Home /News /business /

Supriya Lifescience IPO: સુપ્રિયા લાઇફસાયન્સિસના શેરનું શાનદાર લિસ્ટિંગ, જાણો કેટલા પ્રીમિયમ પર થયું લિસ્ટિંગ

Supriya Lifescience IPO: સુપ્રિયા લાઇફસાયન્સિસના શેરનું શાનદાર લિસ્ટિંગ, જાણો કેટલા પ્રીમિયમ પર થયું લિસ્ટિંગ

સુપ્રિયા લાઇફસાયન્સિસ આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Supriya Lifescience IPO listing: આઈપીઓ 16મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 20મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આઈપીઓ કુલ 71.51 ગણો ભરાયો હતો.

    મુંબઈ. Supriya Lifescience IPO listing: સુપ્રિયા લાઇફસાયન્સિસના આઈપીઓ (Supriya Lifescience IPO નું આજે ભારતીય શેર બજાર (Indian Share Market)માં શાનદાર લિસ્ટિંગ થયું છે. BSE પર સુપ્રિયા લાઇફસાયન્સિસના શેરનું ઇશ્યૂ કિંમતથી 55.11% એટલે કે 151 રૂપિયાના પ્રીમિયમ પર 425 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. જ્યારે NSE પર શેરનું 53.65% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું હતું. NSE પર શેર 147 રૂપિયા વધીને 421 રૂપિયા પર ખુલ્યો હતો. આ સાથે જ આઈપીઓમાં રોકાણ કરનારા લોકોને સારો એવો લિસ્ટિંગ લાભ થયો છે. સુપ્રિયા લાઇફસાયન્સિસ આઈપીઓ 2021ના વર્ષમાં બજારમાં લિસ્ટ થનારો 64મો આઈપીઓ છે. કંપનીએ આઈપીઓ મારફતે 700 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાંથી 200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fresh issue)છે. જ્યારે 500 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) માટે મૂકવામાં આવ્યા હતા.

    71.51 ગણો ભરાયો હતો આઈપીઓ (Supriya Lifescience IPO subscription)

    સુપ્રિયા લાઇફસાયન્સિસના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ 16મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 20મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આઈપીઓ કુલ 71.51 ગણો ભરાયો હતો. જેમાં નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 161.22 ગણો, રિટેલ રોકાણકારોનો હિસ્સો 56.01 ગણો અને ક્વૉલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો 31.83 ગણો ભરાયો હતો.

    પ્રાઇસ બેન્ડ (Price Band)

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 265-274 રૂપિયા રાખી હતી. આઈપીઓ મારફતે કંપની 700 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાંથી 200 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કંપનીના પ્રમોટર્સ 500 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે મૂક્યા હતા.

    રોકાણ (Minimum investment)

    આઈપીઓમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 54 શેરના એક લૉટ માટે બીડ કરી શકતા હતા. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે ઓછામાં ઓછું રોકાણ 14,796 રૂપિયા થતું હતું. ઇશ્યૂ બાદ અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીની માર્કેટ કેપ 2,200 કરોડ રૂપિયા થાય છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત

    આઈપીઓના કુલ હિસ્સામાંથી 75% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15% હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (NIB) અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો હતો. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 99.26 ટકા હતો જે ઇશ્યૂ બાદ ઘટીને 67.59 ટકા થશે.

    કંપની વિશે

    સુપ્રિયા લાઇફસાયન્સિસ કંપનીની સ્થાપના 2008ના વર્ષમાં કરવામાં આવી હતી. કંપની દેશમાં ફાર્મા માટે જરૂરી સામાનનું (API) ઉત્પાદન અને તેની સપ્લાય કરે છે. કંપની ભારતમાં સૌથી મોટી API મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. કંપની દુનિયાના 86 દેશમાં ડાયવર્સ સેગમેન્ટમાં પ્રોડક્ટની નિકાસ કરે છે. કંપનીના બિઝનેસમાં જોખમ ઓછું હોવાને કારણે એડવાન્સ રિસર્ચ, ડેવલપમેન્ટની ક્ષમતા સાથે મજબૂત નાણાકીય સ્થિતિમાં છે.

    આ પણ વાંચો: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

    નાણાકીય સ્થિતિ

    ગત ત્રણ વર્ષમાં કંપનીનો રેવન્યૂ ગ્રોથ મજબૂત રહ્યો છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની આવક 285.8 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2021માં 396.2 કરોડ રૂપિયા રહી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની માર્જિનમાં ખૂબ વધારો થયો છે. 2021માં કંપનીનો નફો વધીને 123.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

    આઈપીઓ મારફતે મળનારી રકમનો ઉપયોગ

    કંપની આઈપીઓ મારફતે મળનારી રકમમાંથી 92 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપનીની નાણાકીય જરૂરિયાતો પાછળ કરશે. જ્યારે 60 કરોડ રૂપિયાનો ઉપયોગ લોનના પ્રી અથવા રી-પેમેન્ટ માટે કરશે. અન્ય રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યો પાછળ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર