લોન મોરેટોરિયમ પીરિયડ 2 વર્ષ સુધીનો હોઈ શકે છે, RBI-બેંક મળીને તેની પર નિર્ણય લેશે

લોન પર મોરેટોરિયમ 2 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

લોન પર મોરેટોરિયમ 2 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

  • Share this:
    નવી દિલ્હીઃ લોન મોરેટોરિયમ (Loan Moratorium) પર કેન્દ્ર સરકારે (Modi Government) સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)માં સોગંદનામું આપ્યું છે. સરકાર એવા સંકેત આપ્યા છે કે મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવામાં આવી શકે છે. પરંતુ તે કેટલાક સેક્ટરને જ મળશે.

    સરકારે યાદી સોંપી છે કે કયા સેક્ટરને ભવિષ્યમાં રાહત આપવામાં આવી શકે છે. હવે આ મામલામાં આગામી સુનાવલી કાલે એટલે કે બુધવારે થશે. સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલે કહ્યું કે, એવા સેક્ટરની ઓળખ કરી રહ્યા છે જેમને રાહત આપવામાં આવી શકે છે, એ જોતા કે તેમને કેટલું નુકસાન થયું છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હવે વધુ વિલંબ ન કરી શકાય.


    આ પણ વાંચો, કોરોના કાળમાં LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! 2019-20માં વેચી 2.19 કરોડની નવી વીમા પોલિસી

    આ પહેલા ગત સપ્તાહે આ મામલે સુનાવણી દરમિયાનજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પ્રતિ કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમના મામલામાં તમે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે વહેલી તકે સોગંદનામું રજૂ કરો અને રિઝર્વ બેન્કની પાછળ છુપાઈને પોતાની જાતને બચાવો નહીં.

    લોન મોરેટોરિયમ એટલે લોનની હપ્તા ચૂકવવા માટે મળતી રાહત દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સમસ્યા સરકારના લૉકડાઉનના કારણે આવી છે.

    આ પણ વાંચો, ડૉ. કફીલ ખાનને મોટી રાહત, અલાહાબાદ હાઈકોર્ટે NSA હટાવ્યો, તાત્કાલિક મુક્ત કરવા આદેશ

    સુપ્રીમ કોર્ટે સરકારી પક્ષને કહ્યું હતું કે, તમે કહ્યું છે કે રિઝર્વ બેન્કે આ અંગે નિર્ણય લીધો છે. અમે આ વિશે રિઝર્વ બેન્કનો જવાબ જોયો છે. કેન્દ્ર સરકાર આરબીઆઈના પાછળ છુપાઈ રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: