મુંબઈ: એક નાના રોકાણકાર માટે SIP (Systematic investment plan) પોતાના નાણાકીય લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સૌથી સારો ઉપાય છે. હું આ વાતને વધારીને નથી જણાવી રહ્યો. મોટાભાગના લોકો નિયમિત રોકાણનો અનુભવ મેળવવા માટે એક નાની રકમ રૂ. 5000 કે રૂ. 0,000 પ્રતિ માસથી શરૂઆત કરે છે. પરંતુ જેમ તમે જાણો જ છો માત્ર રૂ. 5000-10000 પ્રતિ માસનું રોકાણ (Investment) કરવાથી તમે તમારા નાણાકીય લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં. તો તમારે તમારી યોગ્ય માસિક SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) કઇ રીતે નક્કી કરવી જોઇએ?
તમારા સરપ્લસનું રોકાણ કરો
આ વાતને સમજવા એક ઉદાહરણ લઇએ. માની લો કે તમે 35 વર્ષના છો અને તમારી સેલેરી દર મહિને 1.25 લાખ રૂપિયા છે. તમે અને તમારી કંપની દર મહિને EPFમાં કુલ રૂ. 10,000નું યોગદાન આપો છો. તમારો નિયમિત માસિક ખર્ચ રૂ. 75,000 છે અને તેથી તમે દર મહિને સરપ્લસમાંથી રૂ. 50,000નુ રોકાણ કરી શકો છો. આ સરપ્લસમાંથી તમે માત્ર એસઆઇપીમાંથી દર મહિને રૂ. 10,000નું રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું અને બાકીના પૈસા રેન્ડમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પાર્ક કરી રહ્યા હતા.
અહીં અમુક ઉદ્દેશ્ય આપેલા છે જેને તમે ટાર્ગેટ કરી શકો છો
- ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ (5 વર્ષ બાદ રૂ.15 લાખ). - દીકરીના ઉચ્ચ ભણતર માટે (14 વર્ષ બાદ રૂ.50 લાખ) - રિટાયરમેન્ટ (25 વર્ષ બાદ રૂ.5 કરોડ)
અમુક નાણાકીય યોજનાઓની ગણતરી કરીને તમે જાણશો કે તમારે રોકાણ કરવાની જરૂર છે.
- ઘરની ખરીદી માટે તમારા 15 લાખ રૂપિયાના ડાઉનપેમેન્ટ માટે જમા કરવા માટે 5 વર્ષ માટે 75-100 ટકા દેણામાં રૂ. 19000-21000 પ્રતિ માસ.
- 60:40 ઇક્વિટીમાં પ્રતિ માસ રૂ. 14000-15000, દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે 50 લાખ જમા કરવા માટે 14 વર્ષનું દેવું.
- 60:40 ઇક્વિટીમાં પ્રતિ માસ 42000-43000 રૂપિયા, તમારા રિટાયરમેન્ટ માટે 5 કરોડ રૂપિયા જમા કરવા માટે 25 વર્ષનું દેવું. (નોંધઃ સરળતા માટે અનુમાન લગાવ્યું છે કે કોઇ વર્તમાન રોકાણ નથી.)
તો કુલ મળી તમારે તમારા નક્કી કરેલા સમયગાળામાં નાણાકીય ઉદ્દેશ્યનો મેળવવા માટે માસિક રૂ.75,000-79,000નું રોકાણ કરવાની જરૂર પડશે. પરંતુ હવે એક નાની એવી સમસ્યા છે.
રિવર્કિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ
ઉપલબ્ધ સરપ્લસ માત્ર રૂ. 50,000 છે અને તમારે રૂ. 75,000ની જરૂરિયાત છે. સ્વાભાવિક રીતે જ તમે તમારા સરપ્લસથી વધુ રોકાણ ન કરી શકો. ખરું? છતા પણ તે હજુ યોગ્ય છે. તમે શું કરી શકો છો, તમારી પાસે હાલ જે પણ તેમાંથી રોકાણ શરૂ કરી શકો છો. એટલે કે રૂ.50,000માંથી.
- હાઉસ ડાઉન પેમેન્ટ માટે રૂ. 20,000 પ્રતિ માસ
- દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 15,000 પ્રતિ માસ
- બાકીના રૂ. 15,000 રિટાયરમેન્ટ માટે પ્રતિ માસ. તમે પહેલાથી જ રૂ. 10,000 ઇપીએફ દ્વારા રોકી રહ્યા છો. તો કુલ રૂ. 25,000 હવે રિટાયરમેન્ટમાં જઇ રહ્યા છે.
તમે અહીં જોઇ શકો છો કે તમે ઘરની ખરીદી અને પુત્રીના અભ્યાસ માટેના લક્ષ્યો પૂરા કરવા પૂરતું ભંડોળ ફાળવી રહ્યા છો. પરંતુ તમે હજુ પણ રિટાયરમેન્ટને અંડરફંડ કરી રહ્યા છો. તેના માટે દર મહિને રૂ. 42000-43000ના રોકાણની જરૂર છે અને તમે દર મહિને માત્ર રૂ. 25000નું યોગદાન આપો છો. પરંતુ ચિંતા ન કરો.
યાદ છે, તમારો ઘર ખરીદવાનો ઉદ્દેશ્ય માત્ર 5 વર્ષ માટે છે. તો તે ઉદ્દેશ્ય પૂર્ણ થયા બાદ, પાંચ વર્ષ પછી ઘરની ખરીદી માટે જતી રકમ (રૂ.20,000) હવે મુક્ત થઇ જશે. પરંતુ અહીં યાદ રાખો કે તમારી હોમ લોન અને ઇએમઆઇ શરૂ થઇ જશે. તો આપણે તે સરપ્લસ વાપરી શકશું નહીં.
તમારી પુત્રીના ઉચ્ચ અભ્યાસનો ઉદ્દેશ્ય 14 વર્ષે પૂર્ણ થશે. ત્યારે રિટાયરમેન્ટમાં તમારી પાસે હજુ પણ 11 વર્ષ બાકી હશે. તો તમારી પુત્રીના અભ્યાસ માટે વપરાતા પૈસા હવે બચશે અને તમે તેને રિટાયરમેન્ટ માટે વાપરી શકશો. તેથી તમારા રિટાયરમેન્ટની ફાળવણી રકમમાં થોડો વધારો થશે. પરંતુ તે પણ હજુ પર્યાપ્ત નથી. તો તેના માટે શું ઉપાય કરી શકાય?
તમારી આવક રૂ. 1.25 લાખે જ સ્થિર નહીં રહે, બરાબરને? તો જેમજેમ તમારી આવક વધે છે તમારે ધીમે ધીમે પ્રયાસ કરવો જોઇએ અને તમારી માસિક એસઆઇપીની રકમ પણ વધારવી જોઇએ.
રોકાણની રકમ વધારવા માટે એકઆઇપી વધારવી તમારો ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં મદદરૂપ બની શકે છે. અને અહીં વધુ એક મહત્વની વાત છે. અમુક વૃક્ષો માટે સમગ્ર જંગલને ન ભૂલી જતા. કહેવાનો અર્થ એમ છે કે SIP જરૂરી છે, પણ અમુક વર્ષના સંચય બાદ તમારા MF પોર્ટફોલિયોની સાઇઝ SIPની સાપેક્ષમાં વધુ હશે. તેથી તેને ધ્યાનમાં રાખીને સમયાંતરે તમારા પોર્ટફોલિયોને સંતુલિત અવશ્ય કરો.
અને જેમ જેમ તમે તમારા નાણાકીય ઉદ્દેશ્ય સુધી પહોંચો છો, ત્યારે વધુ જરૂરી બને છે કે તમે તમારા પોર્ટફોલિયોને છેલ્લી ઘડીએ બજારમાં આવતા સંકટોથી બચાવો. જે વર્ષોની સખત મહેનત (રોકાણ)ને પૂર્વવત કરી શકે છે અને ભંડોળે ઘટાડી શકે છે. (DEV ASHISH, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર