Home /News /business /સુકન્યા સમૃદ્ધિ યોજના : માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

સુકન્યા સમૃદ્ધિ યોજના : માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે

Sukanya Samriddhi Yojana Scheme - ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને બચત (Savings) કરવી ખૂબ જરૂરી છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી યોજના (Government Scheme) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ખૂબ ઓછા પૈસાનું રોકાણ (Invest Money) કરીને મોટી રકમ ઉભી કરી શકો છો

વધુ જુઓ ...
નવી દિલ્હી : ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને બચત (Savings) કરવી ખૂબ જરૂરી છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી યોજના (Government Scheme) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ખૂબ ઓછા પૈસાનું રોકાણ (Invest Money) કરીને મોટી રકમ ઉભી કરી શકો છો. આ સરકારી યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) છે. આ યોજનામાં રોકાણ સાથે તમે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે તેમાં પૈસા રોકીને તમે ઇન્કમ ટેક્સ (Income Tax) પણ બચાવી શકો છો. તો ચાલો જાણીએ આ યોજના વિશે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે, જે બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજદરવાળી યોજના છે. આ યોજનામાં તમે માત્ર 250 રૂપિયામાં એકાઉન્ટ ખોલી શકો છો. એટલે કે, જો તમે દરરોજ 1 રૂપિયો બચાવો છો, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કોઈપણ એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. એક જ નાણાંકીય વર્ષમાં SSY ખાતામાં રૂ. 1.5 લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી.

આ પણ વાંચો - ક્યાં પૈસા જમા કરાવવા વધુ સારા? બેંક કે પોસ્ટઓફિસ, ક્યાં મળશે વધુ રિર્ટન, જાણો

કેટલું મળે છે વ્યાજ

હાલ SSY (સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ) માં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ તેમાં 9.2 ટકા સુધીનું વ્યાજ પણ મળી ચૂક્યું છે. 18 વર્ષની ઉંમર પછી પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના કિસ્સામાં 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે.

મેચ્યોરિટી મળશે 15 લાખ

ધારો કે તમે દર મહિને રૂ.3000નું રોકાણ કરો છો એટલે કે વાર્ષિક 36000 રૂપિયાનું રોકાણ કરો છો. તમને વાર્ષિક 7.6 ટકા ચક્રવૃદ્ધિ દરે 14 વર્ષ પછી 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે પાકતી મુદત પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા હશે. જણાવી દઈએ કે, હાલમાં SSYમાં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જેમાં ઇન્કમ ટેક્સમાં છૂટ પણ મળે છે.

કઇ રીતે ખોલાવવું ખાતું

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ શાખાની કોઈપણ અધિકૃત શાખામાં ખોલી શકાય છે. આ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર પહેલા બાળકીના જન્મ પછી ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝિટ સાથે ખાતું ખોલાવી શકાય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ખાતું ખોલાવ્યા પછી જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખી શકાય છે.

આ પણ વાંચો - AC વપરાશકર્તાઓને સરકાર આપી શકે છે મોટો ઝટકો, ...તો નહીં નહીં મળે સબસિડી

રૂપિયા જમા ન કરવા પર લાગશે પેનલ્ટી

જો દર વર્ષે 250 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ કરવામાં નહીં આવે તો ખાતું બંધ થઇ જશે અને તે વર્ષ માટે જમા કરવાની આવશ્યક ન્યૂનતમ રકમની સાથે વાર્ષિક 50 રૂપિયાના દંડ સાથે તેને રીવાઇઝ કરી શકાય છે. એકાઉન્ટ ખોલ્યાના 15 વર્ષ પછી રિએક્ટિવેશન કરી શકાય છે.
First published:

Tags: Business, Sukanya samriddhi yojana