Home /News /business /ગૂગલના CEO સુંદર પિચાઈને મળ્યો પદ્મ ભૂષણ, કહ્યું- ભારત મારું અભિન્ન અંગ છે, જ્યાં પણ જાઉં ત્યાં ભારતને લઈ જઉં છું..

ગૂગલના CEO સુંદર પિચાઈને મળ્યો પદ્મ ભૂષણ, કહ્યું- ભારત મારું અભિન્ન અંગ છે, જ્યાં પણ જાઉં ત્યાં ભારતને લઈ જઉં છું..

ગૂગલના CEO સુંદર પિચાઈને મળ્યો પદ્મ ભૂષણ.

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકામાં ભારતીય રાજદૂત દ્વારા દેશના પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે પિચાઈએ કહ્યું હતું કે, ભારત મારો એક ભાગ છે, અભિન્ન અંગ છે, હું જ્યાં પણ જાઉં છું તેને મારી સાથે લઈ જઉં છું.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકામાં ભારતીય રાજદૂત દ્વારા દેશના પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે પિચાઈએ કહ્યું હતું કે, ભારત મારો એક ભાગ છે, અભિન્ન અંગ છે, હું જ્યાં પણ જાઉં છું તેને મારી સાથે લઈ જઉં છું.

  Google CEOને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં વર્ષ 2022 માટે ભારતનો શ્રેષ્ઠ પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો છે. પદ્મ ભૂષણ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. મદુરાઈમાં જન્મેલા પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોમાં પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

  યુ.એસ.માં ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુએ 50 વર્ષીય પિચાઈને એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહ્યું હતું કે, હું આ સન્માન માટે ભારત સરકાર અને ભારતના લોકોનો ખૂબ આભારી છું. મને આકાર આપનાર દેશ દ્વારા આ રીતે સન્માનિત થવું અવિશ્વસનીય-અદ્દભુત છે. તેમણે આગળ ઉમેર્યું, ભારત મારો એક ભાગ છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં તેને મારી સાથે લઈ જાઉં છું. આ સુંદર એવોર્ડને હું સુરક્ષિત રાખીશ.

  ભારતીય-અમેરિકન પિચાઈએ વધુમાં કહ્યું કે, તેઓ શિક્ષણ અને જ્ઞાનને પ્રેમ કરનાર ભારતીય પરિવારમાં ઉછેર લેવા માટે ભાગ્યશાળી અનુભવું છે. મારા માતા-પિતાએ મારી ઈચ્છા-રુચિઓ શોધવાની તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં બલિદાન આપ્યા હતા.

  એવોર્ડ પ્રાપ્તિ વખતે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા સહિતના ટેક્નોલોજી માટેના વિઝનને પણ યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે પ્રગતિ માટે પ્રવેગક રહ્યું છે અને મને ગર્વ છે કે Google ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખવા માટે સરકારો, વ્યવસાયો અને વિવિધ સમાજ-વર્ગ સાથે ભાગીદારી કરી રહ્યું છે.

  બીજી તરફ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ પિચાઈને પુરસ્કાર સોંપતા આશા વ્યક્ત કરી કે, ગૂગલ ભારતમાં થઈ રહેલી ડિજિટલ ક્રાંતિમાં અનન્ય ફાળો આપીને ગ્લોબલ ટેક જાયન્ટ તરીકે પોતાના મોભાનો સંપૂર્ણ ઉપયોગ કરશે.

  આ પણ વાંચોઃ ગૂગલ, FB, એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓમાં રિક્રૂટમેન્ટ પર બ્રેક! ભારતમાં દેખાવવા લાગી અસર

  સંઘર્ષભર્યું છે પિચાઈનું જીવન 

  પિચાઈના કરિયર વિશે વાત કરીએ તો ભારતમાં GECમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા પિતા અને સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતા માતા બે રૂમના નાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સુંદર પિચાઈના ઘરમાં ક્યારેય ટીવી નહોતું અને આજે તેઓ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિનના વડાનો કાર્યભાર સંભાળે છે. તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા સુંદર પિચાઈએ આઈઆઈટી ખડગપુરમાંથી એન્જિનિયરિંગ કરીને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી, પરંતુ અમેરિકા ભણવા જવા માટે એર ટિકિટ લેવા પણ પૂરતા પૈસા નહોતા. તેથી લોન લેવી પડી હતી અને પિતાએ એક વર્ષની કમાણી ઉમેરીને પુત્રને અમેરિકા ભણવા મોકલ્યો હતો.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: સુંદર પિચાઇ

  विज्ञापन
  विज्ञापन