Home /News /business /Sukanya Samriddhi Yojana: 21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો ફેરફાર, જાણો વિગત

Sukanya Samriddhi Yojana: 21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો ફેરફાર, જાણો વિગત

જીવન વીમો (પ્રતીકાત્મક તસવીર)

Sukanya Samriddhi Yojana: પહેલાના નિયમ પ્રમાણે તમે જો વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા એકાઉન્ટમાં જમા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.

    મુંબઈ. Sukanya Samriddhi Yojana: જો તમે તમારી દીકરીના ભવિષ્ય અંગે પ્લાનિંગ (Future Planning) કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારો વિકલ્પ છે. ભવિષ્યમાં વધતા ખર્ચોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે. અત્યારથી જ દીકરીના અભ્યાસ (Education), લગ્ન (Marriage) અને ઉજ્જવળ ભવિષ્ય અંગે પ્લાનિંગ કરશો તો સારું રહેશે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભારત સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana – SSY) ચલાવવામાં આવી રહી છે. જોકે, સામાન્ય લોકોને તેની સાથે જોડવા માટે મોદી સરકારે તેમાં મહત્ત્વના ફેરફાર કર્યાં છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર દીકરીની ઉંમર 21 વર્ષની થવા પર તેણી લાખોપતિ બની શકે છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો આ યોજનામાં આવેલા ફેરફાર વિશે જાણી લેવું જરૂરી છે.

    આ નિયમો બદલાયા:


    1) પહેલાના નિયમ પ્રમાણે તમે જો વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા એકાઉન્ટમાં જમા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.

    2) અત્યારસુધી દીકરી 10 વર્ષની થાય ત્યારબાદ એકાઉન્ટ ઑપરેટ કરી શકતી હતી. પરંતુ હવે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે.

    3) પહેલા બે દીકરીઓના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ ટેક્સમાં છૂટ મળતી હતી. પરંતુ હવે ત્રીજી દીકરીના જન્મ અને તેના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ છૂટ મળશે. જો જોડિયા બહેનો જન્મે છે તો તેના માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

    4) સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાને પહેલા દીકરીના નિધન બંધ કરી શકાતું હતું. જોકે, હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે તો પણ ખાતું બંધ કરાવી શકાય છે. હાલ જો ગાર્ડિયનનું નિધન થાય તો પણ ખાતું મેચ્યુરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

    શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?


    સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે, જે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજદરવાળી યોજના છે. આ યોજનામાં તમે માત્ર 250 રૂપિયામાં એકાઉન્ટ ખોલી શકો છો. એટલે કે, જો તમે દરરોજ 1 રૂપિયો બચાવો છો, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કોઈપણ એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. એક જ નાણાંકીય વર્ષમાં SSY ખાતામાં રૂ. 1.5 લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી.

    આ પણ વાંચો: આજે (19 એપ્રિલ) આ 20 શેરમાં થશે કમાણી જ કમાણી

    કેટલું મળે છે વ્યાજ?


    હાલ SSY (સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ) માં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ તેમાં 9.2 ટકા સુધીનું વ્યાજ પણ મળી ચૂક્યું છે. 18 વર્ષની ઉંમર પછી પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના કિસ્સામાં 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે.

    મેચ્યોરિટી મળશે 15 લાખ


    ધારો કે તમે દર મહિને રૂ.3000નું રોકાણ કરો છો એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાનું રોકાણ કરો છો. તમને વાર્ષિક 7.6 ટકા ચક્રવૃદ્ધિ દરે 14 વર્ષ પછી 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે પાકતી મુદત પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા હશે.

    આ પણ વાંચો: સોનાની કિંમત 53,000 રૂપિયાને પાર, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

    કઇ રીતે ખોલાવવું ખાતું


    સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની કોઈપણ અધિકૃત શાખામાં ખોલી શકાય છે. આ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર પહેલા બાળકીના જન્મ પછી ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝિટ સાથે ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવ્યા પછી જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, ITR, Savings Scheme, Sukanya samriddhi yojana, આયકર વિભાગ, સરકાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन