Cryptocurrency પર સુપ્રીમનો મોટો ચુકાદો, હવે ભારતમાં Bitcoinનો ઉપયોગ કરી શકાશે

Cryptocurrency પર સુપ્રીમનો મોટો ચુકાદો, હવે ભારતમાં Bitcoinનો ઉપયોગ કરી શકાશે
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર મોટો ચુકાદો આપતાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર મોટો ચુકાદો આપતાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે

  • Share this:
    નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ક્રિપ્ટોકરન્સી પર મોટો ચુકાદો આપતાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે દેશના તમામ બેંક તેની લેવડ-દેવડ શરૂ કરી શકે છે. નોંધનીય છે કે RBI (Reserve Bank Of India)એ વર્ષ 2018માં એક સર્ક્યુલર જાહેર કરી બેંકોને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં કારોબાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીયો પણ Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સીનું ખરીદ અને વેચાણ કરી શકશે.

    શું છે મામલો?



    આરબીઆઈના સર્ક્યુલરને પડકારતાં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઈન્ડિયા (IAMAI) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આઈએએમએઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે કેન્દ્રીય બેંકના આ પગલાથી ક્રિપ્ટોકરન્સીમાં થનારો કાયદાકિય વ્યવહાર ગતિવિધિઓ પર પ્રભાવી રીતે પ્રતિબંધ લાગી જાય છે. જેના જવાબમાં આરબીઆઈએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. આરબીઆઈનું કહેવું છે કે તેનાથી ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગના ખતરાને જોતાં આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, કોરોનાવાયરસના કારણે નબળો પડ્યો ભારતીય રુપિયો, સામાન્ય માણસ પર થશે સીધી અસર

    શું હોય છે ક્રિપ્ટોકરન્સી?

    ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી હોય છે, જે બ્લૉકચેન ટેકનીક પર આધારિત છે. આ કરન્સીમાં કોડિંગ ટેકનીકનો ઉપયોગ થાય છે. આ ટેકનીક દ્વારા કરન્સીના તમામ ટ્રાન્જેક્શનની વિગતો હોય છે, જેનાથી તેને હૅક કરવું મુશ્કેલ છે. આ કારણ છે કે ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડીની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. ક્રિપ્ટોરન્સીનું સંચાલન કેન્દ્રીય બેંકથી સ્વતંત્ર હોય છે, જે તેની સૌથી મોટી ખામી છે.

    આ પણ વાંચો, કયા શહેરમાં વસે છે દુનિયાના સૌથી વધુ અબજપતિઓ?
    First published:March 04, 2020, 11:25 am

    टॉप स्टोरीज