સ્વિસ બેંકમાં પૈસા જમા કરાવનારા વિશે સરકારને મળી મહત્વની જાણકારી

News18 Gujarati
Updated: July 7, 2018, 7:42 AM IST
સ્વિસ બેંકમાં પૈસા જમા કરાવનારા વિશે સરકારને મળી મહત્વની જાણકારી

  • Share this:
સીએનબીસી-આવાજને મલેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને તપાસમાં માહિતી મળી છે કે, સ્વિસ બેંકમાં જમા રકમ પર ઈન્કમ ટેક્ષ ચુકવવામાં આવ્યો છે. ઈન્કમટેક્ષ રિટર્ન દ્વારા સરકારના સામે આ કહેવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આઈટી ડીપાર્ટમેન્ટની તપાસમાં ખબર પડી છે કે, સ્વિસ બેંકમાં જમા દરેક રકમ કાળુધન નથી. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સૂત્રોના હવાલે મળેલ માહિતી અનુસાર, ઈન્કમ ટેક્ષ રિટર્નમાં કરદાતાઓએ સ્વિસ બેંકમાં જમા રકમ પર જાતે જ ખુલાસો કર્યો છે. આઈટીઆરના એપએ શેડ્યુલમાં સ્વિસ બેંકમાં જમા રકમની માહિતી આપવામાં આવી છે.

શું છે પૂરો મામલો?


- સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, એસેસમેંટ વર્ષ 2016-17માં સ્વિસ બેંકમાં જમા કુલ 5200 કરોડનો ખુલાસો થયો છે.
- લગભગ 700 લોકોએ ખુદ સ્વિસ બેંકમાં જમા રકમનો ખુલાસો કર્યો છે. ખુલાસો કરનારા લોકોમાં સૌથી વદારે વ્યક્તિગત કરદાતા છે. આ સિવાય બેંક અને કેટલીક કંપનીઓ પણ શામેલ છે.- આ રકમ આઈટીઆરમાં નોંધાયેલી છે, જેથી આ કાળુધન નથી. સરકારને આશા છે કે, અગામી દિવસોમાં આઈટીઆરમાં અન્ય ખુલાસા પણ થશે.
- ઈન્કમટેક્ષ ડિપાર્ટમેંટ અનુસાર, લિબરલાઈજ્ડ રેમિટેંસ હેઠળ આ પૈસા બહાર મોકલવામાં આવ્યા હતા. સ્કીમ હેઠળ એક વ્યક્તિ 2.5 લાખ ડોલર ગર વર્ષે બહાર મોકલી શકે છે.
First published: July 6, 2018, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading