સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું હોય તો 31 માર્ચે જમા કરી દો રકમ, નહીંતર...

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અનેક દીકરીઓના ખાતા ખુલી ગયા છે

જો તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તમારી પાસે પૈસા જમા કરાવવાનો કાલે છેલ્લો દિવસ છે

  • Share this:
નવી દિલ્હી : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અનેક દીકરીઓના ખાતા ખુલી ગયા છે. આ યોજના ઘણા અંશે સફળ નીવડી છે. જો તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તમારી પાસે પૈસા જમા કરાવવાનો કાલે છેલ્લો દિવસ છે. જો તમે 31 માર્ચ પછી પૈસા જમા કરાવશો તો તમારે પેનલ્ટી ચૂકવવી પડશે.

શું છે આ સ્કીમ?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે રૂ. 500થી લઈ રૂ.1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકો છે. આ યોજના દીકરીઓ માટેની છે. આ યોજનામાં ખાતું ખોલાવવાથી તમને દીકરીના ભણતર સહિતના ભવિષ્યના ખર્ચમાં રાહત મળશે.

રકમ જમા નહીં કરાવો તો શું થશે?

જો તમે રકમ જમા નહીં કરાવો તો એકાઉન્ટને ડિફોલ્ટ માની લેવામાં આવશે. આવી સ્થિતિમાં આ એકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જશે. જે બાદ એકાઉન્ટ ફરી શરૂ કરાવવા માટે તમારે બેંક, પોસ્ટ ઓફીસ જવું પડશે.

કેટલી પેનલ્ટી લાગી શકે?

જો તમે વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 250 નહીં જમા કરાવ્યા હોય તો એકાઉન્ટ બંધ થઈ જશે. તે વર્ષે ડિપોઝિટ માટે જરૂરી ન્યૂનતમ રકમ દર વર્ષની પેનલ્ટી લેખે 50 રૂપિયા દંડ સાથે રીવાઇઝ કરી શકાય છે. આ એકાઉન્ટ ખુલ્યાના 15 વર્ષ સુધી ફરીથી શરૂ કરી શકાય છે.

આ પણ વાંચો - કાળઝાળ ગરમીમાં રાહત આપશે 5થી 6 હજાર રૂપિયાની કિંમતના આ કુલર

યોજનાથી 15 લાખ રૂપિયા મળશે

નવા વ્યાજ દર 1 એપ્રિલ 2021થી અમલમાં મુકાઈ જશે. જો તમે આ યોજનામાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે દર વર્ષે રૂ. 36000ના રોકાણથી 14 વર્ષ બાદ તમને વાર્ષિક 7.6 ટકા કમ્પાઉન્ડિંગ મુજબ રૂ. 9,11,574 મળશે. આ રકમ 21 વર્ષે પરિપક્વતા સમયે આશરે રૂ. 15,22,221ની થઈ જશે.

રૂ. 12,500 જમા કરાવો તો આટલા રૂપિયા મળે

જો તમે રૂ. 12500નું માસિક રોકાણ કરો છો તો તમને 14 વર્ષમાં વાર્ષિક 7.6 ટકાના વળતર મુજબ રૂ. 37,98,225 મળશે. ત્યાર બાદ 7 વર્ષ સુધી વાર્ષિક વળતર 7.6 ટકાના દરે મળશે. 21 વર્ષે આ રકમ લગભગ 63,42,589 રૂપિયા હશે.

આ ખાતું ક્યાં સુધી ચલાવી શકાય?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલ્યા પછી દીકરીની ઉંમર 21 વર્ષની થાય અથવા 18 વર્ષની વય બાદ લગ્ન થાય ત્યાં સુધી ખાતું ચાલુ રહી શકે. જો દર વર્ષે ઓછામાં ઓછી રૂ. 250 ડિપોઝિટ જમા કરાવવામાં ન આવે તો એકાઉન્ટ બંધ થઈ જશે. તે વર્ષ માટે ડિપોઝિટ માટે ઓછામાં ઓછી રકમની સાથે દર વર્ષના રૂ. 50 લેખે દંડ સાથે ફરી શરૂ કરાવી શકાય છે.

ડોક્યુમેન્ટમાં શું આપવું પડશે?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારી દીકરીના જન્મનો દાખલો પણ સબમિટ કરવો પડશે. પુત્રી અને માતા-પિતાના પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવું ઓળખકાર્ડ આપવું પડશે. રહેઠાણના પુરાવા તરીકે પાસપોર્ટ, રેશનકાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ પણ રજૂ કરવું પડશે.
First published: