ન્યૂઝ 18 ગુજરાતી : દેશનાં સુપ્રીમ કોર્ટે પીએફ કેલક્યુલેશન અંગે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કંપનીઓ બેઝિક સેલેરીમાંથી સ્પેશિયલ અલાઉન્સને અલગ નથી કરી શકતી. પ્રોવિડન્ડ ફંડ ડિડક્શનનાં કેલક્યુલેશન માટે આને પણ સામેલ કરવું પડશે. વિશેષજ્ઞોનું માનવું છે કે આનાથી કંપનીઓ પર વિત્તીય બોજ વધી શકે છે. આ નિર્ણયથી તે કર્મચારીઓ પર કંઇ અસર નહીં થાય જેની બેઝિક સેલેરી અને સ્પેશિયલ અલાઉન્સ દર મહિને 15000 રૂપિયાથી વધારે છે.
હવે શું?
માની લો કે તમારી સેલેરી 20,000 રૂપિયા પ્રતિ મહીના છે. આમાં 6000 રૂપિયા તમારી બેઝિક સેલેરી છે અને બાકી 12 હજાર રૂપિયાનું સ્પેશિઅલ એલાઉન્સ મળે છે. તો હવે તમારૂં પીએફ 6000 રૂપિયા પર નહીં પરંતુ 18000 રૂપિયા પર કેલક્યુલેટ થશે. આવી સ્થિતિમાં ટેક હોમ સેલેરી ઓછી થઇ જશે. જ્યારે પીએફ કોન્ટ્રીબ્યૂશન કંપની તરફથી વધી જશે. એટલે તમારા વધારે પૈસા પીએફમાં આવશે.
શું છે મામલો
સુપ્રીમ કોર્ટની બેંચને પૂછવામાં આવ્યું હતું કે શું કંપની કર્મચારીને જે સ્પેશિઅલ અલાઉન્સ આપે છે તે ડિડક્શનનાં કોમ્પ્યુટેશન માટે બેઝિક સેલેરીની મર્યાદામાં નહીં આવે.
આની પર નિર્ણય સંભળાવતા જસ્ટિસ સિન્હાએ કહ્યું કે, 'તથ્યોનાં આધારે વેજ સ્ટ્રક્ચર અને સેલેરીનાં અન્ય હિસ્સાઓને જોવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત ઓથોરિટી અને અપીલીય ઓથોરિટી બંન્નેએ આની પરખ કરી છે. આ બંન્ને તે નિષ્કર્ષની સાથે હસ્તક્ષેપનો મામલો નથી બનતો.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર