ક્રેડિટ કાર્ડ પર લોન લેવા માંગો છો? આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

ક્રેડિટ કાર્ડ પર લોન લેવા માંગો છો? આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
પ્રતિકાત્મક તસવીર

આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ સામાન્ય બન્યો છે. મોટાભાગના લોકોએ હવે તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તે જરૂરિયાતના સમયે પૈસાની તંગીને પૂર્ણ કરે છે.

 • Share this:
  નામની જેમ જ ક્રેડિટ કાર્ડ એટલે કે જે તમને ક્રેડિટ આપે તેવું કાર્ડ. ક્રેડિટ કાર્ડ બેંક દ્વારા આપવામાં આવતી લોન જેવી જ એક સુવિધા છે, જેમાં તમે પહેલા પૈસા ખર્ચ કરી શકો છે અને પછીથી પરત ચૂકવણી કરી શકો છો. તમે ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન અથવા ઓફલાઇન બંને પ્રકારે ચૂકવણી કરી શકો છો. આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ સામાન્ય બન્યો છે. મોટાભાગના લોકોએ હવે તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તે જરૂરિયાતના સમયે પૈસાની તંગીને પૂર્ણ કરે છે.

  જોકે, ક્રેડિટ કાર્ડ એક ખર્ચાળ સાધન પણ છે. કારણ કે, તેના પર બેંક વાર્ષિક 35થી 40 ટકાના દરે વ્યાજ વસૂલે છે. તેથી જો તમે પહેલાથી જ ક્રેડિટ કાર્ડ પર ઉધાર લીધું હોય અથવા લેવાનું વિચારતા હોવ, તો તમારે વ્યાજદર, લેટ ફી, પેનલ્ટી સહિતની અનેક બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે.  જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે બેંકો ક્રેડિટ કાર્ડ પર પણ લોન સર્વિસ આપે છે. આ લોન પર્સનલ લોન જેવી જ હોય છે. વિવિધ બેન્કો તેમના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર લોન પ્રદાન કરે છે.

  આ પણ વાંચો - Valentine Day : આ રીતે શરૂ કરો જીવનસાથી સાથે ભવિષ્યનું નાણાંકીય આયોજન, આર્થિક મુશ્કેલી દુર જ રહેશે

  સમયસર પૈસા ન ચૂકવો તો?

  જો તમે સમયસર લોનના પૈસા ભરવા માટે સમર્થ નહીં હો, તો તમારી ટોપ-અપ લોન લેવાની સંભાવના ઓછી થઈ જશે. સમયસર ચૂકવણી ન કરવાથી તમારો સિબિલ(CIBIL) સ્કોર ખરાબ થઈ શકે છે.

  ચૂકવણી ડિફોલ્ટ થાય તો?

  જો તમે 2 ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલી લોનના હપ્તા સમયસ નહીં ચૂકવી શકો, તો તે ડિફોલ્ટ માનવામાં આવશે. સમયસર EMI ન ભરવાથી કાર્ડ ધારકના ક્રેડિટ સ્કોર પર વધુ ખરાબ અસર પડે છે. તેથી, લોનના હપ્તાને સમયસર પરત કરો. ડિફોલ્ટ થવા પર પેનલ્ટી સહિતના અનેક ચાર્જિસ બેંકો દ્વારા લાદવામાં આવે છે.

  આ પણ વાંચોSpiceJetએ શરૂ કરી 26 ડોમેસ્ટિક ફ્લાઈટ, અમદાવાદથી પણ અનેક ફ્લાઈટો શરૂ

  પ્રોસેસ ચાર્જ ધ્યાનમાં રાખવું આવશ્યક છે

  જ્યારે ક્રેડિટ કાર્ડ માટે લોનનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે, ત્યારે લોનની રકમ પર પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડની લોન માટેની પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે 1-5% હોય છે. લોનનો સમયગાળો કાર્ડ ધારક પસંદ કરી શકે છે. પરંતુ, મહત્તમ ટાઈમ લિમિટ 24 માસ છે. જોકે તેમાં પ્રી-ક્લોઝરની સુવિધા પણ હોય છે. પરંતુ, તેના માટે તમારે વધારે ચાર્જ પણ ચૂકવવો પડશે.

  રેકોર્ડ સારો હોવો જોઈએ

  ક્રેડિટ કાર્ડ ધારકોને કટોકટીની સ્થિતિમાં પ્રિ-એપ્રુવ્ડ લોન સરળતાથી મળે છે. પરંતુ આ માટે તમારો રેકોર્ડ સારો હોવો જોઈએ. જ્યારે તમે સમયસર જૂનાં બિલ ચૂકવશો, તો જ તમારો ટ્રેક રેકોર્ડ સારો બોલાશે અને લોન સરળતાથી મળશે. પ્રિ-એપ્રુવ્ડ લોનમાં કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશન નથી હોતું. તેથી જ શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા કરવામાં આવે છે. ક્રેડિડ કાર્ડ પર લોન થોડા કલાકોમાં ઉપલબ્ધ થાય છે.
  Published by:kiran mehta
  First published:Invalid date