Home /News /business /સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો અને નિયમો, ખાતુ ખોલાવતા પહેલા મેળવી લો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો અને નિયમો, ખાતુ ખોલાવતા પહેલા મેળવી લો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું એકાઉન્ટ ખોલી શકાય છે

Sukanya samrudhi yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું એકાઉન્ટ ખોલી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝીટ કરવી ફરજિયાત છે. જ્યારે વર્ષે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધી ઉપાડી શકાય છે. તેનાથી દીકરીના ઉચ્ચ શિક્ષણમાં મદદ મળી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે લાખો માતાપિતા સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ ખાતું ખોલાવી ચુક્યા છે. આ એકાઉન્ટના કારણે પુત્રીના લગ્ન અને ઉચ્ચ શિક્ષણના ખર્ચને પહોંચી વળવામાં મદદ મળે છે. આ ઉપરાંત તેમાં રોકેલા નાણાંમાં આવકવેરાની કલમ 80સી હેઠળ કરમુક્તિની રાહત મળે છે. બીજી તરફ આ યોજના હેઠળ મેચ્યોરિટી વખતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે.

લઘુતમ કેટલી ડિપોઝીટ કરવી પડે?


સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું એકાઉન્ટ ખોલી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝીટ કરવી ફરજિયાત છે. જ્યારે વર્ષે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટ 21 વર્ષ સુધી એક્ટિવ રહે છે. આ સમયગાળામાં તમારે દર વખતે લઘુતમ રકમ તો ભરવી પડે છે અને તમે ઇચ્છો તો વધુ રકમ પણ જમા કરી શકો છો.

આ પણ વાંચોઃ આ સરકારી કંપનીનો રૂ. 100થી ઓછી કિંમતનો શેર 70 ટકા ઉછળી શકે

ક્યારે પૈસા કાઢી શકાય?


દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધી ઉપાડી શકાય છે. તેનાથી દીકરીના ઉચ્ચ શિક્ષણમાં મદદ મળી શકે છે. આ એકાઉન્ટ 21 વર્ષમાં મેચ્યોર થાય છે. આ લાંબાગાળાની રોકાણ યોજના છે અને રોકાણકારોને પાકતી મુદ્દતે સારી એવી રકમ આપે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં SSYના વ્યાજદરમાં ઘટાડો થયો છે. 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2022 દરમિયાન આ યોજનાનો વ્યાજ દર 7.6 ટકા છે. જોકે, આ બેંકોની એફડી કરતા વધારે છે. પણ સવાલ એ છે કે શું પાકતી મુદત પહેલાં SSY એકાઉન્ટ બંધ કરી શકાય? ICICI બેંકની વેબસાઈટ પર SSY વિશે માહિતી ઉપલબ્ધ છે. જે મુજબ કેટલાક સંજોગોમાં આ ખાતું મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય છે.

આ પણ વાંચોઃ  પોસ્ટ ઓફિસમાંથી નહીં ઉપાડી શકો 10 હજાર કે તેથી વધુ રૂપિયા, ફટાફટ પતાવી લો આ કામ

કયા સંજોગોમાં ખાતું બંધ કરી શકાય?


આ યોજના હેઠળ ખાતું ખોલાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ખાતું બંધ કરી શકાય છે. કોઈ ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ખાતાધારકને આ ખાતું બંધ કરવાની છૂટ છે. જો ખાતાધારક આર્થિક સંકડામણને કારણે આ યોજનામાં પૈસા જમા કરાવવામાં અસમર્થ હોય તો પણ ખાતું બંધ કરી શકે છે. અલબત્ત, ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર આ ખાતું કોઈપણ સંજોગોમાં બંધ કરી શકાતું નથી.

દીકરીના નામે માત્ર એક જ ખાતુ ખોલાવી શકાય


પુત્રીના પિતા અથવા વાલી SSY ખાતું ખોલાવી શકે છે. આ ખાતું બેંકોની પોસ્ટ ઓફિસ અથવા નામાંકિત શાખામાં ખોલી શકાય છે. દીકરીના નામે માત્ર એક જ ખાતું ખોલવાની મંજૂરી છે. જો કોઈ વ્યક્તિને બે દીકરીઓ હોય તો તે બંને દીકરીઓ માટે અલગ-અલગ એકાઉન્ટ ખોલાવાનું હોય છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Account, Save Money, Sukanya samriddhi yojana

विज्ञापन
विज्ञापन