સુપ્રીમ કોર્ટે કહ્યું, ફ્લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક 6% વ્યાજ આપશે

પઝેશનમાં 36 મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે

પઝેશનમાં 36 મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે

 • Share this:
  નવી દિલ્હીઃ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફ (Justices DY Chandrachud and KM Joseph)ની એક બેન્ચે DLF Southern Homes Pvt Ltd અને Annabel Builders & Developers Pvt Ltdને દર વર્ષે બાયર્સને ફ્લટની કિંમત પર 6 ટકા વ્યાજ આપવા માટે કહ્યું છે. આ બંને બિલ્ડર્સ બેંગલુરુમાં ફ્લેટ બનાવી રહ્યા છે. બેન્ચે કહ્યું કે જે બાયર્સના ફ્લેટના પઝેશન આપવામાં બેથી ચાર વર્ષનો વિલંબ થઈ ચૂક્યો છે બિલ્ડર્સ તેમને વ્યાજ આપશે. Southern Homes Pvt Ltdને હવે BEGUR OMR Homes Pvt Ltdના નામથી ઓળખવામાં આવે છે.

  NCDRCનો આદેશ રદ- સુપ્રીમ કોર્ટે NCDRCના 2 જુલાઈ, 2019ના એ આદેશને પણ રદ કરી દીધો જેમાં 339 ફ્લેટ ખરીદનારાઓની ફરિયાદ ફગાવી દેતાં કહ્યું હતું કે વિલંબ કે વાયદાના અનુરૂપ સુવિધાઓ ન મળવાની સ્થિતિમાં ફ્લેટ ખરીદ સમજૂતીમાં નિર્ધારિત કરવામાં આવેલી રકમથી વધુ વળતરના હકદાર નથી.

  આ પણ વાંચો, વિદેશી બજારોમાં ફરી ઘટ્યો સોનાનો ભાવ, સ્થાનિક બજારમાં 5000 રૂપિયા સુધી થયું સસ્તું

  આ પણ વાંચો, 30 હજાર રૂપિયા સુધીના પગારદારો માટે સરકાર કરી શકે છે મોટી જાહેરાત, મળશે અનેક ફાયદા

  સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ફ્લેટ ડિલીવરીમાં વિલંબ થતાં 5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટના હિસાબથી બિલ્ડર પહેલાની જેમ પેનલ્ટી આપશે. તેની સાથે જ બિલ્ડર્સને હવે ફ્લેટની કિંમત પર વર્ષે 6 ટકા વ્યાજ પણ હોમ બાયર્સને ચૂકવવું પડશે. બેન્ચે કહ્યું કે, શરૂઆતમાં બિલ્ડર્સને વાર્ષિક 6 ટકા વ્યાજ આપવું પડશે. પરંતુ ફ્લેટ પઝેશનમાં 36 મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: