સુઝુકીની 2019 GSX-S750 બાઇક લોન્ચ, એક્સ શોરૂમ પ્રાઇઝ 7.46 લાખ

સુઝુકી મોટરસાયકલે ભારતમાં GSX-S750ની 2019 એડિશન લોન્ચ કરી છે

News18 Gujarati
Updated: April 19, 2019, 4:56 PM IST
સુઝુકીની 2019 GSX-S750 બાઇક લોન્ચ, એક્સ શોરૂમ પ્રાઇઝ 7.46 લાખ
સુઝુકીની 2019 GSX-S750 બાઇક લોન્ચ
News18 Gujarati
Updated: April 19, 2019, 4:56 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સુઝુકી મોટરસાયકલ (Suzuki Motorcycle)એ ભારતમાં GSX-S750ની 2019 એડિશન લોન્ચ કરી છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 7.46 લાખ રૂપિયા છે. આ બાઇક હવે બે નવા કલર વેરિયન્ટ્સ મેટેલિક મેટ બ્લેક અને પર્લ ગ્લેશિયર વાઇટમાં ઉપલબ્ધ છે. 2019 GSX-S750માં કેટલાક કોસ્ટમેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કલર્સને આ વર્ષે ફેબ્રુઆરીમાં 2019 વૈશ્વિક એડિશન માટે રજૂ કરાયા હતા.

750 સીસીનું એન્જિન

આ બાઇકમાં 750 સીસીનું 4 સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 114.2 પીએસ પાવર અને 81 ન્યૂટન-મીટરનું ટોર્ક જનરેટ કરે છે. GSX-S750માં 6 સ્પીડ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. સુઝુકીની આ બાઇકમાં આગળ 41એમએમના કેવાઇબી યુએસડી સસ્પેન્શન અને પાછળ એક કેવાઇબી મોનોશોક યુનિટ છે. સાથે જ બાઇકમાં એબીએસ સાથે આગળ 310 એમએમની ડિસ્ક અને પાછળ 240 એમએમનું બ્રેકિંગ યુનિટ આપવામાં આવ્યું છે.આ પણ વાંચો: પૈસા ચુકવ્યા વગર રેલવેમાં બુક કરો ટિકિટ, જાણો IRCTCની ખાસ ઓફર

બીજા ફીચર્સ તરીકે બાઇકમાં ફુલી ડિઝિટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર અને LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે. ભારતમાં સુઝુકી GSX-S750 બાઇકની કિંમત 7,46,513 રૂપિયા છે.
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...