Multibagger Stock: એક અઠવાડિયામાં 24% ઉછળ્યો આ મલ્ટીબેગર શેર, શું તમારી પાસે છે?
Multibagger Stock: એક અઠવાડિયામાં 24% ઉછળ્યો આ મલ્ટીબેગર શેર, શું તમારી પાસે છે?
એનર્જી શેર
Suzlon Energy share: સુઝલોન એનર્જીનો સ્ટૉક 2021ના વર્ષનો મલ્ટીબેગર શેર હતો. આ દરમિયાન શેર 5 રૂપિયાના સ્તરથી વધીને 12.15 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. જેથી રોકાણકારોને 145 ટકા વળતર મળ્યું હતું એમ કહી શકાય.
મુંબઇ. Multibagger stock:સુઝલોન એનર્જી (Suzlon Energy) શેર નાણાકીય વર્ષ 2022-23ની શરૂઆતથી તેજીમાં છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 9.70 રૂપિયાના ભાવથી 12.15 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેરે 24 ટકાથી વધારે રિટર્ન (Multibagger return) આપ્યું છે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ મલ્ટીબેગર શેર (Multibagger stock) 13.10 રૂપિયાથી ઉપર ડબલ બોટમ બ્રેકઆઉટ આપવાની કગાર પર છે. સુઝલોન એનર્જીનો સ્ટૉક 2021ના વર્ષનો મલ્ટીબેગર શેર હતો. આ દરમિયાન શેર 5 રૂપિયાના સ્તરથી વધીને 12.15 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો.
નિષ્ણાતોનો અભિપ્રાય
સુઝલોન એનર્જી શેર વિશે ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયાએ જણાવ્યું હતું કે, "આ શેર ચાર્ટ પેટર્ન પર ખૂબ મજબૂત લાગી રહ્યો છે. શેર માટે 9 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. 13.10 રૂપિયાની આસપાસ આ શેર ડબલ બોટમ બ્રેકઆઉટ આપવાની કગાર પર છે. એક વખત ક્લોઝિંગ બેઝિસ પર બ્રેકઆઉટ બાદ આ શેર નજીકના ભવિષ્યમાં 15 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે. જો આ એનર્જી શેર 15 રૂપિયા ઉપર ટકી રહેવામાં સફળ રહેશે તો નજીકના ભવિષ્યમાં 20 રૂપિયાની સપાટી પણ જોવા મળી શકે છે."
સુમીત બગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જુલાઈ 2021 દરમિયાન આ મલ્ટીબેગર શેરે 9.45 રૂપિયા ઉપર ટકી રહ્યા બાદ બ્રેકઆઉટ આપ્યું હતું. આ સમયે 'અપર બોલિંગર બેન્ડ' બનાવ્યું હતું, જે શેરમાં રિવર્સલ ટ્રેન્ડનું સિગ્નલ હતું. સુમીત બગડિયાના કહેવા પ્રમાણે ત્યારથી આ શેર અપટ્રેન્ડમાં છે. આ શેરમાં કોઈ પણ ઘટાડાને ખરીદીની તક તરીકે જોવો જોઈએ.
સુઝલોન એનર્જીનો સ્ટૉક 2021ના વર્ષનો મલ્ટીબેગર શેર હતો. આ દરમિયાન શેર 5 રૂપિયાના સ્તરથી વધીને 12.15 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. જેથી રોકાણકારોને 145 ટકા વળતર મળ્યું હતું એમ કહી શકાય. છેલ્લા એક મહિનામાં આ પેની સ્ટોક આશરે 25 ટકા વધ્યો છે. છ મહિનાની વાત કરીએ તો આ શેર 65 ટકા વધ્યો છે. કેલેન્ડર વર્ષમાં આજ દિવસ સુધી આ શેરમાં 13.5 ટકાનું વળતર મળ્યું છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર