વાઈન બનાવતી દેશની સૌથી મોટી કંપની સુલા વિનયાર્ડ્સ(Sula Vineuyards) નો આઈપીઓ આગામી સપ્તાહમાં ખૂલવા જઈ રહ્યો છે. મનકંટ્રોલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ આઈપીઓ 12-14 ડિસેમ્બર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ એન્કર રોકાણકારો માટે આ ઈશ્યુ 9 ડિસેમ્બરના દિવસે ખૂલશે. જાણકારી મુજબ સુના વિનયાર્ડ્સનો આઈપીઓ 950 કરોડથી લઈને 1000 કરોડ સુધીનો હોઈ શકે છે. આ ઈશ્યુ અંદર કોઈ નવા શેર બહાર પાડવાની યોજના નથી એટલે આ ઈશ્યુ પૂરી રીતે ઓફર ફોર સેલ ઈશ્યુ હશે.
જો Sula Vineyardsનો આઈપીઓ આવે છે, તો વાઈન બનાવવાવાળી દેશની કોઈ કંપનીનો આ પહેલો આઈપીઓ હશે. જોકે અનલિસ્ટેડ માર્કેટમાં ફ્રેટલી અને ગ્રોવર જેમ્પા સુલાની હરીફ છે. આ તરફ સુલા વિનયાર્ડ્સનો આઈપીઓ ખૂલવાનો છે અને અને ઓફિસર્સ ચોઇસ (Officers Choise) વ્હિસ્કી બનાવવાલી Allied Blenders & Distillers એક વધુ આલ્કોહોલ બનાવતી કંપની છે જેણે સેબી પાસે ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. અલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સનો આઈપીઓ આગામી કેટલાક મહિનામાં ખૂલી શકે છે.
સુલા નાસિકની કંપની છે. કંપનીના નાસિક અને બેંગલુરુ બંને જગ્યાએ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જાન્યુઆરી સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર કંપનીની ઉત્પાદન ક્ષમતા 1.3 કરોડ લીટર વાઇન બનાવવાની છે. જેમાં 1.1 કરોડ લીટર વાઈન નાસિકમાં તૈયાર થાય છે. દેશના વાઈન માર્કેટમાં તેની દમદાર હાજરી છે.
વાઈન ઉપરાતં સુલાના બે વાઈન રિસોર્ટ બિયોન્ડ સુલા અને ધ સોર્સ એટ સુલા દ્વારા પણ સારો એવો રેવન્યુ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કંપનીએ ઈન્ટરનેશનલ બ્રાન્ડ Grand Noir, Hardys, Beluga Vodka વગેરે સાથે વિદેશી વાઈનના દેશમાં વેચાણ માટે ડીલરશીપ એગ્રીમેન્ટ કર્યું છે. કંપનીના વાઈન સેગમેન્ટનો 50 ટકા રેવન્યુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર