Home /News /business /આજે ખુલી રહ્યો છે 100 વર્ષ જૂની પ્રાઈવેટ બેંકનો IPO, જાણો તમારે ભરવો જોઇએ કે નહીં?

આજે ખુલી રહ્યો છે 100 વર્ષ જૂની પ્રાઈવેટ બેંકનો IPO, જાણો તમારે ભરવો જોઇએ કે નહીં?

આજે ખુલી રહ્યો છે આ બેંકનો IPO, જાણો તમારે ખરીદવો જોઇએ કે નહીં?

Tamilnad Mercantile Bank IPO: આજે ખુલી રહ્યો છે દેશની 100 વર્ષથી પણ જૂની પ્રાઈવેટ બેંકનો આઈપીઓ ત્યારે તેની કિંમત, આર્થિક સ્થિતિ અને ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે નિષ્ણાતો પાસેથી જાણીએ કે તમારે શું કરવું જોઈએ રોકાણ કરવું જોઈએ કે નહીં.

વધુ જુઓ ...
તમિલનાડ મર્કન્ટાઇલ બેંકનો આઈપીઓ (Tamilnad Mercantile Bank IPO) 5 સપ્ટેમ્બર, સોમવારે એટલે કે આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. બેંકે આ પહેલા શેરના વેચાણથી રૂ. 825 કરોડ સુધી ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ દરમિયાન બેંકે રવિવારે જણાવ્યું હતું કે, બેંકર કૃષ્ણન સંકરાસુબ્રમણ્યમે તાત્કાલિક અસરથી તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (managing director and Chief Executive Officer Krishnan Sankarasubramaniam) તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે તેના ઇશ્યૂ પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. 363 કરોડથી થોડી વધારે રકમ એકત્રિત કરી છે. બીએસઈ (BSE)ની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એન્કર રોકાણકારોને 510 રૂપિયાના ભાવે 71.28 લાખ ઇક્વિટી શેર ફાળવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ટ્રાન્ઝેક્શનનું કદ વધીને 363.5 કરોડ રૂપિયા થઈ ગયું છે.

IT સ્ટોકે 1 લાખ રુપિયાના 1.8 કરોડ કર્યા અને પાંચવાર બોનસ પણ આપ્યું, નિષ્ણાતોએ કહ્યું આ રીતે મલ્ટિબેગર ખરીદી ધીરજથી બેસી જાવ

આ છે આઈપીઓના સબસ્ક્રિપ્શન તારીખ

થુથુકુડી સ્થિત તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક આઈપીઓ સબ્સ્ક્રિપ્શન 5 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ ભવિષ્યની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટિયર-1 કેપિટલ બેઝને વધારવા માટે કરવામાં આવશે.

આટલો ભાગ છે રીઝર્વ

એક્સિસ કેપિટલ, મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓ માટે રજિસ્ટ્રાર છે. ઇશ્યૂનો 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે, 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અને બાકીનો 10 ટકા હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રીઝર્વ રાખવામાં આવ્યો છે.

સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

પ્રાઇઝ બેન્ડ અને લોટ સાઇઝ

તમિલનાડ મર્કન્ટાઇલ બેન્કે આઈપીઓ માટે શેર દીઠ રૂ. 500-525ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જે શેર્સના સંપૂર્ણપણે નવા ઇશ્યૂ છે. જેનો અર્થ એ થયો કે આ આવક કંપનીને મળશે. રોકાણકારો તમિલનાડ મર્કન્ટાઈલના શેર માટે 28ના ગુણાંકમાં બોલી લગાવી શકશે, જેમાં એક લોટની કિંમત 14,000-14,700 રૂપિયા છે.

નાણાંકીય સ્થિતિ

એક્સિસ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકનો ચોખ્ખો નફો માર્ચ 2020થી માર્ચ 2022માં પૂરા થયેલા વર્ષોની વચ્ચે લગભગ 42 ટકાના સીએજીઆર પર વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની થાપણો 7.9 ટકાની સમાન સરેરાશની તુલનામાં 10.5 ટકાના સીએજીઆર પર વધી હતી અને એડવાન્સિસમાં 9.9 ટકાનો વધારો થયો હતો.

ગ્રે માર્કેટ પ્રીમિયમ

બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, આજે ગ્રે માર્કેટમાં તમિલનાડ મર્કન્ટાઇલ બેન્કના શેર 34 રૂપિયાના પ્રીમિયમ (જીએમપી) પર ઉપલબ્ધ છે. કંપનીના શેર ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2022ના રોજ સ્ટોક એક્સચેંજ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થવાની સંભાવના છે.

PSU સ્ટોક્સમાં આવી શકે છે જોરદાર તેજી, બેંકિંગ અને પાવર શેરોમાં થશે બંપર કમાણી

દેશની સૌથી જૂની બેંકો પૈકી એક

આ બેંક લગભગ 100 વર્ષનો ઇતિહાસ ધરાવતી ભારતની સૌથી જૂની સેક્ટર બેંકોમાંની એક છે. શરૂઆતમાં તેની રચના 11 મે, 1921ના રોજ થઇ હતી અને તેને નાદર બેંક લિમિટેડ તરીકે કરવામાં આવી હતી અને 1962માં તેનું નામ બદલીને તમિલનાડ મર્કન્ટાઈલ બેંક લિમિટેડ કરવામાં આવ્યું હતું.

આ બેંક 509 શાખાઓનું સંચાલન કરે છે, જેમાંથી 369 શાખાઓ ગૃહ રાજ્ય તમિલનાડુમાં છે, જે 70 ટકાથી વધુ વ્યવસાય મેળવે છે અને બાકીની શાખાઓ 15 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે.

શું તમારે ખરીદવો જોઇએ IPO?

સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ આયુષ અગ્રવાલે તેને 'અવોઇડ' ટેગ આપતા જણાવ્યું હતું કે, "અનિશ્ચિત કાનૂની પડકારો અને મેનેજમેન્ટના લાંબાગાળાના પ્રદર્શન અંગે સંપૂર્ણ સ્પષ્ટતાનો અભાવ અમને આ આઇપીઓમાં ખાસ રૂચિ દર્શાવવા યોગ્ય લાગતો નથી. એ નોંધવું અગત્યનું છે કે મેનેજમેન્ટની ગુણવત્તા કોઈ પણ બેન્કિંગ અથવા ફાઇનાન્સ કંપની માટે સર્વોપરી છે. આમ અમે રોકાણકારોને હાલની સૂચિબદ્ધ બેંકો તરફ જવાનું સૂચન કરીએ છીએ, જ્યાં મેનેજમેન્ટનો ટ્રેક રેકોર્ડ અને બહુવિધ ક્રેડિટ ચક્ર દરમિયાન કામગીરી સારી છે.”

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, IPO News, Nifty 50

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन