AGR વસૂલી : ટેલીકૉમ કંપનીઓને SCની ફટકાર- દેશમાં કોઈ કાયદો બચ્યો છે, કોર્ટ બંધ કરી દઈએ?

News18 Gujarati
Updated: February 14, 2020, 1:46 PM IST
AGR વસૂલી : ટેલીકૉમ કંપનીઓને SCની ફટકાર- દેશમાં કોઈ કાયદો બચ્યો છે, કોર્ટ બંધ કરી દઈએ?
'શું સરકારી ડેસ્ક અધિકારી સુપ્રીમ કોર્ટથી ઊંચા છે જે અમારા આદેશ પર રોક લગાવી દે'

'શું સરકારી ડેસ્ક અધિકારી સુપ્રીમ કોર્ટથી ઊંચા છે જે અમારા આદેશ પર રોક લગાવી દે'

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ટેલીકૉમ કંપનીઓથી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (Adjusted Gross Revenue) વસૂલી મામલામાં ટેલીકૉમ કંપનીઓ અને સરકારને આકરી ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટના અનાદર કરનારી એરટેલ, વોડાફોન સહિત અન્ય કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટર, સીએમડીને નોટિસ જાહેર કરી છે. આ ઉપરાંત કંપનીઓ, ટેલીકૉમ વિભાગના અધિકારીઓને 17 માર્ચના રોજ સમન્સ પાઠવ્યા છે.

ટેલીકૉમ કંપનીઓએ AGRની ચૂકવણી કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, જે આદેશ આપવાનો હતો તે આપી દીધો છે. ટેલીકૉમ કંપનીઓને પૈસા ચૂકવવા જ પડશે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ અનાદર (Contempt of Court)નો મામલો છે, શું અમે સુપ્રીમ કોર્ટ બંધ કરી દઈએ? શું દેશમાં કોઈ કાયદો બચ્યો છે? શું આ મની પાવર નથી? સારું રહેશે કે આ દેશમાં રહેવામાં ન આવે અને દેશ છોડી દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?

જસ્ટિસ અરૂણ મિશ્રાએ અરજીકર્તાઓ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ અરજીઓ દાખલ નહોતી કરવી જોઈતી, આ બધું બકવાસ છે. શું સરકારી ડેસ્ક અધિકારી સુપ્રીમ કોર્ટથી ઊંચા છે જે અમારા આદેશ પર રોક લગાવી દે. અત્યાર સુધી એક રૂપિયો પણ જમા નથી કરવામાં આવ્યો. અમે સરકારના ડેસ્ક અધિકારી અને ટેલીકૉમ કંપનીઓ પર કોર્ટના અનાદરની કાર્યવાહી કરીશું.

મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાના કારણે ડેસ્ક અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કંપનીઓ અને ડેસ્ક અધિકારીઓની વિરુદ્ધ અનાદર માટે એક્શન લેવામાં આવશે. કોર્ટના અનાદરના મામલામાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને સમન્સ પાઠવવામાં આવ્યા છે. મામલાની સુનાવણી હવે 17 માર્ચે થશે. તે દિવસે કંપનીઓના એમડીને કોર્ટની સમક્ષ ઉપસ્થિત રહેવું પડશે.


સુપ્રીમ કોર્ટે પહેલા શું આપ્યો હતો આદેશ?

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે સરકારને ટેલીકૉમ કંપનીઓથી AGRના વિવાદ સંબંધિત 92000 કરોડ રૂપિયાની વસૂલીની મંજૂરી આપી દીધી હતી. તે હેઠળ કંપનીઓને દંડની સાથે વ્યાજ પણ ચૂકવવું પડશે. કોર્ટે ચુકાદો આપતાં દૂરસંચાર વિભાગ દ્વારા નક્કી AGRની પરિભાષાને બરકરાર રાખી હતી. AGR વસૂલવાથી રાહત આપવાને લઈ ટેલીકૉમ કંપનીઓએ કોર્ટમાં અપીલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. સાથોસાથ એવું પણ કહ્યું હતું કે આ મામલામાં હવે વધુ કેસ નહીં કરવામાં આવે. બાકીની ચૂકવણીની ગણતરી માટે સમય અવધિ નક્કી કરવામાં આવશે.

શું છે મામલો?

મૂળે, ટેલીકૉમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે 23 જાન્યુઆરી સુધી પૂરી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેનાથી રાહત મેળવવા માટે કંપનીઓએ કોર્ટમાં સંશોધન અરજી દાખલ કરી હતી. તેની પર સુનાવણી કરતાં કોર્ટે આદેશ સંભળાવ્યો છે. આ પહેલા પણ 6 જાન્યુઆરીએ ટેલીકૉમ કંપનીઓને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે ટેલીકૉમ કંપનીઓની પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટના ચુકાદા મુજબ 23 જાન્યુઆરી સુધી ટેલીકૉમ કંપનીઓને બાકી રકમ ચૂકવવાની હતી.

22 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ દૂરસંચાર સેવા આપતી કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા ટેલીસર્વિસિસે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો હતો કે બેન્ચ 24 ઑક્ટોબર 2019ના તે ચુકાદા પર ફરીથી વિચાર કરે જેમાં બિન દૂરસંચાર આવકને પણ AGRમાં સામેલ કરવામાં આવી છે. આ ચુકાદાથી ટેલીકૉમ કંપનીઓને કેન્દ્રને લગભગ 1.33 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે.

આ પણ વાંચો, હાથ જોડીને વિજય માલ્યાએ ભારતીય બેંકોને કહ્યું- તાત્કાલીક તમારા પૈસા પાછા લઈ લો
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर