સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો- પિતાની પ્રોપર્ટીમાં દીકરીને કોઈ પણ સ્થિતિમાં સરખો હિસ્સો મળશે

News18 Gujarati
Updated: August 11, 2020, 1:40 PM IST
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો- પિતાની પ્રોપર્ટીમાં દીકરીને કોઈ પણ સ્થિતિમાં સરખો હિસ્સો મળશે
પિતાનું મૃત્યુ કાયદો બન્યા પહેલા એટલે કે 2005થી પહેલા થયું હશે તો પણ દીકરીને દીકરા જેટલો જ અધિકાર મળશે

પિતાનું મૃત્યુ કાયદો બન્યા પહેલા એટલે કે 2005થી પહેલા થયું હશે તો પણ દીકરીને દીકરા જેટલો જ અધિકાર મળશે

  • Share this:
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે દીકરીઓને પૈતૃક સંપત્તિ પર અધિકાર હશે, ભલે હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ 2005ના લાગુ થયા પહેલા જ કોપર્શરનું મૃત્યુ થઈ ગયું હોય. હિન્દુ મહિલાઓને પોતાના પિતાની પ્રોપર્ટીમાં ભાઈને બરાબર હિસ્સો મળશે. મૂળે, વર્ષ 2005માં આ કાયદો બન્યો હતો કે દીકરા અને દીકરી બંનેને પોતાની પિતાની પ્રોપર્ટીમાં સમાન અધિકાર હશે. પરંતુ એ સ્પષ્ટ નહોતું કે જો પિતાનું મૃત્યુ 2005થી પહેલા થયું હોય તો શું આ કાયદો આવા પરિવાર પર લાગુ થશે કે નહીં.

આજે જસ્ટિસ અરૂણ મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો કે કાયદો દરેક પરિસ્થિતિમાં લાગુ થશે. જો પિતાનું મૃત્યુ કાયદો બન્યા પહેલા એટલે કે 2005થી પહેલા થયું હશે તો પણ દીકરીને દીકરા જેટલો જ અધિકાર મળશે.

નોંધનીય છે કે, 2005માં હિન્દુ ઉત્તરાધિકારી કાયદો 1956માં સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં પૈતૃક સંપત્તિમાં દીકરીઓને સરખો હિસ્સો આપવાની વાત કહેવામાં આવી છે. કલાસ 1 કાયદાકિય વારસદા હોવાના કારણે સંપત્તિ પર દીકરોનો દીકરા જેટલો જ હક છે. લગ્ન સાથે તેનો કોઈ સંબંધ નથી. દીકરી પોતાના હિસ્સાની પ્રોપર્ટી પર દાવો કરી શકે છે.

(1) હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટીના બે પ્રકાર હોઈ શકે છે. એક પિતા દ્વારા ખરીદવામાં આવેલી. બીજી પૈતૃક સંપત્તિ હોય છે. જે છેલ્લી ચાર પેઢીઓથી પુરુષોને મળતી આવી છે. કાયદા મુજબ, દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બંનેનો જન્મથી જ સરખો અધિકાર હોય છે.

આ પણ વાંચો, પત્નીના મોત બાદ બનાવ્યું તેના સપનાનું ઘર, સિલિકોન વેક્સ સ્ટેચ્યૂની સાથે કર્યો ગૃહ પ્રવેશ

કાયદો કહે છે કે, પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોઈને ન આપી શકે. એટલે કે આ મામલામાં તે કોઈ એકના નામે વીલ ન કરી શકે. તેનો અર્થ એ થાય છે કે, તેઓ દીકરીને તેનો હિસ્સો આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.

(2) પિતાની ખરીદેલી પ્રોપર્ટી પર શું છે કાયદો? - જો પિતાએ પોતે પ્રોપર્ટી ખરીદી છે એટલે કે પિતાએ પ્લોટ કે ઘર પોતાના પૈસાથી ખરીદ્યું છે તો દીકરીનો પક્ષ નબળો થઈ જાય છે. આ મામલામાં પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઈચ્છાથી કોઈને ગિફ્ટ કરવાનો અધિકાર હોય છે. દીકરી તેમાં વાંધો ઉઠાવી શકે નહીં.

આ પણ વાંચો, જ્યારે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે ટ્રમ્પને લઈ ગયો બંદૂકધારી, વ્હાઇટ હાઉસની બહાર થયું ફાયરિંગ

(3) પિતાનું મૃત્યુ થવાની સ્થિતીમાં શું? – જો પિતાનું મોત વીલ છોડ્યા વગર થઈ જાય છે તો તમામ ઉત્તરાધિકારીઓને પ્રોપર્ટી પર બરાબરનો અધિકાર હશે. સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ઉત્તરાધિકારી કાયદામાં પુરુષ ઉત્તરાધિકાીઓને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading