Home /News /business /Surat Diamond Business : રશિયા અને યુક્રેનની લડાઈમાં બેરોજગાર થયા સુરતના 25 હજાર રત્ન કલાકાર
Surat Diamond Business : રશિયા અને યુક્રેનની લડાઈમાં બેરોજગાર થયા સુરતના 25 હજાર રત્ન કલાકાર
સુરતના 25 હજાર રત્ન કલાકાર બેરોજગાર થયા
દેશમાં 65 ટકા રફ હીરા(Rough Diamonds) રશિયાથી આયાત કરવામાં આવે છે. અહીં હીરાનો વ્યવસાય 100% આયાત પર આધારિત છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ હવે સ્થાનિક બજારમાં હીરાની અછત સર્જાઈ છે. દેશમાં રફ હીરાની આવકમાં 29 ટકાનો ઘટાડો થયો છે.
રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધ (War)નું પરિણામ હવે ભારતને પણ ભોગવવું પડી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ યુદ્ધની અસર ભારતીય શહેર સુરત (Surat)ના હીરાના વ્યવસાય(Diamond Business) પર પણ પડી છે. અહેવાલો અનુસાર, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રફ હીરાની આયાતમાં ઘટાડો થયો છે. જેના કારણે માર્કેટમાં હીરાના ધંધામાં પણ મંદી જોવા મળી રહી છે. આ મંદીના કારણે સુરતમાં 25000 જેટલા હીરાના કારીગરો (Diamond Workers) બેરોજગાર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 65 ટકા રફ હીરા(Rough Diamonds) રશિયાથી આયાત કરવામાં આવે છે. અહીં હીરાનો વ્યવસાય 100% આયાત પર આધારિત છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ હવે સ્થાનિક બજારમાં હીરાની અછત સર્જાઈ છે. દેશમાં રફ હીરાની આવકમાં 29 ટકાનો ઘટાડો થયો છે. હીરાની આયાતમાં ઘટાડાની સીધી અસર બિઝનેસ પર પડી છે. જેના કારણે ગુજરાતના સુરતમાં 25 હજાર કારીગરો બેરોજગાર બન્યા છે. જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં કામના કલાકો પણ ઘટીને 8થી 6 પર આવી ગયા છે. હીરાના વેપારીઓએ કારીગરોને એકને બદલે બે દિવસની રજા આપવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે ભારત રશિયાથી વાર્ષિક 75,000 કરોડ રૂપિયાના હીરાની આયાત કરે છે, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ તેમાં ઘટાડો થયો છે.
ગુજરાતના ઉત્તર ગુજરાત, સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોટા પાયા પર રફ હીરાને પોલિશ કરવાનો ધંધો ચાલે છે. જીજેઈપીસીનું કહેવું છે કે ઉદ્યોગનો જૂનો સ્ટોક પણ પૂરો થઈ રહ્યો છે. રફ ડાયમંડની આયાત બંધ થવાના કારણે કારખાનાઓ બંધ થવા લાગ્યા છે. ગુજરાતમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગના 8000 થી વધુ યુનિટ છે. સમગ્ર દેશના 75 ટકા રફ હીરાની આયાત એકલા સુરતમાં થાય છે. અહીં તૈયાર થયેલા હીરા અમેરિકા, UAE અને હોંગકોંગ જેવા દેશોમાં વેચાય છે. જેમાંથી અમેરિકા પોલિશ્ડ હીરાનું સૌથી મોટું ખરીદનાર છે.