેમ્બર બુધવારના દિવસે બંધ થશે. આ આઈપીઓમાં તમારે રુપિયા લગાવવા જોઈએ કે નહીં તે સમજવા માટે આ 10 જરુરી વાત સમજી લો.

વધુ જુઓ ...
  મુંબઈઃ દેશની સૌથી જૂની પ્રાઈવેટ બેંકમાંથી એક તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક (TMB)ની ઈનિશિયલ પબ્લિક ઓફર સોમવાર 5 સપ્ટેમ્બરના દિવસે ઓપન થશે અને ત્રણ દિવસ ઓપન રહેશે. તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક આ આઈપીઓ દ્વારા લગભગ 832 કરોડ રુપિયાનું ભંડોળ એકઠું કરવા માગે છે. લગભગ 3 મહિના સુધી બ્રેક લાગ્યા બાદ આઈપીઓ માર્કેટમાં પાછલા 3 મહિનામાં આવવાવાળો આ ત્રીજો આઈપીઓ છે. આ પહેલા બે આઈપીઓ સિરમા એસજીએસ ટેક્નોલોજી (Syrma SGS Technology) ડ્રીમફોક્સ સર્વિસિઝ (DreamFolks Services)ને રોકાણકારોનો મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને બંને આઈપીઓ ક્રમશઃ 32.6 ગાણા અને 56.7 ગણા ભરાયા હતા.

  પતંજલી ફૂડ્સના શેરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો, એક્સપર્ટ્સે કહ્યું હજુ 43 ટકા વધી શકે

  ક્યાર સુધી ઓપન રહેશે TMBનો આઈપીઓ?

  તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનો આઈપીઓ સોમવારે 5 સપ્ટેમ્બરે ખુલશે અને 3 દિવસ એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ બુધવારે બંધ થશે.

  પ્રાઈસ બેન્ડ

  તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકે પોતાના શેર માટે 500-525 રુપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે અને તે આ ઈશ્યુ દ્વારા લગભગ 832 કરોડ રુપિયા એકઠા કરવા માગે છે. આ આઈપીઓ દ્વારા એકઠાં કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ભવિષ્યમાં કેપિટલની જરુરિયાતો પૂરી કરવા અને ટિયર-1 ભંડોળને વધારવા માટે કરવામાં આવશે.

  કેટલી હશે લોટની સાઈઝ

  આ આઈપીઓ દ્વારા 28 શેરનો લોટ સાઇઝ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે છૂટક રોકાણકારોએ અપર પ્રાઈસ બેન્ડ અનુસાર 14700 રુપિયાનું રોકાણ કરવું પડશે.

  Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

  IPOના વેલ્યુએશન પર શું છે એક્સપર્ટ્સની સલાહ?

  એજકોન ગ્લોબલ (Ajcon Global) એ એક નોટમાં કહ્યું કે, 'અપર પ્રાઈસ બેન્ડ પર તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના IPOનું વેલ્યુએશન તેના પોસ્ટ આઈપીઓ બુક વેલ્યુના 1.35 ગણું છે, જોકે તે બેંકના મજબૂત ફંડામેન્ટલને જોતા સારું છે.'

  રોકાણકાર તરીકે તમારે શું કરવું?

  એજકોન ગ્લોબલે બેંકના મજબૂત ફંડામેન્ટલ, વફાદાર કસ્ટમર બેઝ, બેંક દ્વારા સર્વિસ ફ્રેમવર્કમાં સુધાર પર ફોકસ, તમિલનાડુમાં બેંકની મજબૂત ઉપસ્થિતિ અને સતત વધી રહેલા ડિપોઝિટ બેઝને જોતા આ આઈપીઓને સબ્સક્રાઈબ કરવાની ભલામણ કરી છે.

  બેંકની આર્થિક હાલત

  તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકની નાણાકીય હાલતની વાત કરીએ તો તેનો ગ્રોસ એનપીએ નાણાકીય વર્ષ 2022માં વાર્ષિક આધારે 3.44 ટકા સુધરીને 1.69 ટકા અને નેટ એનપીએ 1.98 ટકાથી 0.95 ટકા પર આવી ગયો છે. બેંકના કરન્ટ ખાતા અને સેવિંગ ખાતામાં ડિપોઝિટનો રેશિયો CASO Ratio પણ સુધરીને વાર્ષિક આધારે નાણાકીય વર્ષ 2021-22માં 28.52 ટકાથી 30.5 ટકા થઈ ગયો છે. તેમજ બેંકના પ્રોફિટની વાત કરીએ તો તેનો નેટ પ્રોફિટ વાર્ષિક આધારે 36 ટકા ઉઠળીને 821.91 કરોડ રુપિયા પર પહોંચી ગયો છે અને વ્યાજથી થનારી નેટ આવક 18 ટકા ઉછળીને 1815.23 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

  ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

  Tamilnad Mercantile Bank IPO GMP Today

  બજારના જાણકારો અનુસાર તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના શેરનો શુક્રવારે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ભાવ 31થી 35 રુપિયા હતો.

  બેંક વિશે જાણકારી

  તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લગભગ 100 વર્ષ જૂની બેંક છે અને તેની સ્થાપના 1921માં થઈ હતી. આ બેંક માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઈઝ (MSMEs), ખેડૂતો અને રિટેલ ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સર્વિસ આપે છે. 31 માર્ચ 2022 સુધીના ઉપલબ્ધ આંકડા મુજબ બેંકની કુલ 509 બ્રાન્ચ અને 50.8 લાખ ગ્રાહક હતા. તમિલનાડુમાં જ બેંકની 369 બ્રાન્ચ આવેલી છે આ ઉપરાંત બેંક દેશના 15 અન્ય રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ બ્રાન્ચ ધરાવે છે.

  આ રીતે 'ગોલ સેટ' કરીને રોકાણ કરશો તો લક્ઝરી બંગલો અને કાર ખરીદવા સહેલા થઈ જશે

  શેરનું એલોટમેન્ટ અને લિસ્ટિંગની તારીખ

  તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના IPOમાં શેરનું એલોટમેન્ટ 12 સપ્ટેમ્બરે થશે અને બીએસઈ તેમજ એનએસઈ પર લિસ્ટિંગ 15 સપ્ટેમ્બર થઈ શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, IPO launched, IPO News, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन