ભારતને પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત, જે હજુ સુધી નથી થયું : અભિજીત બેનર્જી

News18 Gujarati
Updated: May 5, 2020, 10:10 AM IST
ભારતને પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત, જે હજુ સુધી નથી થયું : અભિજીત બેનર્જી
રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં અભિજીત બેનર્જીએ કહ્યું કે, સરકાર લોકોને આર્થિક મદદ કરે, દેવું પણ કરે માફ

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં અભિજીત બેનર્જીએ કહ્યું કે, સરકાર લોકોને આર્થિક મદદ કરે, દેવું પણ કરે માફ

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે અને અર્થવ્યવસ્થા (Economy)નો વિકાસ થંભી ગયો છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે નોબલ વિજેતા અભિજીત બેનર્જી (Abhijit Banerjee) સાથે ખાસ વાત કરી. આ દરમિયાન બંનેએ અર્થવ્યવસ્થા સામેના પડકારો, કોરોના સંકટથી બહાર આવવાને લઈ મંથન કર્યું. નોબલ વિજેતા અભિજીત બેનર્જીએ આ દરમિયાન સલાહ આપી કે લોકોના હાથમાં રોકડ પહોંચાડવાની જરૂર છે, એવામાં હાલના સમયમાં લોનને માફ કરવી જોઈએ અને રોકડની મદદ આપવી જોઈએ. અભિજીત બેનર્જીએ કહ્યું કે, ભારતને પ્રોત્સાહન પેકેજની જરૂર છે, જે હજુ સુધી નથી થયું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, યૂપીએ સરકારે ઘણી સારી નીતીઓ લાગુ કરી હતી, પરંતુ હવે સરકાર તેને અહીં લાગુ નથી કરી રહી. યૂપીએ સરકારે જે આધાર જેવી યોજનાને લાગુ કરી હતી, આ સરકારે પણ તેને યોગ્ય ગણાવી અને તેની પર જ કામ કર્યું. તેઓએ કહ્યું કે આજના સમયમાં આ પ્રકારની સુવિધા ઘણી ઉપયોગી પુરવાર સાબિત થઈ શકતી હતી, પરંતુ એવું ન થઈ શક્યું. તેનો અર્થ છે કે દેશવ્યાપી યોજના લાગુ ન થઈ શકી.

આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાના ગૃહ રાજ્ય જવા માંગતા લોકો અહીં કરાવે રજિસ્ટ્રેશન

અભિજીત બેનર્જી સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, કોવિડ, લૉકડાઉનનું ગરીબો પર શું અસર થશે? UPA શાસનકાળ દરમિયાન એક નીતિગત માળખું હતું પરંતુ હવે એવું નથી દેખાઈ રહ્યું. તેના જવાબમાં અભિજીત બેનર્જીએ કહ્યું કે, વાસ્તવિક સમસ્યા એ છે કે યૂપીએ દ્વારા લાગુ કરવામાં આવેલી નીતિઓ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. સ્પષ્ટ છે કે યૂપીએની નીતિઓ ભવિષ્યમાં ઉપયોગી થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે રોકડની મુશ્કેલી જોઈ, બેંકોની સાથે અનેક પ્રકારના પડકાર હશે અને નોકરી બચાવવી મુશ્કેલ હશે. તેની પર અભિજીતે કહ્યું કે, એ બિલકુલ સાચું થવા જઈ રહ્યું છે. એવામાં દેશમાં આર્થિક પેકેજની જરૂર છે. અમેરિકા-જાપાન જેવા દેશોએ આવું કર્યું છે. પરંતુ આપણે ત્યાં નથી થયું. નાના ઉદ્યોગોની મદદ કરવી જોઈએ, આ ક્વાર્ટરના વ્યાજની ચૂકવણી માફ કરી દેવી જોઈએ.

આ પણ વાંચો, NAM Summitમાં PM મોદીએ કહ્યું, કોરોના મહામારીમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે આતંકવાદનો વાયરસ
First published: May 5, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading