Home /News /business /Sukanya Samruddhi Yojana: ખાતું ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા થઇ સરળ, પરવી પડશે આ પ્રોસેસ
Sukanya Samruddhi Yojana: ખાતું ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા થઇ સરળ, પરવી પડશે આ પ્રોસેસ
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવી રહી છે.
Sukanya Samruddhi Yojana: 10 વર્ષ સુધીની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવ્યા બાદ જો તમારે એ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં બદલાવ કરવો છે તો અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
Sukanya Samruddhi Yojana: સરકારે જાન્યુઆરી થી માર્ચ 2023 ક્વાર્ટર માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જો કે આ ત્રિમાસિક ગાળા માટે PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. સુકન્યા યોજના પર અત્યાર સુધી 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સુકન્યા યોજનાના ખાતાને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. નવી પ્રક્રિયા હેઠળ હવે ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવી રહી છે. આ યોજના માતાપિતાને તેમની દીકરીના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન તેમજ તેના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં નિશ્ચિત વ્યાજની આવક અને ટેક્સ બચત મળે છે.
સુકન્યા એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે. આ માટે ગ્રાહકે નવી બેંક શાખાનું સરનામું દાખલ કરીને તેની વર્તમાન બેંક અથવા પોસ્ટ ઓફિસમાં સુકન્યા યોજના ટ્રાન્સફર વિનંતી આપવી પડશે. સુકન્યા ખાતામાં રહેલી બેલેન્સ અને નવા ખાતા માટે, વર્તમાન બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતાની પ્રમાણિત નકલ, ખાતું ખોલવાની અરજી, હસ્તાક્ષર વગેરે ઓરીજનલ દસ્તાવેજોની કાર્યવાહી કરીને નવી બેંક શાખામાં ચેક અથવા મની ઓડરથી મોકલી આપવામાં આવશે. ICICI બેંકની વેબસાઈટ મુજબ, ICICI બેંક શાખામાં ટ્રાન્સફર દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી, ગ્રાહકે KYC દસ્તાવેજોના નવા સેટ સાથે નવું સુકન્યા એકાઉન્ટ ખોલવાનું ફોર્મ સબમિટ કરવાનું રહેશે.