આયાત ડ્યૂટીને લઈ અમેરિકા-ભારત વચ્ચે આગામી અઠવાડિયે જીનિવામાં બેઠક

News18 Gujarati
Updated: July 10, 2018, 7:09 PM IST
આયાત ડ્યૂટીને લઈ અમેરિકા-ભારત વચ્ચે આગામી અઠવાડિયે જીનિવામાં બેઠક
News18 Gujarati
Updated: July 10, 2018, 7:09 PM IST
દિલ્હીઃ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારે આયાત ડ્યૂટીને લઈ ભારત અને અમેરિકા વચ્ચે આગામી અઠવાડિયે જીનિવામાં બેઠક યોજાશે. આ બેઠકમાં વિશ્વ વેપાર સંગઠનમાં વિવાદનો ઉકેલ લાવવા સમાધાનની ચર્ચા કરવામાં આવશે. આયાત ડ્યૂટી લગાવવાના અમેરિકાના આ પગલા સામે ભારતે ડબ્લ્યુટીઓમાં વિરોધ નોંધાવ્યો હતો.

અમેરિકા 19 અને 20 જુલાઈના રોજ જીનિવામાં એ બધા જ દેશો સાથે ચર્ચા કરશે, જેમની તરફથી આયાત ડ્યૂટી લગાવાને કારણે પડી રહેલી મુશ્કેલી જણાવવામાં આવી હોય. આવા દેશોમાં ભારત, નોર્વે, ચીન અને રુસ સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે. ભારત વતીથી વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. અમેરિકાએ સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. મે મહિનામાં ભારતે અમેરિકાએ લગાવેલી ડ્યૂટી વિરુદ્ધ ડબ્લ્યુટીઓમાં ફરિયાદ નોંધાવી હતી.

ભારતનું એવું કહેવું છે કે આ પગલાથી અમેરિકામાં નિકાસ કરાતાં ઉત્પાદનો પર અસર પડશે, જે ગ્લોબલ ટ્રેડ નિયમોને અનુકૂળ નહિ હોય. ડબ્લ્યુટીઓના વિવાદની સમાધાનપ્રક્રિયા હેઠળ આ પ્રથમ પગલું છે. જો બંને પક્ષો વચ્ચે પરસપર સહમતિ ન બની તો ભારત ડબ્લ્યુટીઓમાં આ વિવાદમાં સમાધાન લાવવા પેનલ દ્વારા કેસની સમીક્ષાની વિનંતી કરી શકે છે. ભારત દર વર્ષે 1.5 અબજ ડોલરનાં સ્ટીલ અને એલ્યુમિનિયમનાં ઉત્પાદનો અમેરિકાને વેચે છે.

જી-20 દેશોએ ઉઠાવ્યાં વ્યાપાર-પ્રતિરોધક 39 પગલાં

ભારત અને અમેરિકા સહિત જી-20 સભ્યના દેશોએ 15 ઑક્ટોબર, 2017થી 15 મે, 2018 સુધીના સાત મહિના દરમિયાન 39 વ્યાપાર-પ્રતિરોધક પગલાં લીધાં હતાં. આમાં આયાત ડ્યૂટી અને કરમાં વધારો તેમ જ કસ્ટમ સંબંધિત પ્રક્રિયાને સખત કરવા જેવાં પગલાંનો સમાવેશ થાય છે. એક વર્ષ પહેલાંની સરખામણીમાં આવાં પગલાંઓની સંખ્યામાં બમણો વધારો થયો હતો. ડબ્લ્યુટીઓના અહેવાલમાં આ બાબત સામે આવી છે. આ સમયગાળા દરમિયાન જી-20 દેશો દ્વારા વેપારને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ 47 પગલાં લેવાયાં હતાં. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન, ફ્રાન્સ, બ્રિટન, યુરોપિયન યુનિયન, જર્મની, જાપાન, કોરિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો પણ તેના સભ્યો દેશોમાં સમાવેશ થાય છે.
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...