એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બિસ્કીટના વેચાણમાં વાર્ષિક 16.5 ટકાનો વધારો થયો છે,
કન્ઝ્યુમર ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ બિજોના આંકડાઓ અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બિસ્કીટના વેચાણમાં વાર્ષિક 16.5 ટકાનો વધારો થયો છે, જ્યારે પેકેજ્ડ ફૂડના વેચાણમાં વાર્ષિક 14.1 ટકાના દરે વધારો થયો છે.
નવી દિલ્હીઃ વધતી મોંઘવારીએ લોકોના બજેટને પૂરી રીતે બગાડી દીધું છે અને તેની સીધી અસર તેમના ખર્ચાઓ પર જોવા મળી રહી છે. એટલા માટે હવે લોકો સસ્તા ઉત્પાદનોની તરફ વળી રહ્યા છે. આ જ કારણ છે કે અન્ય સ્નેક્સ અને પેકેજ્ડ ફૂડની જ્ગ્યાએ બિસ્કીટનું વેચાણ વધી ગયુ છે. નાસ્તાનું સૌથી સસ્તુ સ્વરૂપ હોવાના કારણે ચાલૂ નાણાકીય વર્ષમાં પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટની સરખામણીમાં બિસ્કીટના વેચાણમાં તેજી આવી છે.
કન્ઝ્યુમર ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ બિજોના આંકડાઓ અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બિસ્કીટના વેચાણમાં વાર્ષિક 16.5 ટકાનો વધારો થયો છે, જ્યારે પેકેજ્ડ ફૂડના વેચાણમાં વાર્ષિક 14.1 ટકાના દરે વધારો થયો છે.
આ ટ્રેડથી બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધારે નફો થયો છે. 30 સપ્ટેમ્બરે સમાપ્ત બીજા ક્વાટર દરમિયાન મોટાભાગની એફએમસીજી કંપનીઓના માર્જિન પર દબાવ જોવા મળ્યો છે. મોંઘવારીને કારણે ઘણી પ્રોડક્ટસ મોંઘી થઈ છે. પરંતુ નુસ્લી વાડિયાની માલિકીની બ્રિટાનિયાના માર્જિનમાં વધારાએ બજારોને ચોંકાવી દીધું છે. કંપનીએ બિસ્કીટ સાથે જોડાયેલા ઘણા ઉત્પાદનો બજારમાં રજૂ કર્યા હતા, જેનો તેમને સીધો જ ફાયદો મળ્યો છે.
બિસ્કિટના વેચાણમાં વૃદ્ધિને જોતા હવે દિગ્ગજ એફએમસીજી કંપની આઈટીસીએ પણ નવા ઉત્પાદનો રજૂ કર્યા છે. આઈટીસીમાં ખાદ્ય વિભાગ મુખ્ય પરિવર્તન અધિકારી અલી હેરિસે શેરે જણાવ્યુ કે, ફાર્માલાઈટ હેઠળ જુદી-જુદી હેલ્દી બિસ્કીટ, ડાર્ક ફેન્ટેસી ડેસર્ટ, વેનિલા ફિલ્સ અને મોમ્સ મેઝિક ફિલ્સથી ભરાયેલી બિસ્કીટની મદદથી કંપનીના બિઝનેસમાં વધારો થયો છે.
ઘણા ભારતીય લોકો દરેક ભૂખ મટાડવા માટે બિસ્કીટનો ઉપયોગ કરે છે. પછી તે ચાની જોડે હોય તે નાસ્તાની રીતે. હંમેશા ઘરે આવનારા મહેમાનોને પણ બિસ્કીટ આપવામાં આવે છે. બજારમાં ગ્રાહકોના વિવિધ વર્ગો માટે ઘણી બિસ્કીટ ઉપલબ્ધ છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર