Home /News /business /પોતાના નામની જેમ જ ધમાકેદાર છે આ શેર, 6 મહિનામાં તો રોકાણકારોને રુપિયાના ઢગલા પર બેસાડ્યા

પોતાના નામની જેમ જ ધમાકેદાર છે આ શેર, 6 મહિનામાં તો રોકાણકારોને રુપિયાના ઢગલા પર બેસાડ્યા

રોકાણકરોને દમદાર વળતર આપી ચૂક્યો છે Surya Roshniનો શેર, 6 મહિનામાં 66 ટકા આપ્યું છે રિટર્ન

Surya Roshni શેરે પોતાના રોકાણકારોને છેલ્લા કેટલાક સમયમાં શાનદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં 25 ટકા તો છ મહિનામાં 66 ટકા રિટર્ન આપીને રોકાણાકારોના રુપિયા અનેકગણા વધાર્યા છે.

ભારતીય શેરબજારમાં Surya Roshni કંપનીનો શેર રોકાણકારોને ફાયદો કરાવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ શેરમાં જબ્બર તેજી જોવા મળી રહી છે. ગઈકાલે આ શેર 6 ટકા જેટલું રિટર્ન (Stock market return) આપી ચૂક્યો છે, આજે પણ શેરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ શેર સ્ટોકમાર્કેટમાં 655 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે જ આ સ્ટોકે તેનો 52 વીકનો હાઈ તોડ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત મહિને આ શેરમાં 30 ટકા જેટલું રિટર્ન જોવા મળ્યું હતું. કંપનીના FY23 ત્રીમાસિક પરિણામો ખૂબ જ સારા રહ્યા છે. કંપનીએ મજબૂત આવક દર્શાવી છે. Surya Roshni ERW પાઈપોના સૌથી મોટા નિકાસકાર છે, તેઓ પાઈપના સૌથી મોટા ઉત્પાદક છે અને ભારતની સૌથી મોટી લાઈટિંગ કંપનીઓમાંની એક છે.

આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

કંપનીનું પ્લાનિંગ શું છે?


કંપની આંધ્રપ્રદેશમાં તેના હિન્દુપુર પ્લાન્ટને 75 કરોડના મૂડી ખર્ચે 72ktpa જેટલો વિસ્તૃત કરી રહી છે. કંપની ગેલ્વેનાઇઝ્ડ પાઇપ્સ અને સીઆર કોઇલ્સ/પાઇપ્સ બનાવવા માટે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર પણ વિચાર કરી રહી છે.

આ પણ વાંચોઃ આવી ગયા છે આજના Top20 સ્ટોક્સ, ભરી શકે છે તમારા ખિસ્સા

ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા?


Q3FY23માં કંપનીના પરિણામ શાનદાર રહ્યા હતા. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ.90 કરોડ થયો છે. કંપનીનું ઓપરેશનલ પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. કંપનીએ Q3FY22માં 40 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આવક રૂ.2021 કરોડ પર ફ્લેટ રહી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ.2030 કરોડ હતી. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડિપ્રિસિએશન અને Ebitda વાર્ષિક ધોરણે 65 ટકા ઊછળીને રૂ.164 કરોડ પર પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ ખેતરના શેઢે સરગવો વાવીને બેઠાં બેઠાં 2 લાખની આવક કરી શકો આ ખેડૂતની જેમ

6 મહિનામાં 66% રિટર્ન


આ સ્ટોકે તાજેતરના ભૂતકાળમાં તેના રોકાણકારોને મસમોટું વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં તેમાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં તેના રોકાણકારોને 66 ટકા રિટર્ન મળ્યું છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Business news, Multibagger Stock, Share market, Stock market

विज्ञापन