Sun Pharma : આ શેર ગણતરીના દિવસોમાં 20% જેટલો ઉછળવા તૈયાર!

News18 Gujarati
Updated: January 23, 2019, 7:49 AM IST
Sun Pharma : આ શેર ગણતરીના દિવસોમાં 20% જેટલો ઉછળવા તૈયાર!

  • Share this:
ડો.કૌશિક કુમાર દીક્ષિત, સુરત :

સન ફાર્મા (L24230GJ1993PLC019050) તા. 01-03-1993ના રોજ વડોદરા ખાતે incorporate થઈ હતી.  INE044A01036 તેમજ સિક્યોરિટી કોડ 524715 છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે (ઔષધિઓના ઉત્પાદન માટે) ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. દવાઓના ઉત્પાદન ક્ષેત્રે દેશની જાણીતી કંપની સન ફાર્મા જગતમાં પાંચમા ક્રમની અગ્રણી મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે . મુંબઈ ખાતે રહેતા  દિલીપ સંઘવી સન ફાર્માના સ્થાપક છે.

બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ એવી આ કંપનીના શેરના ભાવ તા.૦૬-૦૯-૨૦૧૮ના રોજ ૬૮૦ આસપાસ ચાલી રહયા હતા. તે પછી તેમાં ભયાનક મંદી આવી અને ભાવ ૩૭૬ સુધી આવી પહોંચ્યા હતા. ગત સપ્તાહે આ ભાવ વધ્યા ઉછાળેથી ફરી પાછા ૪૦૦ નીચે  ગયેલા જોવા મળ્યા !  આ શેરના ભાવમાં ફરી પાછો પાંચ ટકા જેટલો ઉછાળો આવ્યો. તો પણ, માત્ર સાડા ત્રણ મહિનાના એક અતિ-અલ્પ સમયગાળામાં એક અગ્રણી સુપ્રતિષ્ઠિત કંપનીના શેરના ભાવ આ રીતે એકંદરે ભયજનક રીતે ગગડી ગયેલા જોઈ અસંખ્ય ટ્રેડર્સ-બ્રોકર્સ તેમજ ઈન્વેસ્ટર્સ લોકો બજારમાં ખૂબ નિરાશ અને ચિંતિત થઈ ગયેલા જોવા મળી રહયા છે.

ખૂબ નીચે ઉતરી ગયેલો સન ફાર્માનો શેર આગામી દિવસોમાં હજુ વધુ નીચે ઉતરી જશે કે પછી આ ભાવોથી નીચે નહિ ઉતરે ? કે પછી, હવે અહિથી ઝડપભેર ઉપરની વાટ પકડી અનેક લોકોના ઊંચા ભાવની ખરીદીના આંકડા પાસે ફરીથી પહોંચવા લાગશે ? આ બધા સવાલોના જવાબ મેળવવા કોર્પોરેટ એસ્ટ્રોલોજીના સિધ્ધાંતોની સાપેક્ષે સન ફાર્માની વિગતોનો અભ્યાસ કરીએ.સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની આર.ઓ.સી.માં તા.૦૧-૦૩-૧૯૯૩ના રોજ તાંદળજા(વડોદરા) ખાતે રજિસ્ટર્ડ થયેલી જોવા મળે છે. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની મેરેડિયન ગ્રહસ્થિતિ અનુસાર વૃષભ લગ્ન અને લગ્નમાં જ ઊચ્ચનો ચંદ્ર જોવા મળે છે. અલબત્ત, ચંદ્રનો પ્રતિયોગ સપ્તમસ્થ રાહુ જોડે રચાયેલો જોવા મળે છે. હાલ, ૭મે ગોચરના સૂર્ય-ગુરુની યુતિ આ સપ્તમ સ્થાન પર થઈ રહી છે જે પંચમેશ રાહુ ઉપર પણ થઈ રહેલી સમજી શકાય છે. ગુરુ સાન ફાર્મા માટે અષ્ટમેશ બન્યો છે તેથી જ, ગુરુના વૃશ્ચિક ભ્રમણ સાથે કંપનીના શેરના ભાવ ઊંચા મથાળેથી ગગડવા લાગ્યા.સૂર્ય આગામી ૧૬-૧૨-૨૦૧૮થી વૃશ્ચિક રાશિ છોડી દીધા બાદ, સન ફાર્માના શેરના ભાવ વધવા તરફી દિશા પકડી શક્યા હતા. વળી, સન ફાર્માના શેર ધીમી ગતિના ગ્રહ ગુરુના નકારાત્મક પ્રભાવ નીચે તૂટ્યા છે જે એકદમ ઝડપભેર ઊપર જતા રહે તેવું અનુમાન કરવું વ્યર્થ છે. રોકાણકારોની અહિ કસોટી અચૂક થવાની છે. આગામી એપ્રિલ-૨૦૧૯ દરમ્યાન ગુરુ વૃશ્ચિક રાશિ છોડવાનો છે પણ તે એકાદ મહિના પૂરતું જ !

રોકેટ ગતિએ ભાવો પાછા વધીને ગત સપ્ટેમ્બર-૨૦૧૮(આરંભ) વખતના ભાવો સુધી તો કદાચ નહિ પણ પહોચી શકે! આ શેરમાં ખરાબ રીતે ફસાઈ ગયેલા લોકોએ સાવચેતી ભરી રમતો રમતાં રહેવું પડશે અથવા ધીરજ ધરીને બેસી રહેવું પડશે...યોગ્ય ભાવો પર એવરેજ થઈ શકશે તો, કમાવા તો નહિ મળે પણ, છૂટકારો થઈ શકે !

જો,કે અહિ એટલું જરૂર કહેવું જોઈએ કે, તા.૩૧-૦૧-૨૦૧૯ પછી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની માટે એક શ્રેષ્ઠ સમયગાળો શરૂ થઈ રહયો છે અને તે ૨૦૧૯નું આખું વર્ષ કંપની માટે અનેક રીતે વિકાસનાં આયોજનો સૂચવે છે પરંતુ, તે આયોજનો જ્યારે સમાચાર રૂપે બહાર આવતાં જશે ત્યારે ભાવોની વૃધ્ધિ પર તેનો પ્રભાવ કઈ રીતે ઝીલાય છે તે અગત્યનું છે. આગામી ફેબ્રુઆરીના મધ્યભાગ દરમ્યાન ગોચરનો સૂર્ય જ્યારે કંપનીના દશમસ્થ સૂર્ય સાથે યુતિ સંબંધ બાંધશે ત્યારે સન ફાર્માના શેરના ભાવ ઊંચે ઉઠવા માટે અનેક ઉત્તમોત્તમ તકો નિર્માણ પામશે.

આગામી દોઢ-બે માહિનાનું એકંદર ગ્રહમાન એમ જણાવવા પ્રેરે છે કે, ૪૦૦ આસપાસ ચાલી રહેલો સન ફાર્માનો ભાવ ગણતરીના દિવસોમાં જ ૨૦% આસપાસ ઉછાળવા માટે તૈયાર થઈ રહ્યો છે...આ વીસેક ટકાનો ઉછાળો ધીમે ધીમે પણ જોવા મળી શકે છે અને ઝડપભેર પણ જોવા મળી શકે છે. ઉછાળો નિશ્ચિત હોવાની વાત અહિ વધુ મહત્વની છે. કંપની ટૂંક સમયમાં જ કોઈ બહુ મોટા આશાસ્પદ વાતાવરણમાં પ્રવેશે તેવું અનુમાન છે !

સન ફાર્માના શેરનો ભાવ હવે, નીચા ભાવે ખરીદમાં બેઠેલા તેમજ ૪૬૦ આસપાસ પણ થોડા ઊંચા ભાવે ખરીદમાં બેઠેલા લોકો માટે ખુશીના દિવસો લાવતો ૪૬૦ સુધી ઝડપભેર જતો રહેશે તેમાં કોઈ સંદેહ નથી એમ આકાશી ગ્રહોની ચલ જોતાં અનુમાન કરી શકાય. ઉપરાંત, કંપની ઉપર આકાશી ગ્રહોનો પ્રભાવ મૂલવતાં એટલું જરૂર કહી શકાય કે, જે રોકાણકાર ધીરજ-શાંતિ ઉપરાંત પોતાની પાસે વધારાનું રોકાણ ધરાવતો હોય તો આગામી એક-દોઢ મહિનાની સમય-મર્યાદામાં ચતુરાઈપૂર્વક સન ફાર્માના શેર ખરીદી લઈ પોતાની મૂડીને દોઢેક વર્ષમાં ડબલ આસપાસ અચૂક કરે શકે !

(લેખક કોર્પોરેટ સેક્ટરના જાણીતા જ્યોતિષવિજ્ઞાની છે. વધુ માહિતી માટે તેમનું સંપર્ક સૂત્ર : 9328927029. આ તેમના અંગત વિચારો છે જેની સાથે  News18Gujarati. Comસહમત છે તેવું માનવાને કોઈ કારણ નથી )
First published: January 22, 2019
વધુ વાંચો
अगली ख़बर