Home /News /business /

અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!- MHAએ જાહેર કર્યો આદેશ

અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!- MHAએ જાહેર કર્યો આદેશ

દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ પર બિન-જરૂરી સામાનના સપ્લાય પર પ્રતિબંધ ચાલુ રહેશે

દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ પર બિન-જરૂરી સામાનના સપ્લાય પર પ્રતિબંધ ચાલુ રહેશે

    નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs- MHA)એ કહ્યું છે કે કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશવ્યાપી લૉકડાઉન (Lockdown)માં ઈ-કોમર્સ (E-Commerce) કંપનીઓને બિન-જરૂરી સામાનના સપ્લાય પર પ્રતિબંધ ચાલુ રહેશે. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સરકારે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. સરકારના આ નિર્ણયથી હવે ઈ-કોમર્સ કંપનીઓ અમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) પોતાના પ્લેટફોર્મ પર બિન-જરૂરી સામાનને નહીં વેચી શકે.

    માત્ર જરૂરી સામાનની જ ડિલીવરી કરવાની મંજૂરી

    સરકારે લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે પરંતુ બિન-જરૂરી સામાનની ડિલીવરી નહીં કરી શકાય. ગત સપ્તાહે ગૃહ મંત્રાલયે 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વાહનોનો ઉપયોગ માત્ર જરૂરી સામાનની ડિલીવરી માટે થશે. આ દરમિયાન કોઈ પણ બિન-જરૂરી સામાનની ડિલીવરી પર પ્રતિબંધ ચાલુ રહેશે.


    20 એપ્રિલથી આ કામ શરૂ થશે

    કાલથી શાકભાજી-ફળની લારીઓ, સાફ-સફાઈનો સામાન વેચવાની દુકાનો ખુલશે. કરિયાણું અને રેશનની દુકાનો, ડેરી અને મિલ્ક બૂથ, પોલ્ટ્રી, મીટ, માછલી અને ઘાસચારો વેચનારી દુકાનો પણ ખુલશે. આ ઉપરાંત ઇલેક્ટ્રીશિયન, આઈટી રિપેરર્સ, પ્લમ્બર, મોટર મિકેનિક, કારપેન્ટર, કુરિયર, ડીટીએચ અને કેબલ સર્વિસિસ ચાલુ થશે.

    આ પણ વાંચો, COVID-19: રેલવેના આ પ્લાનથી 13 લાખ કર્મચારીઓને લાગશે મોટો આંચકો, થશે આ અસર

    આ સેવાઓ પણ 20 એપ્રિલથી શરૂ થઈ શકશે

    >> માત્ર સરકારી ગતિવિધિઓ માટે કામ કરનારા ડેટા અને કૉલ સેન્ટર.
    >> આઈટી અને તેની સાથે જોડોયલી ઓફિસો, તેમાં 50%થી વધુ સ્ટાફ નહીં હોય.
    >> ઓફિસ અને રહેણાંક પરિસરોની પ્રાઇવેટ સિક્યુરિટી અને મેન્ટેનન્સ સર્વિસિસ
    >> ટ્રક રિપરે માટે હાઈવે પર દુકાનો અને ઢાબા ખુલશે. રાજ્ય સરકારોની જવાબદારી હશે કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.

    આ પણ વાંચો, WhatsAppની સીક્રેટ ટ્રિક! એક સાથે 256 લોકોને Message મોકલો, ગ્રુપ નહીં બનાવવું પડે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Flipkart, Lockdown, Pandemic, StayHome, અમેઝોન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन