Swiggy ફક્ત 15-30 મિનિટમાં કરિયાણું પહોંચાડશે, પાંચ શહેરમાં શરૂ થઈ સેવા

પ્રતીકાત્મક તસવીર.

Swiggy Instant grocery delivery service: કંપનીનો દાવો છે કે ગ્રૉસરીનો ઑર્ડર કર્યાની 15-30 મિનિટની અંદર ડિલીવરી કરી દેવામાં આવશે. જોકે, નવા પ્લાન વિશે Swiggy તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

  • Share this:
    મુંબઈ: ફૂડ ડિલીવરી કંપની Swiggy તરફથી ફક્ત 15-30 મિનિટમાં ગ્રૉસરીની ડિલીવરી (Swiggy grocery delivery) શરૂ કરવામાં આવી છે. સ્વિગીની ઇન્સ્ટન્ટ ગ્રૉસરી ડિલિવરી સર્વિસ (Instant grocery delivery service) ઇન્સ્ટામાર્ટે ઇ-કૉમર્સ માર્કેટ પર પોતાની પકડ મજબૂત બનાવવા માટે પોતાના બિઝનેસનો વિસ્તાર વધાર્યો છે. કંપનીએ ગત વર્ષે બેંગલુરુ અને ગુરુગ્રામમાં Instamartની સેવા શરૂ કરી હતી. રસપ્રદ વાત એ છે કે Swiggyની પ્રતિસ્પર્ધી Zomato કંપની પણ ગુરુગ્રામમાં 7,000 ઘરમાં 15 મિનિટમાં એક્સપ્રેસ ડિલીવરી સેવા (Express delivery system) આપી રહી છે.

    મનીકંટ્રોલને મળેલી માહિતી પ્રમાણે ગુરુગ્રામ અને બેંગલુરુ ઉપરાંત Instamartની સેવા દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને નોઇડામાં શરૂ થઈ છે. કંપનીનો દાવો છે કે ગ્રૉસરીનો ઑર્ડર કર્યાની 15-30 મિનિટની અંદર ડિલીવરી કરી દેવામાં આવશે. જોકે, નવા પ્લાન વિશે પૂછવામાં આવતા Swiggy તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

    ગત મહિને સ્વીગીના ફાઉન્ડર અને સીઈઓ શ્રીહર્ષ મજેતીએ મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કંપની ગ્રૉસરી અને મીટ ડિલીવરી માટે મહત્ત્વની યોજના બનાવી રહી છે. સ્વિગીએ સૉફ્ટબેંકની આગેવાનીમાં 1.25 અબજ ડૉલરનું ફંડ એકઠું કર્યું છે. મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં મજેતીએ કહ્યુ હતુ કે, શક્ય છે કે આગામી 10-15 દિવસમાં કંપની મોટી જાહેરાત કરે.

    આ પણ વાંચો:  ATMની અંદર રોકડ નહીં હોય તો હવે બેંકને લાગશે પેનલ્ટી! RBIનો નવો નિયમ

    સૉફ્ટબેંકને Swiggy પર વિશ્વાસ

    દુનિયાના અનેક દેશોમાં રોકાણ ધરાવતા જાપાનના સૉફ્ટબેંક ગ્રુપના સીઈઓ માસાયોશી સોનનું માનવું છે કે ફૂડ ડિલીવરી પેઢી સ્વિગી જો પબ્લિક ઑફર (IPO) લાવશે તો સારું લિસ્ટિંગ થશે. સૉફ્ટબેંકે તાજેતરમાં જ સ્વિગીમાં 1.25 અબજ ડૉલરના ફન્ડિંગ રાઉન્ડિંગની આગેવાની કરી છે. આ ફિન્ડિંગ સાથે સ્વિગીનું વેલ્યૂએશન પાંચ અબજ ડૉલરથી વધી ગયું છે. સોને મંગળવારે એક પ્રઝન્ટેશન દરમિયાન કહ્યુ હતુ કે, "જો સ્વિગીનો IPO આવે છે તો અમને સારું વળતર મળવાની આશા છે."

    Zomato: જૂન ક્વાર્ટરનું ખોટ રૂ. 356 કરોડ થઈ

    ફૂડ ડિલીવરી કંપની Zomatoએ જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. 30 જૂન 2021ના રોજ પૂર્વ થતાં ત્રણ મહિના દરમિયાન કંપનીનો કૉન્સોલિડેટેટ લૉસ વધીને 356.2 કરોડ રૂપિયા થયો છે. દીપિન્દર ગોયલની આ કંપનીએ એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 99.8 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જૂન ક્વાર્ટર દરમિયાન Zomatoની કુલ આવક 844.4 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 266 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: 'ભાઈ, તું ન આવીશ, આ લોકો તને મારશે,' પતિ અને સાસુ-સસરાના ત્રાસની આપવીતી વર્ણવી બહેનનો આપઘાત

    કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, "અમારા અનેક બિઝનેસે સારો વિકાસ કરતા આવકમાં વધારો થયો છે. કોરોના વાયરસના સંક્રમણ છતાં કોર બિઝનેસમાં સારો એવો વિકાસ થયો છે. બીજી તરફ રેસ્ટોરન્ટમાં જઈને ખાનારાઓની સંખ્યા ઘટતા કંપનીને ફાયદો થયો છે."
    Published by:Vinod Zankhaliya
    First published: