Home /News /business /SCના નિર્ણયથી કર્મચારીઓને રાહત, 4 મહિનામાં વિસ્તૃત પેન્શન કવરેજ મેળવી શકશે

SCના નિર્ણયથી કર્મચારીઓને રાહત, 4 મહિનામાં વિસ્તૃત પેન્શન કવરેજ મેળવી શકશે

કર્મચારીઓને રાહત માટે મોટા સમાચાર

આ નિર્ણય પછી, જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર, 2014 સુધી EPSના વર્તમાન સભ્યો હતા, તેઓ તેમના 'વાસ્તવિક' પગારના 8.33 ટકા સુધી યોગદાન આપી શકે છે. અગાઉ તેઓ પેન્શનપાત્ર પગારના માત્ર 8.33 ટકા યોગદાન આપી શકતા હતા.

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) વર્ષ 2014 માટે કર્મચારી પેન્શન (સુધારા) યોજનાને ( Employees Pension Amendment Scheme 2014 ) લઈને મોટો નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે કર્મચારી પેન્શન (સુધારા) યોજના, 2014 ની માન્યતાને સમર્થન આપ્યું છે, જે પછી 2014 પહેલાં વિસ્તૃત પેન્શન કવરેજ ન અપનાવનારા પાત્ર કર્મચારીઓ પણ આગામી 4 મહિનામાં તેનો ભાગ (Eligible Employees) બની શકે છે.

    આ નિર્ણય પછી, જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર, 2014 સુધી EPSના વર્તમાન સભ્યો હતા, તેઓ તેમના 'વાસ્તવિક' પગારના 8.33 ટકા સુધી યોગદાન આપી શકે છે. આ અગાઉ, તેઓ પેન્શનપાત્ર પગારના માત્ર 8.33 ટકા યોગદાન આપી શકતા હતા અને તેની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે કર્મચારીઓ આ યોજનામાં વધુ યોગદાન આપી શકશે અને વધુ લાભ મેળવી શકશે.

    આ પણ વાંચો:  સોનામાં રોકાણમાં મામલે સુરત સુપરથી ઉપર! દેશના આ જિલ્લાઓમાં છે સૌથી જબ્બર ડિમાન્ડ

    આ સાથે, કોર્ટે શુક્રવારે 2014 ના સુધારામાં તે શરત રદ કરી હતી, જેમાં કર્મચારી માટે દર મહિને 15 હજારથી વધુના પગારમાં 1.16 ટકા યોગદાન આપવું ફરજિયાત હતું.

    સમાચાર એજન્સી PTI અનુસાર, કર્મચારીઓના સંગઠનોએ સરકાર પાસે માંગ કરી છે કે, રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની અસાધારણ બેઠક બોલાવે જેથી કરીને સુપ્રીમ કોર્ટના આદેશને જલ્દીથી લાગુ કરી શકાય.

    ઓગસ્ટ 2014 માં, પેન્શન યોજનામાં સુધારો કરીને, પેન્શનપાત્ર પગારની મહત્તમ મર્યાદા અગાઉના રૂપિયા 6,500 પ્રતિ માસથી વધારીને રૂપિયા 15,000 પ્રતિ માસ કરવામાં આવી હતી. આનાથી સભ્ય અને તેના એમ્પ્લોયર માટે વાસ્તવિક વેતનના 8.33 ટકા યોગદાન શક્ય બન્યું છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Employees Provident Fund, Pension Plan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन