Home /News /business /New IPO: આગામી સપ્તાહમાં આવી રહ્યો રુપિયા કમાવવાનો મોકો, પહેલા આ 5 વાત જાણી લો

New IPO: આગામી સપ્તાહમાં આવી રહ્યો રુપિયા કમાવવાનો મોકો, પહેલા આ 5 વાત જાણી લો

આ IPOમાં કમાણીનો તગડો મોકો, ચૂકવા જેવો નથી

Sula vineyards ipo : શેરબજારમાં અત્યારે આઈપીઓ માર્કેટ ખૂબ જ ઉત્સાહમાં છે. આ આઈપીઓ 12 ડિસેમ્બરે ખૂલશે અને 14 ડિસેમ્બરે બંધ થશે. જોકે આ આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી.

  Sula Vineyards એ 1996 માં તેની પ્રથમ વાઇનયાર્ડ ખોલી. વાઇનયાર્ડમાં જ વાઇન બનાવવા માટે દ્રાક્ષની ખેતી અને તેમાંથી વાઇન બનાવવાનું કામ કરવામાં આવે છે. વર્ષ 2000 માં પહેલીવાર કંપનીએ વિવિધ જાતની દ્રાક્ષમાંથી વાઇન બનાવવાનું કામ પણ શરૂ કર્યું. હાલમાં કંપની 13 વિવિધ બ્રાન્ડ હેઠળ 56 પ્રકારની વાઇન બનાવે છે. કંપની મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 6 પ્રોડક્શન ફેસેલિટી ધરાવે છે. તેમાંથી 4 ફેસેલિટી કંપનીની છે અને 2 ફેસેલિટી લીઝ પર છે.


  વાઇન બનાવી અને તેને વેચીને તો કંપની કમાણી કરે છે. આ સિવાય કંપની પાસે બે વાઈન રિસોર્ટ પણ છે, જેમાંથી પણ તે કમાણી કરે છે. આ બંને રિસોર્ટ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા છે. તેમના નામ બિયોન્ડ સુલા (Beyond Sula ) અને ધ સોર્સ એટ સુલા (The Source at Sula) છે. આ ઉપરાંત, કંપની લે ગ્રાન્ડ નોઇર (Le Grand Noir), હાર્ડિસ (, Hardys), બેલુગા વોડકા (Beluga Vodka) જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ડીલરશિપ કરાર પણ ધરાવે છે.


  કારોબારી વર્ષ 2021-22માં Sula Vineyardsનો નફો અગાઉના વર્ષના રૂ. 3.01 કરોડથી વધીને રૂ. 52.14 કરોડ થયો છે. જોકે કંપનીના ઓપરેશન્સથી થતી આવક રૂ. 453.292 કરોડથી ઘટીને રૂ. 417.96 કરોડ થઈ છે.


  Sula Vineyards આઈપીઓ મારફત 1000 કરોડ રુપિયાનું ફંડ એકઠું કરવાનો પ્લાન બનાવ્યો છે.


  Sula Vineyards આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કંપની પ્રતિ શેર રૂ. 2ની ફેસ વેલ્યુ સાથે 2,55,46,186 ઇક્વિટી શેર માટે ઓફર ફોર સેલ (OFS) લાવશે. OFS માં કંપનીના પ્રમોટરો અને હાલના શેરધારકો તેમનો ભાગ વેચશે. આ માટે કંપનીએ કોટક મહિન્દ્રા કેપિટલ (Kotak Mahindra Capital), CLSA અને IIFL Securities ને મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. Kfin Technologies આ IPO માટે રજિસ્ટ્રાર હશે. સુલા વાઇનયાર્ડ્સના શેર બંને એક્સચેન્જો એટલે કે BSE અને NSE પર લિસ્ટ થશે.


  જો Sula Vineyardsનો આઈપીઓ આવે છે, તો વાઈન બનાવવાવાળી દેશની કોઈ કંપનીનો આ પહેલો આઈપીઓ હશે. જોકે અનલિસ્ટેડ માર્કેટમાં ફ્રેટલી અને ગ્રોવર જેમ્પા સુલાની હરીફ છે.


  આ તરફ સુલા વિનયાર્ડ્સનો આઈપીઓ ખૂલવાનો છે અને અને ઓફિસર્સ ચોઇસ (Officers Choise) વ્હિસ્કી બનાવવાલી Allied Blenders & Distillers એક વધુ આલ્કોહોલ બનાવતી કંપની છે જેણે સેબી પાસે ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. અલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સનો આઈપીઓ આગામી કેટલાક મહિનામાં ખૂલી શકે છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, IPO News

  विज्ञापन
  विज्ञापन