Home /News /business /

રેપાપોર્ટ કંપની દ્વારા સુરતમાં પ્રથમવાર યોજાશે રફ ડાયમંડની હરાજી

રેપાપોર્ટ કંપની દ્વારા સુરતમાં પ્રથમવાર યોજાશે રફ ડાયમંડની હરાજી

સુરતઃ સિન્થેટિક ડાયમંડને કારણે સુરતના હીરા ઉઘોગની વૈશ્વિક સ્તરે બગડેલી છબીને સુધારવાના આશયે રેપાપોર્ટ દ્વારા જાન્યુઆરી માસમાં સુરતમાં ઇતિહાસમાં પ્રથમવાર રફ ડાયમંડની હરાજી યોજવામાં આવશે. જેમા 50 હજાર કેરેટ સુધીના રફ હીરા હરાજીથી વેચાણ માટે મુકવામા આવશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરતઃ સિન્થેટિક ડાયમંડને કારણે સુરતના હીરા ઉઘોગની વૈશ્વિક સ્તરે બગડેલી છબીને સુધારવાના આશયે રેપાપોર્ટ દ્વારા જાન્યુઆરી માસમાં સુરતમાં ઇતિહાસમાં પ્રથમવાર રફ ડાયમંડની હરાજી યોજવામાં આવશે. જેમા 50 હજાર કેરેટ સુધીના રફ હીરા હરાજીથી વેચાણ માટે મુકવામા આવશે.
વૈશ્વીક સ્તરે હીરાના ભાવ અંગેના નિર્ણય લેતી રેપાપોર્ટ કંપની દ્વારા પ્રથમવાર સુરતમાં રફ હીરાની હરાજી યોજવામાં આવી રહી છે. 7મી જાન્યુઆરી થી 11મી જાન્યુઆરી દરમિયાન સુરતમાં આ હરાજી યોજાશે. જેમા 50 હજાર કેરેટ હીરા હરાજીથી વેચવામાં આવશે.

રેપાપોર્ટ દ્વારા પ્રથમવાર સુરતમાં રફ હીરાની હરાજી યોજવામાં આવી રહી છે. ન્યુયોર્ક,, એન્ટર્વપ, દુબઇ, હોંગકોંગમાં રેપાપોર્ટ આવી હરાજી યોજતી આવી છે. પરંતુ કેટલાક સમયથી સિન્થેટિક ડાયમંડને કારણે વૈશ્વિક સ્તરે સુરત હીરા ઉઘોગની છબી વૈશ્વિક સ્તરે બગાડેલી છે. અમેરિકા અને યુરોપના બાયર્સ ભારતના હીરા લેતા ખચકાટ અનુભવી રહ્યા છે. જેથી તેમનો ડર દુર થાય તે હેતુથી આ હરાજી યોજવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ખાસ કરીને મહત્વની વાત એ છે કે અત્યાર સુધી નાના  તથા મધ્યમ ઉઘોગ ધરાવનારાઓ લોકો સેકેન્ડ હેંન્ડ માલ લેવો પડતો હતો. જો કે હવેથી તેઓને આ હરાજીથી ડાયરેકટ રફ હીરાનો માલ મળી રહેશે. જેને લઇને તેઓનો પ્રોડકશન ખર્ચ અને પોલિશ્ડનો જે પ્રશ્ન છે તેમા તેઓને મોટી રાહત થશે. આ સાથોસાથ હવેથી હીરાના વેપારીઓએ નફો અને ટકાવારી ચુકવી નહિં પડે.

First published:

Tags: ડાયમંડ, દેશ વિદેશ, વેપાર, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन