સ્વિગીએ લૉંચ કર્યો ‘Swiggy One’ મેમ્બરશીપ પ્લાન, હવે મેળવો અનલિમિટેડ ફ્રી ડિલિવરી- જાણો વધારો વિગત

સ્વિગીનો નવો મેમ્બરશીપ પ્લાન

Swiggy One: 'સ્વિગી વન'ની શરૂઆત હાલ લખનઉ, થિરુવનંતપુરમ, વિજયવાડા અને પુણેમાં કરવામાં આવી છે. આવતા બે અઠવાડિયામાં કંપની ભારતને વધુ 500 શહેરમાં આ સેવાનો વિસ્તાર કરશે.

 • Share this:
  બેંગલુરુ: ફૂડ ડિલિવરી કંપની સ્વિગી તરફથી સોમવારે 'Swiggy One' મેમ્બરશીપ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. આ એક અપગ્રેડેડ મેમ્બરશીપ પ્લાન છે. એટલે કે કંપનીએ પોતાની વર્તમાન મેમ્બરશીપને અપગ્રેડ કરી છે. જેમાં યૂઝર્સને અનલિમિટેડ ફ્રી ડિલિવરી, ડિસ્કાઉન્ટ્સ અને અન્ય સેવાનો લાભ પ્રાપ્ત થશે. 'સ્વિગી વન' મેમ્બરશીપ હેટળ સ્વિગી અન્ય સેવા પણ પૂરી પાડશે. આ સેવાઓમાં Swiggy Genie દ્વારા પીકઅપ અને ડ્રોપ સેવા, તેમજ મીટ સ્ટોર્સમાંથી પણ પીકઅપ અને ડ્રોપ સેવા પૂરી પાડવામાં આવશે. 'સ્વિગી વન'ની શરૂઆત હાલ લખનઉ, થિરુવનંતપુરમ, વિજયવાડા અને પુણેમાં કરવામાં આવી છે. આવતા બે અઠવાડિયામાં કંપની ભારતને વધુ 500 શહેરમાં આ સેવાનો વિસ્તાર કરશે.

  Super મેમ્બર્સે કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે

  આ જ વર્ષ માર્ચ મહિનામાં સ્વિગીએ પોતાની ત્રણ સુપર સબ્સક્રિપ્શન સેવા Binge, Bite અને Bitને રિવેમ્પ કરી હતી. આ માટે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી હતી. જેમાં યૂઝર્સને વિવિધ ફાયદા પુરા પાડવામાં આવતા હતા.

  સ્વિગીએ હવે જ્યારે નવો સબ્સક્રિપ્શન પ્લાન લૉંચ કર્યો છે ત્યારે તેના હયાત Super મેમ્બર્સને આ પ્લાનનો લાભ કોઈ જ વધારાના ચાર્જ વગર મળી રહેશે. જોકે, આ ઑફરનો લાભ તેમને ત્યાં સુધી મળશે જ્યાં સુધી તેમનો વર્તમાન પ્લન પૂર્ણ ન થાય. બાદમાં તેઓ ઇચ્છે તો 'સ્વિગી વન પ્લાન ખરીદી શકે છે.'

  આ પણ વાંચો: હવે Zomato અને સ્વિગીએ આપવો પડશે 5% ટેક્સ, જાણો તમારા પર કેટલી અસર પડશે?

  વર્તમાન SUPER મેમ્બર્સને બેવડી ખુશી

  જોકે, અહીં સ્વિગી પોતાના વર્તમાન Super members માટે એક સુખદ સમાચાર પણ લાવી છે. વર્તમાન ઑફર ધારકોને પોતાનો પ્લાન પૂર્ણ થયા બાદ એક મહિના સુધી ફ્રીમાં 'સ્વિગી વન'નો લાભ બોનસ તરીકે મળશે. ઉદાહરણ તરીકે સમજીએ તો સુપર મેમ્સ્બરનો પ્લાન ડિસેમ્બર 2021માં પૂર્ણ થઈ રહ્યો હશે તો તેને કોઈ જ વધારાનો ચાર્જ વગર 'સ્વિગી વન'નો લાભ તો મળશે જ. આ ઉપરાંત ડિસેમ્બર 2021માં પ્લાન પૂર્ણ થયા બાદ તેને વધારાના એક મહિના સુધી 'સ્વિગી વન' પ્લાનનો લાભ બોનસ તરીકે મળશે.

  આ પણ વાંચો: હવે Zomato અને સ્વિગીએ આપવો પડશે 5% ટેક્સ, જાણો તમારા પર કેટલી અસર પડશે?

  99 રૂપિયાની વધુની કિંમતના ઓર્ડરની ફ્રી ડિલિવરી

  કંપનીની કહેવું છે કે 'સ્વિગી વન' સિંગલ-ટિયર મેમ્બરશીપ પ્લાન છે. જે દેશની 70 હજારથી વધારે પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સમાંથી 99 રૂપિાયાની કિંમતથી વધુના ઓર્ડરની ફ્રી અને અનલિમિટેડ ડિલિવરી કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published: