Home /News /business /

સિન્થેટિક ડાયમંડ પર પ્રતિબંધ,ઈ-વોટીંગથી લેવાયો નિર્ણય

સુરતઃ સિન્થેટિક ડાયમંડની ચમક ઝાંખી કરવા આજે મુંબઈમાં મહત્વ નો ફેસલો કરાયો છે. સિન્થેટિક ડાયમંડ વેપારના લીધે નેચરલ ડાયમંડના વેપારને સીધી અસર થઇ હોવાથી આજે સિન્થેટિક ડાયમંડ પર પ્રતિબંધ મુકવા અંગે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈના બાંદ્રામાં કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમંડ બુર્સમાં સિન્થેટીક ડાયમંડ પર આજ થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સિન્થેટિક ડાયમંડ પર પ્રતિબંધ મુકવા અંગે ભારત ડાયમંડ બુર્સે ઓનલાઈન ઈ-વોટીંગ શરુ કરાવ્યું હતું. ત્રણ દિવસ સુધી ભારત ડાયમંડ બુર્સમાં ઓફીસ ધરાવનાર 2800 સભ્યોએ મતદાન કર્યું હતું અને આજે વેપારીઓની હાજરીમાં ઓનલાઈન ઈ-વોટીંગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. BDBના જ કેટલાક વેપારીઓએ એવી ફરિયાદ કરી હતી કે વિદેશી ગ્રાહકો જ્યાં હીરા ખરીદવા આવે છે ત્યાં જ નેચરલ ડાયમંડમાં સિન્થેટીક ડાયમંડની ભેળસેળ કરી હીરા વેચવામાં આવે છે. જે લેબ ટેસ્ટીંગમાં પકડાતા વેપારી અને બાયરોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. હીરા વેપારીઓના વિશ્વાસ જળવાઈ રહે તે માટે BDB કમિટી દ્વારા ઓનલાઈન વોટીંગ અને સિન્થેટીક ડાયમંડ ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

સિન્થેટીક ડાયમંડ ચીનથી મુંબઈ-દિલ્હીમાં ડમ્પ કરવામાં આવે છે. સુરતના સેઝમાં કતારગામ અને વરાછા વિસ્તારના મધ્યમ કદના હીરા કારખાનાઓમાં તેનું ઉત્પાદન થાય છે. સુરતના એક મોટા ગજના નિકાસકાર પણ સિન્થેટીક ડાયમંડનું મોટાપાયે ઉત્પાદન કરી એક્સપર્ટ કરવા ઉપરાંત લોકલ માર્કેટમાં માલ વેચે છે.

વિશ્વાસના આધારે જ ચાલતા હીરા ઉદ્યોગમાં સિન્થેટિક ડાયમંડની ભેળસેળ થતી હોવાની બુમ ઉઠતાની સાથે જ સમગ્ર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક લેભાગુઓને કારણે સમગ્ર ઉદ્યોગની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઉભો થવાને કારણે તેની દૂરોગામી અસરો હીરા ઉદ્યોગ પર પણ પડી છે.
First published:

Tags: ગુજરાત, ડાયમંડ, પ્રતિબંધ, વેપાર, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन