Home /News /business /આશ્ચર્યજનક! દુનિયા ખરીદી રહ્યું છે ઇલેક્ટ્રિક વાહનો પણ સ્વિટ્ઝરલેન્ડ લગાવી રહ્યું છે પ્રતિબંધ, આવું કેમ?
આશ્ચર્યજનક! દુનિયા ખરીદી રહ્યું છે ઇલેક્ટ્રિક વાહનો પણ સ્વિટ્ઝરલેન્ડ લગાવી રહ્યું છે પ્રતિબંધ, આવું કેમ?
ઠંડીમાં એનર્જી બચવા માટે સ્વિટ્ઝર્લેન્ડ ઇવીનાં ડ્રાઇવિંગ અને ઉપયોગને મર્યાદિત કરનાર પ્રથમ દેશ બની શકે છે
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, સ્વિત્ઝર્લેન્ડ આ શિયાળામાં વીજળી બચાવવા માટે ઇલેકટ્રીક વેહિકલના ઉપયોગને મર્યાદિત કરનાર પ્રથમ દેશ બની શકે છે. જો કે, દેશમાં લાઈટનિંગ પ્રોટેક્શન પ્લાનિંગના ત્રીજા સ્ટેપ હેઠળ "એકદમ જરૂરી મુસાફરી"ના કિસ્સામાં ઈવીના ડ્રાઈવિંગ પર પ્રતિબંધ નહીં હોય.
Switzerland banned E-Vehicle: આખી દુનિયામાં ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે ત્યારે, એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડ તેનાથી કંઈક વિરુદ્દ નિર્ણય લેવાની તૈયારીમાં છે. જો ભારતની વાત કરીએ તો અહીંની ઓટો કંપની ઇલેક્ટ્રિક કારના નવા નવા મોડેલ બહાર પાડી રહી છે.
સ્વિટ્ઝર્લેન્ડ ઇલેક્ટ્રિક કારો પર પ્રતિબંધ લગાવી શકે છે. એવું કરવા પાછળ ચોક્કસ કારણ છે. વાસ્તવમાં દરેક દેશ પોતાનો વીજ પુરવઠો ચાલુ રાખવા માટે ઈંધણની અછત સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જેમાં સ્વિટ્ઝર્લૅન્ડનો પણ સમાવેશ થાય છે. જે પાવર કટ અને બ્લેકઆઉટને ટાળવા માટે નવી યોજનાનો અમલ કરી શકે છે. એ મુજબ ઠંડીના સમયમાં વીજળીના અપૂરતા સ્ત્રોતને કારણે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ સીમિત કરી દેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ઠંડીમાં એનર્જી બચવા માટે સ્વિટ્ઝર્લેન્ડ ઇવીનાં ડ્રાઇવિંગ અને ઉપયોગને મર્યાદિત કરનાર પ્રથમ દેશ બની શકે છે. જો કે દેશમાં વીજળી પ્રોટેક્શન પ્લાનિંગના ત્રીજા ચરણ અનુસાર 'અતિ જરૂરી યાત્રા' પર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો.
સ્વિત્ઝર્લેન્ડ પણ સ્પીડ લિમિટ પર કામ કરી રહ્યું છે. હાલમાં પ્રસ્તાવિત એક્શન પ્લાનમાં હાઈવે પર પણ કડક સ્પીડ લિમિટની યોજના બનાવવામાં આવી છે. પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ફ્રાન્સ અને જર્મનીથી વીજળી આયાત કરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.
ફ્રાન્સમાં પરમાણુનો જથ્થો સામાન્ય કરતા ઘણો ઓછો છે. જેને લીધે ઓછા વીજળી પૂર્વઠ્ઠાના જોખમનો સામનો કરી રહ્યું છે. એક અનુમાન મુજબ દેશને આ ઠંડીના સમયમાં પાવર કટનો સામનો કરવો પડી શકે છે. આવી જ સ્થિતિ જર્મનીમાં પણ છે, કારણકે રસીયાઇ પાઇપ લાઈનથી ગેસની પ્રાપ્તિ થઇ રહી નથી. સ્વિસ ફેડરલ ઇલેક્ટ્રિસિટી કમિશન, એલ્કોમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દેશનો વીજ પુરવઠો શિયાળા માટે અનિશ્ચિત રહે છે અને આ સમયગાળા દરમિયાન પૂરતી વીજ ક્ષમતા સાથે સમસ્યાઓને નકારી શકાય નહીં.
અલકોમે વધુમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં અપેક્ષિત કરતાં ઓછા પરમાણુ વીજ ઉત્પાદનને કારણે સ્વિત્ઝર્લેન્ડ ગયા શિયાળાની સરખામણીએ આ શિયાળામાં ફ્રાન્સમાંથી ઘણી ઓછી વીજળી આયાત કરે તેવી શક્યતા છે. તેથી, સ્વિટ્ઝર્લેન્ડને તેના અન્ય પડોશી દેશો જર્મની, ઑસ્ટ્રિયા અને ઇટાલીમાંથી લગભગ 4 ગીગાવોટ કલાકની વીજળીની આયાત જરૂરિયાતો પૂરી કરવાની જરૂર પડી શકે છે. એલકોમ અનુસાર, તે દેશોની વીજળીની નિકાસ ઉપલબ્ધતા હાજર અશ્મિભૂત ઇંધણ(મોટે ભાગે કુદરતી ગેસ) પર આધારિત હશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર