Home /News /business /

સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા, જમા કરાવવા પડશે 416 રૂપિયા

સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા, જમા કરાવવા પડશે 416 રૂપિયા

સુકન્યા સમૃદ્ધિ યોજના (પ્રતીકાત્મક તસવીર)

Sukanaya Samridhi Yojna: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે, જે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે.

    નવી દિલ્હી: ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને બચત (Savings) કરવી ખૂબ જરૂરી છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી યોજના (Government Scheme) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ખૂબ ઓછા પૈસાનું રોકાણ (Invest Money) કરીને મોટી રકમ ઉભી કરી શકો છો. આ સરકારી યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) છે. આ યોજનામાં રોકાણ સાથે તમે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે તેમાં પૈસા રોકીને ઇન્કમ ટેક્સ (Income Tax) પણ બચાવી શકો છો. SSY હેઠળ રોકાણ કરીને તમે દીકરીના ઉચ્ચ ઉભ્યાસ, કારકિર્દી અને લગ્ન જેવા ખર્ચમાંથી નિશ્ચિંત થઈ જશો. 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે.

    શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

    સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે, જે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજદરવાળી યોજના છે. આ યોજનામાં તમે માત્ર 250 રૂપિયામાં એકાઉન્ટ ખોલી શકો છો. એટલે કે, જો તમે દરરોજ 1 રૂપિયો બચાવો છો, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કોઈપણ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. એક જ નાણાકીય વર્ષમાં SSY ખાતામાં રૂ. 1.5 લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી.

    કેટલું મળે છે વ્યાજ

    હાલ SSY (સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ) માં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ તેમાં 9.2 ટકા સુધીનું વ્યાજ પણ મળી ચૂક્યું છે. 18 વર્ષની ઉંમર પછી પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના કિસ્સામાં 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે.

    પાકતી મુદત પર મળશે 65 લાખ રૂપિયા

    જો આ સ્કીમમાં તમે દર મહિને 3,000 રૂપિયા એટલે કે દરરોજ 100 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાના જમા કરાવો છો તો 14 વર્ષ પછી 7.6 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર પ્રમાણે 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષે પાકતી મુદતે આ રકમ આશરે 15,22,221 રૂપિયા હશે. જો તમે દરરોજ 416 રૂપિયાની બચત કરો છો તો તમે 21 વર્ષે 65 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી શકો છો.

    આ પણ વાંચો: દરરોજ 50 રૂપિયાની બચત, પાકતી મુદતે મળશે 35 લાખ રૂપિયા

    કઇ રીતે ખોલાવવું ખાતું

    સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ શાખાની કોઈપણ અધિકૃત શાખામાં ખોલી શકાય છે. આ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર પહેલા બાળકીના જન્મ પછી ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝિટ સાથે ખાતું ખોલાવી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ખાતું ખોલાવ્યા પછી જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખી શકાય છે.

    રૂપિયા જમા ન કરવા પર લાગશે પેનલ્ટી

    જો દર વર્ષે 250 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ કરવામાં નહીં આવે તો ખાતું બંધ થઇ જશે અને તે વર્ષ માટે જમા કરવાની આવશ્યક ન્યૂનતમ રકમની સાથે વાર્ષિક 50 રૂપિયાના દંડ સાથે તેને રિવાઇઝ કરી શકાય છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, જાણો વધુ વિગત

    ખાતું કેટલા સમય સુધી ચાલુ રહેશે?

    સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવ્યા બાદ બાળકી 21 વર્ષની થવા પર અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન થવા સુધી ચાલુ રાખી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Post office, Savings, સરકાર

    આગામી સમાચાર