સુલા વિનયાર્ડ્સના આઈપીઓને લઈને ખૂબ જ બઝ જોવા મળી રહ્યો છે જોકે નિષ્ણાતો શું માની રહ્યા છે આ મોકા વિશે.
Sula Vineyards IPO: સુલા વિનયાર્ડ્સ ઈશ્યુ આજથી ખૂલી રહ્યો છે. જોકે તેમાં રોકાણ કરીને નફાનો નશો ચડશે કે પછી ડ્રાય ડે રહેશે તેના વિશે સમજવા માટે તમારે નિષ્ણાતોની આ વાતો સમજી લેવી જોઈએ પછી જ રોકાણ કરવું જોઈએ.
મુંબઈઃ પાર્ટી એટિકેટ્સમાં એવું કહેવાય છે કે જ્યારે તમે વાઈન પીતાં હોવ ત્યારે ગ્લાસ ગણવા જોઈએ નહીં. પરંતુ વાત જ્યારે Sula Vineyards IPOની હોય ત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ જરુર ગણવું જોઈએ. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે દેશના વાઈન કેપિટલ કહેવાતા નાસિકની સુલા વિનયાર્ડ્સના આઈપીઓનો GMP હાલ 33 રુપિયા છે, જેને જોઈને રોકાણકારો ખૂબ જ ઉત્સાહમાં છે. Sula Vineyards IPO આજે એટલે કે 12 ડિસેમ્બરે ખૂલ્યો છે અને 14 ડિસેમ્બરે બંધ થશે. આ ઈશ્યુ પૂર્ણરુપે ઓફર ફોર સેલ છે. કંપનીનો ઈશ્યુ પ્રાઈસ 340-357 રુપિયા છે.
આઈપીઓ માર્કેટ સાથે જોડાયેલા એક એક્ટિવ પાર્ટિસિપેન્ટ્સ મેહુલ બુમતારિયાએ કહ્યું કે, 'હાલના જીએમપી મુજબ રિટેલ ઇન્વેસ્ટર્સ સુલા વિનયાર્ડ્સનું લિસ્ટિંગ જો અત્યારની સ્થિતિ મુજબ થાય તો 9-10 ટકા જેટલા લિસ્ટિંગ ગેનની આશા કરી શકાય છે.'
Sula Vineyards IPOને લઈને રોકાણકરો ખૂબ ઉત્સાહિત છે. તેનું કારણ છે કે પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓના મુકાબલે સુલા વિનયાર્ડ્સ ઓછા એટલે કે ડિસ્કાઉન્ટેડ રેટ પર આઈપીઓ લાવ્યું છે. કંપની તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજ (DRHP) મુજબ 31 માર્ચ 2022 સુધી કંપનીનો અર્નિંગ પર શેર (EPS) 6.79 રુપિયા છે. જો આપણે 357 રુપિયાના અપર પ્રાઈસ બેન્ડ હિસાબે જોઈએ તો નાણાકીય વર્ષ 2022 માટે સુલા વિનયાર્ડ્સનો P/E 52.5 છે.
આ દરમિયાન Sula Vineyards પ્રતિસ્પર્ધી કંપની રેડિકો ખેતાન (Radico Khaitan) 55.16 ગણો, યુનાઇટેડ સ્પિરિટ્સ (United Spirits) 80 ગણો અને યુનાઈટેડ બ્રુવરીઝ (United Breweries) 127 ગણો ટ્રેડ થઈ રહ્યો છે.
સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં Sula Vineyardsનું આઉટસ્ટેન્ડિંગ બોરોઇંગ એટલે કે ઉધાર 231.5 કરોડ રુપિયા છે અને 13 કરોડ રુપિયાની રોકડ અને અન્ય સામાન છે. છેલ્લા પાંચ વર્ષમાં સુલા વિનયાર્ડ્સનું નાણાકીય પ્રદર્શન જોઈએ તો તે ઘણા ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. જેમાં 2018માં કંપનીને 12.3 કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ થયો હતો. જ્યારે બાદમાં માર્ચ 2019માં નેટ પ્રોફિટ ઘટીને 7.2 કરોડ રુપિયા પહોંચી ગયો હતો. જે પછીના વર્ષમાં કંપનીને 16 કરોડ રુપાયનો લોસ થયો હતો. તો માર્ચ 2021માં પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કંપનીને 3 કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ થયો હતો. જે બાદના વર્ષમાં કંપનીને 52 કરોડ રુપિયોનો નેટ પ્રોફિટ થયો અને કંપનીને IPO લાવવાનું નક્કી કર્યું.
એલારા કેપિટલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ કરણ તૌરાનીએ કહ્યું કે, 'હાલ તો ચોક્કસપણે ગ્રોથની પૂરેપૂરી શક્યતા છે અને છેલ્લે જે જીતે છે તે જ સિકંદર બને છે તો હાલ સુલા જ સિકંદર છે. મહત્વનું છે કે અન્ય દારુની જગ્યાએ વાઈનને ગ્રોસરી સ્ટોરથી લઈને રિટેલ ફોર્મેટમાં ખૂબ જ સહેલાઈથી વેચવામાં આવે છે. તો વાઈનના MRPમાં ટેક્સનો ભાગ અન્ય દારુ કરતાં ઓછો છે.'
જોકે તેમ છતાં સુલા વિનયાર્ડ્સને પોતાનો વેપાર વધારવામાં સમસ્યાઓ નડી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો કે જ્યાં વાઈનનું ઉત્પાદન વધુ છે ત્યાં જ તેનું વેચાણ પણ ખૂબ વધુ છે. ભારતના કુલ માર્કેટમાં આ બંને રાજ્યોની ભાગીદારી 57 ટકાની છે. તૌરાની મુજબ સુલા વિનયાર્ડ્સ હવે 2 અને 3 ટીયર શહેરોમાં દાખલ થવા માગે છે.
Technopakના એક રિપોર્ટ મુજબ 2014માં ભારતમાં પ્રતિ વ્યક્તિ દારુની ખપત 10 મિલીલીટર હતી જે હવે વધીને 30 મિલીલીટર પહોંચી ગઈ છે. માર્કટ એક્સપર્ટનું કહેવું છે કે સુલા વિનયાર્ડ્સને પ્રીમિયમ હોવાનો ફાયદો મળી શકે છે, પરંતુ તેમાં વિદેશી કંપનીઓ સાથે તેની સીધી ટક્કર છે. ભારતમાં હાલ દારુ અને સ્પીરિટના ઇમ્પોર્ટ પર 150 ટકાની ડ્યુટી લાગે છે. જેના કારણે ભારતના આલ્કોહોલ બજારમાં ખૂબ જ ઓછી વિદેશી કંપનીઓ છે. જો સરકાર આગળ જતાં ટેક્સ ઓછો કરે છે તો સુલા વિનયાર્ડ્સને મુશ્કેલી પડી શકે છે.
Sula Vineyards પૂર્ણ રીતે ઓફર ફોર સેલ
સુલા વિનયાર્ડ્સનો આઈપીઓ પૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. એટલે કે આઈપીઓ દ્વારા એકઠી કરવામાં આવેલી રકમ કંપનીના કામકાજમાં ઉપયોગમાં નહીં લેવામાં આવે. ઓફર ફોર સેલમાં 26,900,530 ઈક્વિટી શેર વેચવામાં આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે રોકાણકરોએ આ સ્થિતિમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર