AGR પર સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ બાકી નાણા ચૂકવવા માટે ટેલિકોમ કંપનીઓને 10 વર્ષનો મળ્યો સમય

News18 Gujarati
Updated: September 1, 2020, 1:02 PM IST
AGR પર સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ બાકી નાણા ચૂકવવા માટે ટેલિકોમ કંપનીઓને 10 વર્ષનો મળ્યો સમય
વોડાફોન-આઇડિયા અને ભારતી એરટલે AGRની બાકી રકમ ચૂકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો

વોડાફોન-આઇડિયા અને ભારતી એરટલે AGRની બાકી રકમ ચૂકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો

  • Share this:
નવી દિલ્હીઃ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ ચુકાદો સંભળાવતા ટેલિકોમ કંપનીઓને (India Telecom Companies) મોટી રાહત આપી છે. AGRના બાકી નાણા ચૂકવવા માટે કંપનીઓને 10 વર્ષનો સમય મળી ગયો છે. જોકે, કંપનીઓએ 15 વર્ષનો સમય માંગ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ NSE પર વોડાફોન-આઇડિયા (Vodafone Idea)નો શૅર 10 ટકાથી વધુ તૂટી ગયો. બીજી તરફ, ભારતી એરટેલ (Bharti Airtel)ના શૅરમાં 5 ટકાની જોરદાર તેજી જોવા મળી. AGRની બાકી રકમ પર સુપ્રીમ કોર્ટે પોતાનો પહેલો ચુકાદો 24 ઓક્ટોબર 2019ના રોજ આપ્યો હતો. ત્યારબાદ વોડાફોન-આઇડિયાએ ખુલીને કહ્યું હતું કે જો તેમને બેલઆઉટ નહીં કરવામાં આવે તો તેને ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવો પડશે.

નોંધનીય છે કે, વોડાફોન-આઇડિયા અને ભારતી એરટલે AGRની બાકી રકમ ચૂકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો. અત્યાર સુધી 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે કુલ બાકી રકમ 1.69 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો, લોન મોરેટોરિયમ પીરિયડ 2 વર્ષ સુધી હોઈ શકે છે, RBI-બેંક મળીને તેની પર નિર્ણય લેશે

ટેલિકોમ કંપનીઓને મળ્યો 10 વર્ષનો સમય

જસ્ટિસ અરૂણ મિશ્રાની આગવાનીવાળી બેન્ચે AGRની બાકી રકમ 10 વર્ષમાં ચૂકવવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે તેઓ AGRની કુલ બાકી રકમમાંથી 10 ટકા અત્યારે ચૂકવી દે અને બાકી રકમ આગામી 10 વર્ષમાં ચૂકવી દો. ટેલિકોમ કંપનીઓને AGRની બાકી રકમ ચૂકવવા માટે સોગંદનામું જમા કરાવવું પડશે. જો કંપનીઓ આ 10 વર્ષ દરમિયાન પેમેન્ટ પર ડિફોલ્ટ કરે છે તો વ્યાજ અને દંડ આપવો પડશે.

આ પણ વાંચો, કોરોના કાળમાં LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! 2019-20માં વેચી 2.19 કરોડની નવી વીમા પોલિસી

શું છે AGRનો મામલો?

સરળ શબ્દોમાં કહીએ તો એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યૂસેઝ અને લાઇસન્સની ફી છે. તેના બે ભાગ હોય છે- સ્પેક્ટ્રમ યૂસેઝ ચાર્જ અને લાઇસન્સ ફી, જે ક્રમશઃ 3-5 ટકા અને 8 ટકા હોય છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કહે છે કે AGRની ગણતરી કોઈ પણ ટેલિકોમ કંપનીને થતી કુલ આવકને આધારે હોવી જોઈએ, જેમાં ડિપોઝિટ ઇન્ટરેસ્ટ અને અસેડ વેચાણ જેમાં બિન-ટેલિકોમ સ્ત્રોતથી થયેલી આવકને પણ સામેલ હોય.
Published by: Mrunal Bhojak
First published: September 1, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading