Sumangala Yojana For Girls: દીકરીઓ ભાર નહીં પણ આશિર્વાદ બને માટે અહીં સરકારે ખાસ યોજના બનાવી છે. જેમાં જન્મથી લઈને ભણતર સુધીનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. તમે પણ જાણી લો આ યોજના વિશે મહત્વની વાત.
દીકરીઓના સારા ભવિષ્ય (Future of Girl Child) માટે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને એટલે જ સરકાર કન્યા સુમંગલ યોજના (Kanya Sumangla Yojana) ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકાર(Government of UP) દીકરીઓના જન્મથી લઈને તેમના ભણતરનો ખર્ચ (Birth And Education of Girl Child) ઉઠાવે છે. આ યોજના હેઠળ રકમ નક્કી કરેલા સમયે પુત્રીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સાથે દીકરીઓને વધુ સારો ઉછેર અને શિક્ષણ મળી શકે છે, જેથી તેઓને સારું જીવન મળી શકે.
ઉત્તર પ્રદેશ સરકારની કન્યા સુમંગલા યોજનાએ દીકરીઓ માટે છે, જેમનો જન્મ 1 એપ્રિલ 2019 પછી થયો છે. દીકરી 21 વર્ષની થયા બાદ સરકાર પણ લગ્ન માટે આર્થિક મદદ આપે છે. સરકારે કન્યા સુમંગલા યોજના માટે 1200 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશની 9.36 લાખ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
લાભ મેળવવા માટે શરતો
કન્યા સુમંગલા યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવો જોઈએ. આ સાથે જ માતા-પિતાની આવક ત્રણ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ એક પરિવારની બે જ કન્યાઓને આપી શકાય છે. સાથે જ પરિવારમાં બાળકોની સંખ્યા બેથી વધુ ન હોવી જોઈએ. દત્તક લીધેલી છોકરીઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
કન્યા સુમંગલા યોજના માટે અરજી કરવા પર બાળકના જન્મ પર 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવશે. એક વર્ષ માટે તમામ રસીકરણ પૂર્ણ થયા પછી એક હજાર રૂપિયાનો બીજો હપ્તો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. શાળામાં પ્રવેશ માટે 2 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પછી જ્યારે ધોરણ 6માં એડમિશન થશે, ત્યારે દીકરીના ખાતામાં બે હજાર રૂપિયા આવશે. તેવી જ રીતે ધોરણ 9માં પ્રવેશ સમયે પાંચમાં હપ્તા માટે ત્રણ હજાર રૂપિયા મળશે. સ્નાતક અથવા ડિપ્લોમા કોર્સ માટે 5 હજાર રૂપિયા આપવામાં આવશે અને દીકરી 21 વર્ષની થાય ત્યારે તેના લગ્ન કે ઉચ્ચ શિક્ષણ માટે પણ સરકાર સહાય આપે છે.