ગૂગલ અને ફેસબુક ન્યૂઝ મીડિયાને રેવન્યૂનો હિસ્સો આપે, સુશીલ મોદીએ કાયદાની કરી માંગ

સુશીલ કુમાર મોદીએ કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડની જેમ કાયદો બનાવવાની માંગ કરી

સુશીલ કુમાર મોદીએ કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડની જેમ કાયદો બનાવવાની માંગ કરી

 • Share this:
  નવી દિલ્હી. બીજેપી (BJP)ના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi)એ કેન્દ્ર સરકાર (Central Government)ને ઓસ્ટ્રેલિયા (Australia)ના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડ (News Media Bargaining Code)ની જેમ જ કાયદો બનાવવાની માંગ કરી છે, જેથી ગૂગલ (Google), ફેસબુક (Facebook) અને યૂટ્યૂબ (YouTube) જેવી મોટી ટેક કંપનીઓને પોતાની જાહેરાતની આવક ભારતની ન્યૂઝ મીડિયા કંપનીઓની સાથે શૅર કરવા માટે બાધ્ય થવું પડે. સુશીલ મોદીએ કહ્યું કે, પારંપરિક મીડિયા કંપનીઓ જોકે હાલમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે અને આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પહેલા આ મીડિયા કંપનીઓની સામે મહામારીનો ખતરો હતો અને હવે યૂટ્યૂબ, ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓના કારણે તેમને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

  એક્સચેન્જ4મીડિયા મુજબ, સુશીલ મોદીએ પોતાના વક્તવ્યમાં એ વાત પર ભાર મૂક્યો કે પારંપરિક મીડિયા કંપનીઓના ખર્ચ ઘણા વધારે છે. તેમને એન્કર્સ, પત્રકાર અને રિપોર્ટરની નિયુક્તિ કરવાની હોય છે અને ન્યૂઝ ઇન્ડસ્ટ્રી માટે જાહેરાત જ આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેઓએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલ, યૂટ્યૂબ અને ફેસબુકના ઉદયથી જાહેરાતનો એક મોટો હિસ્સો આ ટેક્નોલોજી કંપનીઓના હિસ્સામાં જઈ રહ્યો છે.

  આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?

  તેઓએ વધુમાં કહ્યું કે, ભારત સરકારને ઓસ્ટ્રેલિયાને અનુસરવું જોઈએ. કંગારૂ દેશે ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડ કાયદો બનાવીને આપણને માર્ગ ચિંધ્યો છે. ગત સપ્તાહ ઓસ્ટ્રેલિયાની સાંસદે આ કાયદાને મંજૂરી આપી દીધી, જેના કારણે ગૂગલને જાહેરાતની આવક ન્યૂઝ મીડિયા કંપનીઓની સાથે શૅર કરવી પડશે. સુશીલ મોદીએ કહ્યું કે, ભારતને પણ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ ન્યૂઝ કંપનીઓને સાથે જાહેરાતની આવકનો યોગ્ય હિસ્સો આપે.

  આ પણ જુઓ, PHOTOS: સોનીપતમાં બુલેટ પ્રૂફ ટ્રેક્ટરથી ખેતી કરી રહ્યા છે અન્નદાતા, જાણો શું છે મામલો
  સુશીલ કુમાર મોદીએ વધુમાં કહ્યું કે, હું ભારત સરકારને રજૂઆત કરું છું કે જે રીતે તેમણે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મને રેગ્યૂલેટ કરવા માટે ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ 2021 લાગુ કર્યો છે, તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના કોડ કાયદાની જેમ નવો કાયદો લાગુ કરે જેથી પારંપરિક મીડિયાની સાથે મોટી ટેક કંપનીઓ પોતાની જાહેરાતની આવકનો હિસ્સો આપે.
  Published by:Mrunal Bhojak
  First published: