નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court)લોન મોરેટોરિયમ (Loan Moratorium)મામલા પર સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોરેટોરિયમ સુવિધાનો ફાયદો લેનાર લોકોને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં. સાથે કહ્યું છે કે 15 નવેમ્બર સુધી કોઈનું લોન એકાઉન્ટ નોન પરર્ફોમિંગ એસેટ (NPA)જાહેર કરવામાં આવશે નહીં કારણ કે અમે તેના પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આ પહેલા સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર (Central Government)તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)અને બેંકોના વકીલ હરીશ સાલ્વેએ મામલાની સુનાવણી ટાળવાનો આગ્રહ કર્યો હતો. આ પછી મામલાની સુનાવણી 2 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને જલ્દીથી જલ્દી લાગુ કરવી જોઈએ. આ માટે કેન્દ્રને એક મહિનાનો સમય કેમ જોઈએ. સુપ્રીમ કોર્ટે સાથે કહ્યું કે જો સરકાર આ મુદ્દે નિર્ણય લેશે તો અમે તરત આદેશ પારિત કરીશું. જેના પર સોલિસિટર જનરલે કહ્યું કે બધી લોન અલગ-અલગ રીતથી આપવામાં આવી છે. જેથી બધાને અલગ-અલગ રીતથી નિપટવું પડશે.
આ પછી સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈને 2 નવેમ્બર સુધી સર્કુલર લાવવામાં આવે. જેના પર સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર 2 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઈને સર્કુલર જાહેર કરી દેશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર